SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ( જ્ઞાનધારા) સર્જકની વિચારસૃષ્ટિ) ભાવાનુવાદ કરેલ છે. તે ઉપરાંત અનેક કૃતિઓની રચના કરી હતી. ઈ.સ. ૧૯૫૭માં સંસ્કૃત-ગુજરાતી વિનીત કોષનું સંપાદન કર્યું હતું. તેમની કૃતિઓની સૂચિ જોતાં જ ખ્યાલ આવે કે કેટલા જુદા જુદા વિષયો પરનું એમનું જ્ઞાન અદ્ભુત હતું. જીવનનાં છેલ્લાં ૨૪ વર્ષ લકવાની બીમારીમાં પથારીવશ રહ્યા. તે છતાં હિંમત હાર્યા નહીં. પથારીમાં સૂતાસૂતા પણ અનેક પુસ્તકો લખ્યાં. આવું પ્રતિભાવાન વ્યક્તિત્વ તેમનું હતું. ઘણાં અપ્રાપ્ય પુસ્તકો હાલમાં શ્રી સુનીલભાઈ ઉપાધ્યાય દ્વારા નવજીવન પ્રેસમાં પ્રકાશિત થઈ રહ્યાં છે જે ગૌરવપ્રદ છે. તેમનું અવસાન ૯૧ વર્ષની ઉંમરે ૨ જુલાઈ, ૧૯૯૬માં થયું હતું. ગોપાલભાઈએ ભગવાન મહાવીર, ગૌતમ બુદ્ધ, કુંદકુંદાચાર્ય, શ્રીમદ રાજચંદ્ર, સમુદ્રગુપ્ત, ટૉલસ્ટોય જેવા મહાપુરુષો વિશે પુસ્તકો લખ્યાં. ઈતિહાસ, ભૂગોળ, ગણિત, ભાષા પરના પુસ્તકો, ગીતાના છાયાનુવાદ સહિત પચાસ કરતાં વધારે પુસ્તકોનું સર્જન મહાવીર સ્વામીનો સંયમધર્મ’ ગોપાલદાસ પટેલની વિચારસૃષ્ટિ - જાગૃતિ નલિન ઘીવાલા અમદાવાદસ્થિત જૈન ધર્મનાં અભ્યાસુ જાગૃતિબહેને જૈનીઝમમાં M. Phil. કર્યું છે. સેમિનાર્સમાં અભ્યાસપૂર્ણ શોધપત્રો પ્રસ્તુત કરે છે. ‘મહાવીર સ્વામીનો સંયમધર્મ’ પુસ્તક એ સૌથી પ્રાચીન બાર અંગગ્રંથોમાં મહત્ત્વનું બીજું સ્થાન ધરાવતા ‘સૂત્રકૃતાંગ ગ્રંથ'નો છાયાનુવાદ છે, જેના સંપાદક શ્રી ગોપાલદાસ જીવાભાઈ પટેલે સરળ માત્ર ગુજરાતી ભાષામાં ગ્રંથ આધારિત વીરપ્રભુના ઉપદેશનું નિરૂપણ કર્યું છે. શ્રી ગોપાલભાઈ જીવાભાઈ પટેલનો સંક્ષિપ્ત જીવનપરિચય : શ્રી ગોપાલભાઈનો જન્મ ઈ.સ. ૧૯૦૫માં એપ્રિલ માસની ૨૮ તારીખે ગુજરાતના કરમસદમાં થયો હતો. શ્રી ગોપાલદાસભાઈ ગાંધીના રંગે પૂરા રંગાયેલા હતા તેથી જ ગુજરાત વિદ્યાપીઠ સાથે ખૂબ ગાઢ નાતો રહ્યો. તેઓએ સ્નાતકની પદવી વિદ્યાપીઠમાં જ લીધી હતી. તેમના પુત્ર ડૉ. વિહારીભાઈ તેમ જ પૌત્ર હર્ષ પટેલને પણ ગુજરાત વિદ્યાપીઠમાં ગુજરાતી માધ્યમમાં શિક્ષણ અપાવ્યું હતું. તેમના ગુરુ શ્રી મગનભાઈ દેસાઈ સાથે ગુજરાત વિદ્યાપીઠનાં કાર્યોમાં જોડાયા. ગ્રંથાલય સમિતિમાં મંત્રી તર્ક તેમજ ગ્રંથપાલ તરીકે પણ ઘણાં વર્ષો સેવા આપી. આઝાદીની લડતમાં સાચા સૈનિક બની બધી લડતમાં સક્રિય ભાગ લઈને અનેક વખત જેલમાં પણ ગયેલા. તે ઉપરાંત ‘સત્યાગ્રહ’ અને ‘ટંકારવ' જેવા માસિકપત્રોમાં કોઈની પણ શેહશરમ રાખ્યા વગર પોતાની કલમ ચલાવી હતી. ગાંધીજીના સત્સંગે તેમનો મુખ્ય રસ રચનાત્મક પ્રવૃત્તિઓ, શિક્ષણ, ગ્રંથાલય, પત્રકારત્વ, સાહિત્ય વગેરેનો રહ્યો હતો. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષા પર વિશેષ પ્રભુત્વ હતું. ભાષાંતરના શિરોમણિ ગણાતા હતા. તેમણે અનેક ગ્રંથો પર સરળ ૦ ૧પપ - ગ્રંથ વિવેચન : જેમાં સૌ પ્રથમ ‘બંધન કોને કહ્યું છે ?? તે પ્રશ્નના ઉત્તરમાં ગણધર સુધર્માસ્વામી જંબુસ્વામીને પરિગ્રહ, બંધ અને હિંસાને વેરવૃત્તિનું કારણ જણાવી બુદ્ધિમાન મુમુક્ષુ પોતાના જીવનનું સાચું મહત્ત્વ સમજી કર્મબંધનનાં કારણોથી દૂર રહેવાનું જણાવે છે. કર્મનાશના માર્ગ પર વિકાસ સાધવા જરૂરી સાવધાની :* પ્રથમ પોતાનામાં રહેલો પૂર્વસંબંધીઓ પ્રત્યેનો માયા-મમત્વનો ત્યાગ. * મનમાં અભિમાનરહિત પ્રમત્ત બની સંયમધર્મમાં સમવૃત્તિ. * સમિતિ - ગુપ્તિપૂર્વક સમાધિ અને તપમાં પરાક્રમ. * કામભોગોને રોગરૂપી સમજી સ્ત્રી સંબંધી પરીષહો પર સમભાવ. * સર્વે અનુકૂળ - પ્રતિકૂળ પરીષહો પર જય મેળવવો. * આત્મકલ્યાણ માટે તત્પરતા સાથે ધર્માર્થની ઉત્કંઠા. * ક્રોધાદિ તેમજ રાગ-દ્વેષાદિના ત્યાગ સાથે નિરંતર પરમાર્થ પ્રાપ્તિનો પુરુષાર્થ. તદુપરાંત મુમુક્ષુના માર્ગમાં આવતાં આંતર-બાહ્ય વિનો એ પ્રલોભનોથી સાવધ રહી વીરપ્રભુએ બતાવેલ માર્ગના અનુસરણનું નિર્દેશન છે. સ્ત્રી પ્રસંગ’ અધ્યયનમાં પણ ભિક્ષુને ભિક્ષા તથા ઉપદેશાદિ પ્રસંગે સારી-નરસી અનેક સ્ત્રીઓના પ્રસંગમાં નિર્લેપતાનું વર્ણન છે. ‘પાપનું ફળ’ અધ્યયનમાં નરકના જીવોને સહેવા પડતાં ભયંકર ૧૫૬
SR No.034386
Book TitleGyandhara 12 Sarjakni Vichar Srushti
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherPravin Prakashan P L
Publication Year2015
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy