SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ 6 4 વિનયધર્મ Pe Cen છે. એક બોડમાં બે સિંહ, એક મુખમાં બે જીભ કે એક મ્યાનમાં બે તલવાર ન રહી શકે તેમ વિનય અને અહંકાર જ્ઞાનપ્રાપ્તિમાં સાથે રહી જ ન શકે. ચારેચાર કષાયને મહાત કરવા વિનય અનિવાર્ય છે. ક્રોધ હોય ત્યાં વિનયની અનુપસ્થિતિ જ હોય. માન વિનયનો વિરોધી શબ્દ જ કહેવાય. માયામાં વિનયની છાયા પણ દેખાતી નથી તો લોભ વિનય કરવા દેતો નથી. આમ વિનય આત્મવિકાસમાં બાધક એવા ચારે કષાયોને જીતવાની સંજીવની જડીબુટ્ટી છે. દરેક સાધકનું એકમાત્ર લક્ષ્ય મોક્ષમાર્ગનું હોય છે. મોક્ષમાર્ગે જવા જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની આવશ્યકતા છે. વિનય કરે તો જ્ઞાન નીપજે અને આ જ્ઞાન જ કેવળજ્ઞાન અપાવે છે. દર્શન એટલે શ્રદ્ધા. શ્રદ્ધા હોય ત્યાં વિનય આવી જ જાય. માટે જ વ્યવહાર સમક્તિના ૬૭ બોલમાં વિનયના ૧૦ પ્રકારનો સમાવેશ કરવામાં આવ્યો છે. ચારિત્ર એટલે પ્રભુ આજ્ઞાનું પાલન. પ્રભુની આજ્ઞાનું પાલન એ જ વિનય છે. જ્યારે તપમાં તો આત્યંતર તપનો એક ભેદ જ વિનય છે. આમ, આત્મવિકાસના કોઈ પણ દૃષ્ટિકોણમાં વિનયનું એક માહાભ્ય છે. આત્મવિકાસ એટલે આઠ કર્મથી મુક્ત થવાની પ્રક્રિયા. સંસારઅવસ્થામાંથી ક્રમશઃ મોક્ષ તરફની પ્રગતિ. આચાર્ય અભયદેવશ્રી ઠાણાંગ સૂત્રની ટીકામાં કહે છે : जम्हाविणयर कम्मं उट्ठविहं चाउरंतमोक्खाय । तम्हा उ वयंति विउ विणयं ति विलीण संसारा ॥ ' અર્થાત્ જેનાથી આઠ કર્મોનો વિનય (વિશેષ દૂર થવું) થાય છે તે વિનય છે, અર્થાત્ વિનય આઠ કર્મોને દૂર કરે છે અને તેનાથી ચાર ગતિના અંત કરવાવાળા મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો દશવૈકાલિક સૂત્ર પણ કહે છે - પર્વ धम्मस्स विणओ, भूलं परमो से मुक्खो ॥ જેમ સુગંધના કારણે ચંદનનો મહિમા છે, સૌમ્યતાના કારણે ચંદ્રમાનું ગૌરવ છે, મધુરતા માટે અમૃત જગતપ્રિય છે તેમ વિનયના કારણે જ ધર્મ શોભે છે. વિનયરૂપી ધર્મથી જ આત્મવિકાસ સંભવે છે. નમસ્કાર સૂત્રનાં પાંચ પદ - અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ-સાધ્વી. અરિંહતો તીર્થને નમીને વિનય કરે છે. સિદ્ધો વિનયપૂર્વકની ધર્મની આરાધના દ્વારા જ સિદ્ધ થયા છે. આચાર્ય ભગવંતો પાંચેય આચારોનો શ્રેષ્ઠ વિનય કરનારા હોય છે. ઉપાધ્યાય ભગવંતો સાક્ષાત્ વિનયની મૂર્તિ જ હોય છે તો સાધુ-ભગવંતોનો સમગ્ર શ્રમણાચાર વિનયથી છલોછલ હોય છે. વિનય વિના પરમશ્રેષ્ઠ એવાં આ પાંચ પદોની પ્રાપ્તિ © © 4વિનયધર્મ PTC Cren પણ અસંભવ છે. સાધનાનો પાયો વિનય છે, માટે જ કહ્યું છે કે : વિનય વિણ વિદ્યા નહિ, તો કિમ સમકિત પાવે રે સમક્તિ વિણ ચારિત્ર નહિ, ચારિત્ર વિણ નહિ મુક્તિ રે... માન મોહનીયના વિજયનો પરિપાક વિનય છે. વિનય માન મોહનીયના વિજયનું થર્મોમીટર છે. બાહુબલીજી પોતાના પહેલાં દીક્ષિત થયેલા ૯૮ ભાઈઓનો વંદન-વિનય કરવા ન ગયા. ધ્યાનના ઝૂલે ઝૂલતા કેવળજ્ઞાનને દરવાજે ઘંટડી રણકાવતા બાહુબલીજીએ સર્વસ્વ છોડ્યું, પરંતુ માન ન મૂક્યું તો તેમના કેવળજ્ઞાનને પણ ૧૨ મહિનાનું છેટું રહ્યું. તેમની ઘોર સાધનાનું અવમૂલ્યન કરનાર માન મોહનીય હતું. આત્માનો વિકાસ એ અંતરની પરિણામધારા છે, પણ તેની જાણ બાહ્ય વિનયથી પ્રદર્શિત થાય છે. ગુણગ્રાહક દૃષ્ટિ વિનય કર્યા વગર કે માનમોહનીયને જીત્યા વગર આવતી જ નથી. એવો વિનય ૧૪ પૂર્વ અને ચાર જ્ઞાનના ધણી એવા ગૌતમસ્વામીનો વખણાય છે. ભગવાન મહાવીરસ્વામી પાસે પ્રકાંડ વિદ્વાન અને ચાર વેદના જ્ઞાતા એવા ઇન્દ્રભૂતિ આવ્યા ત્યારે અનંતાનુબંધી માન ફંફાડા મારતું હતું, પણ જ્યારે પ્રભુની ઉપશાંતતા, વીતરાગતા, સમતા, સૌમ્યતા, સમાધિ જોઈ ત્યારે માન ઠંડું પડયું. જ્યારે પ્રભુની દેશના પુષ્કરાવતે મેઘની જેમ વરસી ત્યારે તેમનું અનંતાનુબંધી માન સંજ્વલનના માનમાં ફેરવાઈ ગયું. આવ્યા ત્યારે મિથ્યાત્વના ઘરનું અનંતાનુબંધી માન લઈને આવ્યા હતા અને પ્રભુના શરણે ગયા, પ્રભુની આજ્ઞાનો વિનય કર્યો તો આત્મવિકાસમાં અડચણ ન બન્યું અને વિનયની સીડીથી ગુણસ્થાનક આરોહણ કર્યું. - જ્યારે જ માલી ૧૬ વર્ષ સુધી સંયમમાં સ્થિત રહ્યા, તેમનું માન સંજ્વલનના માન જેવું લાગતું હતું, પણ ‘કડમાણે કડે’માં શ્રદ્ધા ન કરી અને ‘કડમાણે અકડે’ કરી પ્રભુની વાણીનો અસ્વીકાર-અવિનય કરીને અનંતાનુબંધી માનમાં ચાલ્યા ગયા અને ભવના ચક્કર વધારી દીધાં. વિનય એ આધ્યાત્મિક ગુણ છે. તે સામાના ગુણને જોઈને કરવાનો નથી, કારણકે મહાવીરસ્વામી તો એના એ જ હતા. ગૌતમસ્વામીએ ભગવાનના દરેક વચનને ‘તહત્તિ’ કહીને શિરોમાન્ય કર્યું અને જમાલીએ ત્રણ લોકનું વંદનીય, પૂજનીય ભગવાનનો અવિનય કર્યો. ગૌતમસ્વામી તો પ્રભુના શરણે પોતાના અહંકારનું મર્દન કરીને આવી - ૩૮ -
SR No.034387
Book TitleGyandhara 15 Vinay Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages115
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy