SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ©©CQ વિનયધર્મ ©©n (૮) રજ વિરજ ઊંચી ગઈ, નરમાઈ કે પાન, પથ્થર ઠોકર ખાત હૈ, કરડાઈ કે તાન. (૯) દયા ધરમકા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન, તુલસી દયા ન છાંડિયે, જબ લગ ઘટ મેં પ્રાણ. (૧૦) માનષિ દ્વિનિ, શાકffજ મvafa . यतो जलेन भिद्यन्ने पर्वता अपि निष्करा ॥ (અમદાવાદસ્થિત મિતેશભાઈ ‘દિવ્યધ્વનિ'ના તંત્રી છે. સામયિકો અને વર્તમાનપત્રોમાં અવારનવાર તેમના સુંદર લેખો પ્રગટ થાય છે). હે પરમાત્મા ! મારો અસ્તિત્વ કેટલાનો ઉપકાર ધરાવે છે... પૂર્વ કૃત સત્કર્મોને કારણે મને મનુષ્ય ભવ, આર્ય ક્ષેત્ર અને ઉત્તમ કુળ મળ્યું... હે પરમાત્મન ! હું એ સત્કર્મોનું વિનયપૂર્વક ઋણસ્વીકાર કરું છું... 4 વિનયધર્મ PC શ્રી પાર્શચંદ્રસૂરિ કૃત “વિનય સઝાય” - ડૉ. ભાનુબહેન શાહ (સત્રા) ધર્મની જીવાદોરી અને મોક્ષમાર્ગની પથદર્શક દીવાદાંડી સમાન વિનયના સ્વરૂપને ઉજાગર કરતી પ્રસ્તુત સઝાયના રચયિતા શ્રી પાર્ધચંદ્રસૂરિજી છે. કવિ પરિચય : ‘ઉત્તરાધ્યયન સૂત્ર છત્રીસી' નામની હપ્રત શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી જ્ઞાનમંદિર, અમદાવાદથી હાથવગી થઈ છે. તેમાં પ્રથમ ઢાળમાં વિનયનું સ્વરૂપ ઉદ્ઘાટિત થયું છે તે અનુસાર આઠ કડી (ગાથા)ની ટૂંકી કૃતિની અંતિમ કડીમાં કવિશ્રીએ મધ્યકાલીન કવિપરંપરાને અનુસરતાં પોતાનું નામ શ્રી પાસચંદે આણંદે કહ્યઉ' એવું કહી ટાંકેલ છે. કવિશ્રીની રચનામાં સંપ્રદાય, ગુરુપરંપરા કે રચના સાલનો ઉલ્લેખ અનુપલબ્ધ છે. જૈન ગુર્જર કવિઓ ભા-૧, પૃ. ૨૮૮માં કવિનાં જીવન અને કવનનો સંક્ષિપ્ત પરિચય સાંપડે છે. તે અનુસાર તેઓ હમીરપુરના વતની હતા. તેઓ પ્રાવંશીય વેહગશાહ અને વિમલાદેના પનોતા પુત્ર હતા. તેમનો જન્મ સં. ૧૫૩૭, ચૈત્ર સુદ નોમ, શુક્રવારે થયો હતો. તેમણે ૧૧ વર્ષની બાળવય (સં. ૧૫૪૬)માં નાગપુરીય તપાગચ્છમાં દીક્ષા લઈ સંયમના પાવક પથ પર આગેકુચ કરી. વિચક્ષણ, પ્રતિભાવંત વ્યક્તિત્વ અને બુદ્ધિમતાના કારણે ૨૦ વર્ષની વયે (સં. ૧૫૫૪) તેમણે ઉપાધ્યાયની પદવી હાંસલ કરી. સં. ૧૫૬૫માં જૈન શાસનની ધુરા સંભાળનારા આચાર્ય બન્યા. તેમનાં સર્જનાત્મક કાર્યોથી સતત વૃદ્ધિગત થયા. સં. ૧૫૯૯માં યુગ પ્રધાનપદે નિયુક્ત થયા. સં. ૧૬ ૧૨માં જોધપુરમાં તેમનું સ્વર્ગાગમન થયું. લગભગ છ દાયકા (૬૬ વર્ષ) ઉપરાંત સંયમપર્યાયમાં રહી જૈન શાસનની ખૂબ સેવા કરી. ગુજરાત અને મારવાડ જેવાં ક્ષેત્રોમાં વિચરણ કરી તેમણે અનેક જીવોને ધર્મના રાહે ચડાવ્યા. જે શ્રાવકો ધર્મ વટલાવી માહેશ્વરી બન્યા હતા તેમને પુનઃ જૈન શ્રાવક બનાવ્યા. આમ, પાર્ધચંદ્રસૂરિ એક પ્રભાવક આચાર્ય હતા. તેમના નામ ઉપરથી ‘પાયચંદીય ગચ્છ” શરૂ થયો. પાર્ધચંદ્રસૂરિનાં અઢળક સાહિત્યનું મૂલ્યાંકન કરતાં જણાય છે કે તેઓ માત્ર એક પ્રભાવક વિભૂતિ જ ન હતા પણ તેઓ વિદ્વાન કવિ અને લેખક પણ હતા. ૭૮ - WITTER
SR No.034387
Book TitleGyandhara 15 Vinay Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages115
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy