SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ( વિનયધર્મ #On નષ્ટ કરી નાખે છે, વિનયનો નાશ કરે છે, ધર્મ-અર્થ તથા કામ-ત્રણ પુરુષાર્થને નષ્ટ કરી દે છે. જ્યાં સુધી માનરૂપી ગ્રંથિ મનમાં લાગેલી છે ત્યાં સુધી પ્રાપ્ત થયેલ વિવેકરૂપી મણિ પણ ચાલી જાય છે. પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજી જણાવે છે, “વિનય એ ઉત્તમ વશીકરણ છે. ગુરુનો, મુનિનો, વિદ્વાનોનો, માતા-પિતાનો અને પોતાથી વડાનો વિનય કરવો એ આપણી ઉત્તમતાનું કારણ છે. ‘વચનામૃત પત્રાંક - ૨૫૪માં શ્રીમદ્જી ‘‘ “માર્ગપ્રાપ્તિ''ને રોકનારાં ત્રણ કારણો જણાવે છે. આ લોકની અલ્પ પણ સુખેચ્છા, પરમદેન્યતા (પરમવિનય)ની ઓછાઈ અને પદાર્થનો અનિર્ણય. પછી કહે છે, પરમ દૈન્યપણું એ ત્રણેમાં બળવાન સાધન છે અને એ ત્રણેનું બીજ મહાત્માને વિષે પરમપ્રેમાર્પણ એ છે. પત્રાંક ૪૯૩માં તેઓશ્રી જણાવે છે, “અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ.'' મમત્વભાવ ને નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાનીપુરુષોએ દેશના પ્રકાશી છે. વિદૂરનીતિ તો કહે છે કે વૃદ્ધાવસ્થા રૂપને હરે છે, આશા ધૈર્યને હરે છે, મૃત્યુ પ્રાણને હરે છે, ઈર્ષ્યા ધર્માચરણને હરે છે, કામ લજ્જાને હરે છે, પરંતુ અભિમાન સર્વસ્વ હરી લે છે. તીર્થંકર પદદાત્રી સોળ કારણભાવના અંતર્ગત વિનય પણ આવે છે. આધ્યાત્મિક વિકાસ માટે જ્ઞાનપ્રાપ્તિ માટે આ ગુણ અત્યંત મહત્ત્વનો છે. આઠ પ્રકારના મદ : આપણને રૂપ, સત્તા, કુટુંબ, શરીર, પૈસા આદિ અનેક પ્રકારનાં અભિમાન હોય છે. તે બધાંમાં મુખ્ય આઠ પ્રકારના અભિમાનનું વર્ણન શ્રી રત્નકડ શ્રાવકાચાર ગ્રંથમાં કર્યું છે, જે નીચે મુજબ છેઃ “જ્ઞાન પૂજા કુલ જાતિ બલમૃદ્ધિ તપો વપુઃ । અષ્ટાવાશ્રિત્યમાનિત્વ સ્મયમાહુર્ગતસ્મયાઃ ।'' અર્થાત્ જેમનો મદ વિનષ્ટ થયો છે તેવા ગણધરદેવ મદોનું કથન કરે છે. જ્ઞાન, પૂજા, કુળ, જાતિ, બળ, ઋદ્ધિ, તપ અને રૂપ એ આઠના આશ્રયે માનીપણું તે મદ છે. (૧) જ્ઞાનમદઃ જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમને કારણે કંઈક જ્ઞાનનો થોડો ઉઘાડ થયો હોય તો તે જ્ઞાનનું અભિમાન કરવા જેવું નથી, કારણકે તે જ્ઞાન વિનાશક અને ઈન્દ્રિયાધીન છે. બે-ચાર શાસ્ત્રોનું ઉપલક જ્ઞાન પ્રાપ્ત કરી લેવાથી 93 (વિનયધર્મ GS કંઈ જ્ઞાની બની જવાતું નથી. પૂર્વે થયેલા મહાન આચાર્યોને હજારો શ્લોકો મોઢે આવડતા. શ્રી અકલંકદેવે ‘‘રાજવાર્તિક’” ગ્રંથ તો વિદ્યાનંદસ્વામીએ “શ્ર્લોકવાર્મિક’’ ગ્રંથની હજારો શ્લોકોમાં રચના કરી. શું આપણને હજાર શ્લોક પણ યાદ છે? શાસ્ત્રોમાંથી થોડું જાણીને તેનું અભિમાન કરવું તે શું આપણને શોભે છે? પૂર્વે બાર અંગ અને ચૌદ પૂર્વનું જ્ઞાન ધરાવનારા મહાજ્ઞાની પુરુષો હતા. એક આમ્નાય અનુસાર વર્તમાનમાં એક અંગનું પણ જ્ઞાન રહ્યું નથી. માટે આપણને થોડું જ્ઞાન હોય તો તેનો ઉપયોગ જીવનસુધારણામાં કરવો. (૨) પૂજાપદ : યશ નામકર્મના ઉદયને લીધે આપણી ચોમેર કીર્તિ ફેલાયેલી હોય તો તેનું અભિમાન કરવા જેવું નથી, કારણકે તે યશ નામકર્મ કાયમ ટકતું નથી. આજે આપણી પૂજા કરનારા આવતી કાલે જોડાં પણ મારે! આજે આપણા પર પ્રશંસાનાં પુષ્પો વરસાવનારા આવતીકાલે નિંદાનો વરસાદ પણ વરસાવે! શ્રી ચિદાનંદજી મહારાજ જણાવે છે, “બહિક કાજી, બહિક પાજી, કબહિક હુઆ અપભ્રાજી; કબહિક જગમેં કીર્તિ ગાજી, સબ પુદ્દગલકી બાજી, આપ સ્વભાવમે રે અવધૂ સદા મગનમે રહના.'’ (૩) કુળમદઃ– પિતાના વંશને કુળ કહે છે. કુળનું અભિમાન કરવું તે મહાઅનર્થ છે. અનાદિકાળના સંસારપરિભ્રમણમાં જીવે નીચ કુળમાં અનંતવાર જન્મ ધારણ કર્યો છે. (જે કુળમાં ધર્મ કરવાની સુવિધા મળે તે ઉત્તમ કુળ છે). કુળનું અભિમાન કરવાથી મોટા રાજાઓ પણ કીડી જેવા નીચ કુળને પ્રાપ્ત થયા છે! માટે શુભ પુણ્યના ઉદયથી જો આપણે ઉત્તમ કુળ પામ્યા હોઈએ તો જુગાર, દારૂ, માંસાહાર જેવાં નિંદ્ય કર્મોને છોડી સદાચારનું પાલન કરીએ. ઈશ્વરના ઘરે નાતજાતના કોઈ ભેદભાવ નથી. “જાતિ પાંતિ પૂછે ન કોઈ, હરિકો ભજે સો હરિકા હોઈ.’’ (૪) જાતિમદ : માતૃપક્ષને જાતિ કહે છે, જ્ઞાનીજનો જાતિનો ગર્વ કરતા નથી. અનંતકાળના સંસારપરિભ્રમણમાં જીવ અનેક વાર નીચ જાતિમાં ઉત્પન્ન થયો. ઉચ્ચ જાતિમાં જન્મ થયો હોય તો તેનું અભિમાન કરવા જેવું નથી. માટે જાતિને વિનાશિક અને કર્માધીન જાણી શીલપાલન, સ્વાધ્યાય, દાન, પરોપકાર આદિમાં પ્રવર્તન કરીને જાતિનું ઉચ્ચપણું સફળ કરવું જોઈએ. (૫) બળમદ : અંતરાય કર્મના ક્ષયોપશમથી જો આપણે મન-વચનકાયાની શક્તિને પામ્યા હોઈએ તો તેનું અભિમાન કરવા જેવું નથી, કારણકે ૭૪
SR No.034387
Book TitleGyandhara 15 Vinay Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages115
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy