SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ 72 ܞܞ જ્ઞાનધારા મુંબઈ, મહાવીરનગર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર ચીંચણ, મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર, અમદાવાદ ભાલનળ કાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ રાણપુર, માતૃસમાજ, ઘાટકોપર, સી.પી. ટેંક-મુંબઈ અને અમદાવાદ સહિત વીશેક સંસ્થાઓની સ્થાપના કરેલી. સંતબાલજીએ વ્યસનમુક્તિ બલિપ્રથા બંધ કરાવવાનાં, ખેડૂતોના પ્રશ્નો સોલ કરવા, પાણીની સમસ્યાનો ઉકેલ લાવવાના એવાં અનેક કર્યો કર્યાં. ૧૯૩૧માં દિનકર માસિકમાં સુખનો સાક્ષાત્કારના નામે તેઓના લેખોનું સંકલન કરી પુસ્તિકા પ્રકાશિત થયેલ જેમાં વ્યક્તિગત કે સમાજગત સુખ માટે બંધારણીય માર્ગે પ્રયાસ કરવાની વિગતો દર્શાવેલ. મુનિશ્રી સંતબાલજીએ રાણપુર નજીક નર્મદાના કાંઠે ઈ.સ.૧૯૩૬નો પૂરો એક વર્ષ મૌન સાધનાનો ગાળ્યો. આ કાળ દરમ્યાન તેમણે બધા ધર્મોનો અભ્યાસ કર્યો ઉપરાંત કાવ્યો – લેખ વિગેરેની લેખન પ્રવૃત્તિ જોરદાર બની ગઈ. વિશેષમાં ધાર્મિક અને આધ્યાત્મિક સાધના ઉપરાંત સંતે સામાજિક બાબતો અંગે શું કરવું લોકકલ્યાણ માટેની પ્રવૃત્તિઓમાં કેવી રીતે સક્રિય થવું વિગેરે બાબતોના સંપૂર્ણ ક્રાંતિકારી વિચારો ઉદ્ભવ્યા. ૧૯૩૭માં તેમણે મૌન તોડયા પછી એક જાહેર નિવેદન બહાર પાડ્યું. આ નિવેદનથી રૂઢિચુસ્ત જૈન સમાજમાં ખળભળાટ મચી ગયો. તેઓએ દર્શાવ્યું કે જૈન સંત તરીકે દીક્ષા લીધા પછી તેઓ વિશાળવિધ યોજનાનો એક ભાગ બની ગયા છે, જૈન સાધુઓએ સમાજસુધારણા માટે કામ ન કરવું જોઈએ તેવી કોઈ મનાઈ ફરમાવવામાં આવતી નથી. લોકસેવાના કાર્યથી તેઓ સંપ્રદાયથી જુદા થયા. સાધુવેશ ન છોડયો. ગુરુ નાનચંદ્રજી મહારાજે કહ્યું કે સંતબાલ જૈન સાધુ નહિ, જગત સાધુ છે અહીં તેમનાં લખાણોમાં ધર્મ આધારિત સમાજરચનાના વિચારો સ્પષ્ટ થયા. તેમના ધર્માનુબંધી વિષદર્શનના ૧૦ પુસ્તકો પ્રગટ થયા. ધર્મપ્રાણ લોકશાહીની લેખમાળા લખી પાછળથી તે પુસ્તક રૂપે પ્રગટ થઈ જેમાં ધર્મમાં આડંબર, આરંભ-સમારંભ અને ચૈત્યવાદના વિકારો સામે લાલબતી ધરી. આ લેખોની સાધુ સમાજ પર અસર થઈ. સમાજમાં પણ ઘણો ઉહાપોહ થયો. મુનીશ્રીએ આચારાંગ સૂત્રનો અનુવાદ અને વિવેચના કરી. તેની પ્રસ્તાવનામાં લખેલ કે શ્રી આચરાંગ સૂત્ર પ્રત્યેક સાધક પછી તે ગૃહસ્થ હોય કે સન્યાસી, ધનિક કે ગરીબ સાધન-સંપન્ન કે સાધન વિહિન એને નવી દિષ્ટ અને નવી પ્રેરણા આપી શકે છે. ૧૪૩ $.....સર્જકની વિચારસૃષ્ટિ ઉતરાધાયન સૂત્ર : ઉતરાધ્યયન સૂત્રના ગ્રંથ અંગે મુનિશ્રીના વિચારો હતા કે આજે આપણી પાસે ઉત્તરાધ્યયન સૂત્રની દીપિકા, નિર્યુક્તિ ભાષ્ય, ચૂર્ણિ, ગુજરાતી ટબ્બાઓ અને હિન્દી ટીકાઓ જૂદી જૂદી સંસ્થાઓ તરફથી બહાર પડી છે પરંતુ આ ગ્રંથમાં ખાસ કરીને કેવળ તાત્ત્વિક બુદ્ધિએ જ કાર્ય કરવાનો ઉદ્દેશ કાયમ જાળવી રાખ્યો છે. આ બધા દષ્ટિબિંદુઓ રાખવાનું એક જ કારણ એ છે કે આ ગ્રંથમાં રહેલી વિશ્વવંદ્ય ભગવાન મહાવીરની પ્રેરણાત્મક વાણીનો લાભ જૈન જૈનેતરો સૌ લઈ શકે. ܀܀܀܀ ભગવતી સૂત્ર પર મુનિશ્રીએ લખાણ કરેલું પરંતુ તે તેમના જીવનકાળ દરમ્યાન પ્રકાશિત થયેલ નહિ, કારણકે તાજેતરમાં ભાલનળકાંઠા પ્રાયોગિક સંઘ ગુંદીની લાયબ્રેરીમાંથી આશરે ૪૦૦ પાનાના હસ્તલિખિત ભગવતી સૂત્ર વિવૃત્તિ પ્રત પ્રાપ્ત થઈ છે જે ટૂંક સમયમાં પ્રગટ થશે. મુનીશ્રી સંતબાલજીએ જૈન રામાયણ અને મહાભારત પર પણ ગ્રંથો લખ્યા છે. દાર્શનિક દૃષ્ટિ ભિન્ન ભિન્ન દર્શનો વિશે મુનિશ્રીએ પોતાની ડાયરીમાં અલગ અલગ વિષયની નોંધ કરેલી જેમાંથી દાર્શનિક દષ્ટિ પુસ્તકનું પ્રકાશન કરવામાં આવ્યું જેમાં, ઋગવેદ સંહિતા, મહાભારત, આરણ્યપક ઉપનિષદ, જૈન બૌધ્ધ ઈતિહાસ, પાંચ કોસની સ્પષ્ટતા સ્મૃતિના શ્લોકો, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા, કેવલા દૈતનો સિદ્ધાંત, વિશિષ્ટતા દૈત સિદ્ધાંત શ્રી વલ્લભાચાર્ય શુદ્ધાદ્વૈત નિર્ણાયક, સાંખ્ય દર્શન, યોગ દર્શન, વૈૌષ્ટિક અને નૈયાપક, રામાયણ અને યોગવશિષ્ટ અન્યાન્ય પુરાણો, કબીરના પદોનું રસદર્શન તુલસીદાસ, નાનક, મીરા સૂરદાસ, તથા ચૈતન્ય સ્વામી સહજાનંદ સ્વામીના સર્જન અંગેની સુંદર નોંધો જોવા મળે છે. રાજારામમોહનરાય, મહર્ષિ દયાનંદ સરસ્વતી, કૃષ્ણમૂર્તિ વિશેના વિચારો અને જૈન આગમ અંગેની નોંધ ઉપલબ્ધ છે. મીરા બહેને લખેલ પુસ્તક સંતબાલ : મારી મા પુસ્તકમાં સંબાલના વાત્સલ્યભાવનાં દર્શન થાય છે. સંતબાલજીની કાવ્યરચનાઓ સતબાલજીએ કેટલાંક યાદગાર કાવ્યોનું સર્જન કર્યું છે. તેમાન કાવ્યોમાં ૐ મૈયા એટલે સમગ્ર નારી પ્રત્યે આદરભાવ, વિધવાત્સલ્ય અને સર્વધર્મ સમભાવના વિચારો પ્રતિબિંબિત થાય છે. ૧૪૪ 72 R
SR No.034386
Book TitleGyandhara 12 Sarjakni Vichar Srushti
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherPravin Prakashan P L
Publication Year2015
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy