SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનધારા) આ ગ્રંથનો ગુજરાતી અનુવાદ “શ્રી જૈન ધર્મપ્રકાશ' માસિકમાં હપ્ત-હપ્ત સં. ૧૯૫૬ના જેઠથી સં. ૧૯૫૯ના ફાગણ સુધી પ્રગટ થયો હતો. પ્રથમ ત્રણ વિભાગ (પ્રસ્તાવો)નું ભાષાંતર સં. ૧૯૭૭માં અને તેની બીજી આવૃત્તિ સં. ૧૯૮૧માં બહાર પાડવામાં આવી હતી. ત્યાર બાદ ચોથા અને પાંચમા પ્રસ્તાવનું ભાષાંતર સં. ૧૯૮૦માં કરવામાં આવ્યું હતું. બાકીના ત્રણ પ્રસ્તાવનું ગુજરાતી ભાષાંતર સં. ૧૯૮૨માં થયું હતું. આ ગ્રંથ ફક્ત અરેબિયન નાઈટ્સ કે રોબિન્સન દુજો જેવો કથાગ્રંથ નથી. રઘુ, માઘ કે કિરાત જેવું કાવ્ય નથી. એ માત્ર રૂપકકથા નથી કે ન્યાયનો ગ્રંથ નથી. એ અમુક નથી કે તે નથી એમ કહેવા કરતાં તે સર્વસ્વ છે. ગ્રંથના સંદર્ભે સર્જકની વિચારસૃષ્ટિ : જૈન લેખક કે જૈનાચાર્યો માત્ર લખવા ખાતર કે જન-મનોરંજન માટે લખતા નથી. આ ઉક્તિ અનુસાર શ્રી સિદ્ધર્ષિગણિનો પણ આ ગ્રંથની રચના કરવા પાછળ ખાસ આશય, હેતુ હતો. આ મહાન ગ્રંથની રચનાના સંદર્ભે તેમની વિચારસૃષ્ટિના અનેક પાસાંઓનું દિગ્દર્શન એમના ગ્રંથોમાંથી ઉપલબ્ધ થાય છે જે નીચે મુજબ છે. ૧. ગ્રંથ પ્રયોજન - ગ્રંથકર્તાને ધર્મબોધકાર પાસેથી જ્ઞાન, દર્શન અને ચારિત્રની પ્રાપ્તિ થાય છે, પરંતુ ભવિષ્યમાં પણ તે ખૂબ મળ્યા કરે, તેના ઉપાય માટે પોતાની સદ્દબુદ્ધિ સાથે વિચારણા કરતા તેમને જણાયું કે આપેલ વસ્તુ ભવિષ્યમાં સારી રીતે મળે છે. આથી તેમણે નક્કી કર્યું કે, હવે જે કોઈ મારી પાસે આવશે તેને દાનમાં આ ત્રણ વસ્તુ આપશે. પરંતુ કોઈ પણ લેવા આવતું નથી, કારણકે લોકો તેમની જાત તરફ નજર કરે છે, તેમની યોગ્યતા જોયા કરે છે. ગ્રંથકર્તાને તો પરોપકાર કરવો હતો અને તે દ્વારા પોતાનો મહાસ્વાર્થ (પરમાર્થ) સાધવો હતો. આથી તેઓ ભગવાન મહાવીરના મતના સારભૂત જ્ઞાન, દર્શન અને ચારિત્ર જે સર્વ લોકોને બતાવવા માગતા હતા, તેથી તેના જાણવા યોગ્ય, શ્રદ્ધા કરવા યોગ્ય અને આદરવા યોગ્ય અર્થની એક ગ્રંથના આકારમાં રચના કરી. જૈન શાસનના ભવ્ય જીવો સમક્ષ આ ગ્રંથ ખુલ્લો મૂકવાથી તેમાં રહેલાં જ્ઞાનાદિ સર્વ જીવોને ગ્રહણ કરવા યોગ્ય થશે, ઉપયોગી થશે. સર્વ જીવોમાંથી એકને પણ તે ભાવપૂર્વક પરિણમશે તો સર્વ પ્રયત્ન સફળ થયા એમ માનીને ગ્રંથકર્તાએ આ ગ્રંથની રચના કરી છે જેમાં આખા સંસારના ' ૧૧૩ સર્જકની વિચારસૃષ્ટિ પ્રપંચનું પ્રસ્તુતિકરણ કરવામાં આવ્યું છે. ૨. કથાનુયોગનો આશ્રય : સંસારરસિક મોહાસક્ત મુગ્ધ પ્રાણીઓનાં મનમાં શરૂઆતમાં ધર્મ પ્રત્યે રુચિ હોતી નથી, આકર્ષણ હોતું નથી ત્યારે કામ અને અર્થ સંબંધી વાતો કરીને તેઓનાં મનનું પરિવર્તન કરી શકાય એ વાત કર્યા બરાબર સમજતા હતા. તેમને માનસ સ્વભાવનો સારો અનુભવ હતો. તેઓ જાણતા હતા કે પ્રથમ વખત સાધુ સમીપે આવનારને એકદમ ધર્મની, ત્યાગની, સંવરની વાતો કરવામાં આવે તો તે બીજે દિવસે ગુરુ પાસે આવતો જ અટકી જાય. આથી તેમણે કથાનુયોગનો આશ્રય લઈ ધર્મ, અર્થ અને કામ આ ત્રણે વર્ગના ઉપાદનનો સંબંધ આવતો હોય એવી સંકીર્ણ કથા દ્વારા યુક્તિપૂર્વક મનુષ્યની માનસસ્થિતિ સમજી-કરી આડકતરી પદ્ધતિથી ઉપદેશ આપવાનો સહારો લીધો છે. ૩. ગ્રંથનું નામકરણ : ગ્રંથકર્તાએ આ ગ્રંથનું નામ ઉપમિતિભવ પ્રપંચાકથા રાખ્યું છે. કારણકે 'જીવ' એટલે સંસાર. ‘ભવ’ શબ્દ ‘ભૂ ધાતુ પરથી આવ્યો છે. તેમાં હોવાપણાનો ભાવ રહેલો છે. આપણી ચારે બાજુ, દૂર-નજીક જે જોઈએ તે આખો સંસાર છે, ભવ છે. એમાં પ્રાણીઓનું જીવન, એના અંતરંગ અને બહારના ભાવો, વસ્તુ સાથેનો સંબંધ, તેનું તાદાભ્ય, તેનો વિરહ વગેરે સ્થળ તેમ જ સૂક્ષ્મ ભાવો, બનાવો, ગમનાગમન આદિ સર્વનો સમાવેશ સંસાર-ભવમાં થાય છે. પ્રપંચ એટલે વિસ્તાર અથવા તો ઠગાઈ, ફસાવટ. અહીં સંસારનો ફેલાવો કેવી રીતે અને શા માટે થયેલો છે, એવો ભાવ છે. જ્યારે ઉપમિતિનો અર્થ ઉપમાન થાય છે. જેનો અર્થ સરખાપણાના જ્ઞાનનું સાધન થાય છે. સંસારના વિસ્તારના સરખાપણાનું જ્ઞાન જેનાથી થાય તેવી કથા. આ કથામાં ચતુતિરૂપ સંસારનો વિસ્તાર ઉપમા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યો છે. તેથી આ ગ્રંથનું નામ યથાર્થ લેખાય. ૪. ગ્રંથ-વિષય વિમર્શ - કર્તાનો કથા દ્વારા સંસાર-વિસ્તાર બતાવવાનો હેતુ સ્પષ્ટ છે. ફક્ત વાતો કરવામાં આવે, ઇન્દ્રિયોનાં નામો કે ક્રોધાયમાન માયાનું સ્વરૂપ કહેવામાં આવે તો લોકોને એ વધારે અસર કરતું નથી, કારણકે એવી વૈરાગ્યની વાતો તો તેઓ ઘણી વાર સાંભળ્યા કરતા હોય છે. કોઈ નવીન પદ્ધતિથી આ વાત કરાય તો લોકો ખરી - ૧૧૪
SR No.034386
Book TitleGyandhara 12 Sarjakni Vichar Srushti
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherPravin Prakashan P L
Publication Year2015
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy