SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ 82 L ܞܞܞ (જ્ઞાનધારા """" અને મનનીય બને છે. પરમ દાર્શનિક જયંતમુનિએ પ્રત્યેક દોહાની અર્થ સભર સુંદર વિવૃત્તિ કરી છે. ગાથા-૧ : મંગલાચરણમાં અરિહંત વંદના અને સ્તુતિનો મહિમા. ગાથા-૨ : સ્તુતિનો મહિમા દર્શાવેલ છે. ગાથા-૩ : ગુરુપ્રાણને વંદના ઉપરાંત તેમના ઉપકારને સ્મરણમાં લાવી બધી શક્તિ (સર્જકની)ના મૂળ સ્ત્રોત રૂપ ગણી પ્રેરણામૂર્તિ ગુરુને બનાવી ભક્તિનું સર્જકે અનુપમ દર્શન કરાવેલ છે. દીક્ષાગુરુનું ઋણ સ્વીકારી બધું શ્રેય તેમને અર્પેલ છે. ગાથા-૧૦ : અરિહંત-સિદ્ધ - ગુરુને વંદણા ભક્તિની અભિવ્યક્તિ. ગાથા-૧૪ : અને પદ્યના રાગની વિશેષતા અહીં બોધ-પ્રવચન અને સંગીત વચ્ચે ભેદ દર્શાવી તેની વિશેષતા પ્રસ્થાપિત કરવામાં આવી છે. જેમકે ગાથા-૧૯ : વાંચન સ્વાધ્યાયમાં વિસ્મૃતિની શક્યતા વધુ. સંગીત કર્ણપ્રિય હોવાથી આત્મસ્પર્શના સહજ સ્વાભાવિક બને. લીનતા સંભવે. તદુપરાંત વીરરસ અને વૈરાગ્ય રસની ઉત્પત્તિમાં પદ્ય માધ્યમ બની રહે છે. દોહાની રચના સરળતાથી સર્જકે પોતાને ભક્તિરસમાં ડુબાડી, સાથે સાથે શ્રોતા-વાચકને પણ રસતરબોળ બનાવ્યા છે જેનો અનુભવ સતત પ્રસંગોપાત થતો રહે છે. ગાથા-૨૩થી ૪૭ : ચોવીસ તીર્થંકરોની એક-એક ગાથા પ્રમાણ સ્તુતિ છે. ચોવીસ તીર્થંકરો તણી સ્તુતિ કરી પ્રભુ આજ તેમાં પ્રથમ ઋષભદેવજી જીવન કિર્તન કરવા કાજ સમકિત આત્મા પામિયો, પ્રથમ ભાવથી તે વિસ્તાર. કેવળ પામી સિદ્ધ થયા ત્યાં સુધીનો અધિકાર ...(૪૮) ગાથા-૪૮ થી ૧૫૩ : હવે પ્રભુ ઋષભદેવના ૧૦ ભવોની ગણતરી થાય છે જેનો ક્રમ નિમ્નલિખિત છે. ૧લો ભવ ધના સાર્થવાહનો - વસંતપુરનગર તરફ વિશાળ સંઘ કાઢી ઉત્તમ સંઘભક્તિ-સર્વ ઇચ્છુકનો સમાવેશ - ધર્મઘોષ આચાર્ય સપરિવાર આજ્ઞા લઈ જોડાયા. વર્ષાવાસ દરમ્યાન પ્રમાદવશ યથાર્થ સંભાળ નહીં લઈ શકાતા ક્ષમાયાચના અને પ્રતિલાભની વિનંતી સાથે ‘‘ઘી’’નું સુઝતા આહાર દાન - ઉચ્ચ ભાવનાથી સમ્યક્ દર્શનની સ્પર્શના અને ભવગણતરી શરૂઆત. ગાથા-૧૫૪થી ૨૬૨ : બીજા ભવ યુગલિકનો - સુખપ્રધાન. ત્રીજો ભવ સૌધર્મ દેવોકમાં ઉત્પતિ. ચોથો ભવ- મહાબલ કુમારનો. પિતા શતબલનો અશુચિ ભાવનાના ચિંતને ૧૬૩ હું સર્જકની વિચારસૃષ્ટિ હું હું વૈરાગ્યભાવ અજ્ઞાન અને મમત્વ શરીર પ્રત્યે મોહગ્રસ્ત બનાવે છે. તે બોધ કામ, ક્રોધ, મોહથી અંતરાત્મા દુભાય છે. કષાયનો સંતાપ ભયંકર. નશ્વર યૌવન. લક્ષ્મી આદિ સંસાર પ્રતિ વિરક્તતા કેળવવા અનુપમ ચિંતન સામગ્રી. શતબલની ચિંતનધારા પ્રેરણાત્મક છે. તપોધની સર્જક તપ અને જ્ઞાનનું તત્ત્વજ્ઞાન પ્રબોધે છે. આ ગાથાઓમાં રાજાના બે મંત્રીઓની સલાહના વિરોધાભાષી વિવાદ. આસ્તિકતા-નાસ્તિકતાના અભિપ્રાયો વિચારણીય છે. સ્થળસંકોચના કારણે વિસ્તાર કરેલ નથી. મહાબલકુમાર જાગૃત આત્મા છે. ગેરમાર્ગે દોરવાતા નથી. આ ગાથાઓ અધ્યાત્મભાવમાં વૃદ્ધિ કરનાર છે. પૂર્વભવની કથા પણ સાકળેલ છે. ગાથા ૨૬૩થી ૩૫૪ : પાંચમા ભવ બલિનાંગકુમાર નામે દેવનો છે. દેવના ભૌતિક વૈભવ દર્શાવે છે. સ્વયં પ્રભાદેવી પ્રતિ અનુરાગ-ચ્યવનથી વિષાદ, ઝુરણા - પૂર્વમંત્રી, સ્વયંબુદ્ધ ઈશાન દેવલોકના દેવ તરીકેની શાંત્વના. નારીમોહથી વિરક્ત થવા બોધ. અતિ મોહ કષ્ટદાયક. તે દેવી નિર્નામિકાનો ભવ – કેવળીમુનિના સત્સંગે બોધવચનો સ્પર્શતા પુણ્યોદય જાગૃત થયો. જીવનપરિવર્તન થયું. પોતાને અભાગી દુઃખી માનતી નિર્નામિકાને દેવલીલા દેખાડતા પ્રેરે છે જે નિદાન કરવાની પુનઃ દેવી થઈ લલિંતાગનો વિરહ શમાવે છે. સ્વયંપ્રભા રૂપે દેવી મળે છે. ગાથા ૩૫૫થી ૩૮૧ : ૬ઠ્ઠો ભવ જીવાનંદ વૈદ્ય તરીકેનો પ્રભુનો છે. પાંચ મિત્રો સાથે સેવાવૃત્તિથી પ્રેરાઈ મુનિને રોગમુક્ત વૈયાવચ્ચથી કર્યા. આ ૬ મિત્રોનું મુનિસેવા વિગેરે વિસ્તારથી આપી છે. ઘણી જ પ્રેરક કથા છે. વિસ્તૃત વર્ણન શક્ય નથી - બોધપ્રદ છે. છેવટે મિત્રો દીક્ષા લઈ સાધના કરી ૭મા ભવે બારમા દેવલોકમાં સાથે ઉત્પન્ન થયા. ગાથા ૩૮૭થી ૪૧૩ : ૮મો ભવ વજ્રનાભ ચક્રવર્તી તરીકનો છે, જેમાં તીર્થંકર નામ કર્મ (જિન નામકર્મ) ૨૦ બોલની આરાધનાથી બંધાય છે. ૯મા ભવે સર્વાધસિદ્ધિ વિમાનમાં ઉત્પન્ન થાય છે. ગાથા-૪૧૪થી ૪૬૦: વિષયાંતર ૨૫ સાગરદત્ત - તેનો મિત્ર અશોકચંદ્ર જે કપટ-માયાચારથી પ્રિયદર્શના જે સાગરદત્તની પ્રિયા છે. તેમાં ફૂટ પડાવવા - શંકાશીલ બનાવવા નિષ્ફળ પ્રયત્ન કરી તિરસ્કૃત થાય છે. ગાથા-૪૭૭થી ૪૫૮ : હવે ઋષભદેવ પ્રભુનો ચરમભવ શરૂ થાય છે. તેના પ્રત્યેક પ્રસંગો ગ્રંથના અંત સુધીમાં વર્ણવી લેવાયા છે. યુગલિક યુગનો અંત ત્રીજા આરાના અંતે આવતા સુમંગલા સુનંદાના પ્રસંગો. નાભિકુલકર મરૂદેવા માતાના ચૌદ સ્વપ્નોનું ૧૬૪ 82 R
SR No.034386
Book TitleGyandhara 12 Sarjakni Vichar Srushti
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherPravin Prakashan P L
Publication Year2015
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy