SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૭ 4 વિનયધર્મ Pe Cen સુખ મળે છે. જ્ઞાનીપુરુષે તો તેના જ્ઞાનની વહેંચણી કરવાની છે, નહીં કે ઘમંડ રાખવાનો હોય. જ્ઞાની પુરુષમાં વિનયની પાત્રતા ન હોય તો તેને ધનપ્રાપ્તિ નથી થતી. સુખ નથી મળતું. માણસમાત્રમાં વિનય, વિવેક, વિનમ્રતા આ બધું જ હોવું જોઈએ અને આ બધું તેનામાં હોય તો તે જે કામ ધારે તે કરી શકે. તે જે ઈચ્છે તે તેને પ્રાપ્ત થઈ શકે. પણ વિદ્વાન વ્યક્તિમાં એ ભાવ હોય જ છે. તે દરેક પ્રત્યે સમાન લાગણી જ રાખતા હોય છે. આમ પણ વિદ્યા વિનયથી જ શોભે છે. વિદ્વાન વ્યક્તિ ભણેલી પુષ્કળ હોય, પણ બીજા માટે આદર ન ધરાવે તો તેણે મેળવેલી વિદ્યા ફળીભૂત નથી થતી. વિદ્વાન વ્યક્તિમાં પોતાપણું ઓગળી ગયું હોય છે અને સમાજને તે જુદાજુદા પાઠ સરસ રીતે શિખવાડે છે. નાની વ્યક્તિથી ભૂલ થાય તો મોટા લોકો કેવી રીતે તે વાતને સમજાવે છે તે બાબત એક પ્રસંગ દ્વારા જોઈએઃ | ગુજરાતના સમર્થ સર્જક ગોવર્ધનરામ ત્રિપાઠીના યુવાનીના દિવસોની આ વાત છે. એ જમાનામાં બહુ ઓછા લોકો કૉલેજમાં અભ્યાસ કરતા. એવા સમયે ગોવર્ધનરામ ત્રિપાઠી ગ્રેજ્યુએટ થયા હતા. યુવાન ગોવર્ધનરામના એક સગાને ત્યાં ભોજન-સમારંભ હતો. તેમાં એક સરકારી અમલદારને ભોજન માટે લાવવાનું કામ ગોવર્ધનરામને સોંપાયું. ગોવર્ધનરામનો પહેરવેશ સાવ સાદો હતો. આથી નોકરે સરકારી અમલદારને જાણ કરી કે કોઈ સામાન્ય કર્મચારી આપને ભોજન-સમારંભમાં લેવા આટે આવ્યા છે. અમલદારે અંદરથી જ હુકમ આપ્યો, એમને બહાર બેસાડો અને કહો કે સાહેબ થોડી વારમાં આવે છે. થોડી વાર પછી તૈયાર થઈને અમલદાર બહાર આવ્યા. પોતે ગાડીની અંદર બિરાજ્યા અને ગોવર્ધનરામભાઈને ગાડીની બહારના ભાગમાં બેસવા કહ્યું, ગાડી ચાલી. પૂછયું, ‘કેમ ભાઈ, ભણ્યા-ગણ્યા છો ખરા?” યુવાન ગોવર્ધનરામે ટૂંકો જવાબ આપ્યો, ‘હા,જી'. ‘સારું, સારું, મૅટ્રિક પાસ છો કે નાપાસ ? ગોવર્ધનરામે કહ્યું, ‘જી, મેટ્રિક પાસ થયો છું.’ સાહેબે અમલદારશાહી ઢબે પૂછયું, ‘એમ? બહુ સારું, બહુ સારું, ત્યારે તો એફ.વાય.બી.એ.માં ભણતા હશો, ખરું ને?” ‘એફ.વાય.બી.એ. પણ પાસ થયો છું.” સરકારી અમલદાર થોડા વિચારમાં પડ્યા, પણ હજી પોતાનો રૂઆબ છાંટવા એમણે કહ્યું, ‘ત્યારે તો અત્યારે બી.એ.માં - ૧૯૭ ૨ છ6Q4 વિનયધર્મ CCT અભ્યાસ કરો છો, એમ ને?” ગોવર્ધનરામે કહ્યું, ‘ના જી. હું તો બી.એ. પાસ થયો છું.” ગોવર્ધનરામનો આ જવાબ સાંભળતાં સરકારી અમલદાર સાવ ઠંડગાર થઈ ગયા. એ જમાનામાં ભાગ્યે જ કોઈ બી.એ. પાસ થયેલી વ્યક્તિ જોવા મળતી. અમલદારને પોતાના વર્તન માટે અત્યંત ક્ષોભ થયો. તે અંગે દિલગીરી વ્યક્ત કરતાં કહ્યું, “અરે! તમે તો બી.એ. પાસ છો. તમારો સીધો-સાદો દેખાવ જોઈને મેં માન્યું કે તમે કોઈ સામાન્ય માણસ છો.’ ગોવર્ધનરામ કહે, ‘એમાં શું?” સરકારી અમલદારે કહ્યું, તમને મારા ઘરની બહાર બેસાડ્યા. વળી આ ઘોડાગાડીમાં પણ પટાવાળાની જગ્યાએ બેસાડ્યા. માફ કરજો. તમે અહીં આવો, આ ગાડીમાં મારી પાસે અંદર બેસો.' ગોવર્ધનરામ બહાર પોતાની જગ્યાએ બેસી રહ્યા અને સ્વસ્થતાથી જવાબ આપ્યો, “અરે! એમાં શું થઈ ગયું?’ મને તો અહીં બહાર બેસવાની મજા આવે છે. સરકારી અમલદારનો રૂઆબ ઊતરી ગયો. માણસને પોતાનો રૂઆબ બતાવવાની ચળ ઊપડતી હોય છે. બીજાને સામાન્ય ધારીને એ પોતાનો ઘમંડ બતાવતો હોય છે, પણ ગોવર્ધનરામ જેવી નમ્રતા આવા ઘમંડને નષ્ટ કરે છે. ક્યારેક વર્તન દ્વારા વિનયના પાઠ શીખવાના હોય છે. ભિન્નભિન્ન રીતે વિનયના પાઠ જીવનમાં શીખવા પડે છે. માણસે પોતે કંઈક છે તેવા નશામાં ન રહેતાં સામાન્ય જન તરીકે રહે તો સમાજમાં તેનું સ્થાન ચોક્કસ હોય છે. આમ વિનય એ આપણા વ્યવહારજીવનનો અને અધ્યાત્મજીવનનો પાયો છે. | (અમદાવાદસ્થિત જૈન ધર્મનાં અભ્યાસુ નલિનીબહેન દેસાઈ ગુજરાત વિશ્વકોશ અને જૈન વિશ્વકોશ સાથે સંકળાયેલાં છે. તેઓ વિવિધ સાહિત્ય સત્રોમાં તેમના અભ્યાસ લેખો પ્રસ્તુત કરે છે). ૧૯૮
SR No.034387
Book TitleGyandhara 15 Vinay Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages115
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy