SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનધારા) તર્કપરાંત ઘણી કૃતિઓ તેમના નામે છે, પણ આજે ઉપલબ્ધિ નથી, જેવી કે પ્રમાણશાસ્ત્ર, અનેકાર્થશેષ, શેષસંગ્રહનામમાલા, સપ્તસંઘાત મહાકાવ્ય. ત્રિષષ્ટિશલાકાપુરષચરિત કુમારપાળ મહારાજાની વિનંતી સ્વીકારીને મહાભારત અને પુરાણોની બરાબરી કરી શકે તેવા મહાકાવ્યનું કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યએ સર્જન કર્યું છે. આ મહાકાવ્ય એટલે "ત્રિષષ્ટિશલાકાપુરષ ચરિત'. આ ગ્રંથમાં તેમણે દર્શાવ્યું છે કે યોગશાસ્ત્ર જેવા ગ્રંથો પોતાના માટે છે. શબ્દાનુશાસન જેવા ગ્રંથો સિદ્ધરાજ માટે છે તેમ આ ગ્રંથ ‘લોક’ માટે છે. સામાન્ય માનવી પણ કાવ્યનો અભ્યાસ કરી તેનો આસ્વાદ માણી શકે તે તેમના સર્જનનો હેતુ છે. આ કાવ્યની રચના અનુરુપ છંદમાં દસ પર્વોમાં ૩૬,૦૦૦થી વધુ શ્લોકોથી કરવામાં આવી છે. - ત્રિષષ્ટિ એટલે ૬૩. ૬૩ શલાકા પુરુષ કોને કહેવાય ? ૬૩ શલાકા પુરુષ એટલે જે મહાપુરુષોના મોક્ષ વિશે હવે સંદેહ નથી એવા પ્રભાવક પુરુષોને શલાકા પુરપ તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન શ્રી ઋષભદેવથી લઈને શ્રી મહાવીરસ્વામી સુધીના ૨૪ (ચોવીસ) તીર્થંકર + ૧૨ ચક્રવર્તી + ૯ વાસુદેવ + ૯ બળદેવ + ૯ પ્રતિવાસુદેવ = ૬૩ શલાકા પુરુષ. ૨૪ તીર્થંકર : (૧) ઋષભદેવ (૨) અજીતનાથ (૩) સંભવનાથ (૪) અભિનંદનસ્વામી (૫) સુમતિનાથ (૬) પદ્મપ્રભુ (૭) સુપાર્શ્વનાથ (૮) ચંદ્રપ્રભુ (૯) સુવિધિનાથ (૧૦) શીતલનાથ (૧૧) શ્રેયાંસનાથ (૧૨) વાસુપૂજ્ય (૧૩) વિમલનાથ (૧૪) અનંતનાથ (૧૫) ધર્મનાથ (૧૬) શાંતિનાથ (૧૭) કુંજાનાથ (૧૮) અરનાથ (૧૯) મલ્લીનાથ (૨૦) મુનિસુવ્રત (૨૧) નમિનાથ (૨૨) નેમનાથ (૨૩) પાર્શ્વનાથ (૨૪) મહાવીરસ્વામી. ૧૨ ચક્રવર્તી : (૧)ભરત ચક્રવર્તી (૨) સગર (૩) મધવા (૪) સનતકુમાર (૫) શાંતિનાથ (૬) કુંથુનાથ (૭) અરનાથ (૮) સુભમ (૯) પદ્ય (૧૦) હરિણ (૧૧) જય (૧૨) બ્રહ્મદત્ત. આ બાર ચક્રવર્તીમાંથી ત્રીજા મધવા, ચોથા સનતકુમાર, ત્રીજા દેવલોકમાં, આઠમા સુભમ તથા બારમા બ્રહ્મદત્ત સાતમી નરકે જઈ મોક્ષને જશે અને બાકીના આઠ સીધા મોક્ષે સીધાવ્યા. વાસુદેવ નર્કથી નીકળી પછી મોક્ષે જશે. નવ વાસુદેવ : (૧) ત્રિપૂટ (૨) દ્વિપૃષ્ઠ (૩) સ્વયંભૂ (૪) પુરુષોત્તમ સર્જકની વિચારસૃષ્ટિ) (૫) પુરુષસિંહ (૬) પુરુપુંડરિક (૭) દત્ત (૮) લક્ષ્મણ (૯) કૃષ્ણ. આ વાસુદેવો ત્રણ ખંડને જીતનારા તથા ચક્રવર્તી કરતાં અડધા બળવાળા હોય છે. દરેક વાસુદેવના મોટા ભાઈને બળદેવ કહેવામાં આવે છે. બળદેવ અને વાસુદેવના પિતા એક અને માતા જુદી જુદી હોય છે. ૯. બળદેવ : (૧) અચલ (૨) વિજય (૩) ભદ્ર (૪) સુપ્રભ (૫) સુદર્શન (૬) અનંદન (૭) નંદન (૮) યક્ષ-રામચંદ્ર (૯) બળભદ્ર. તેઓમાંના પ્રથમ આઠ મોક્ષે ગયા અને નવમાં દેવલોકમાં ગયા. નવ વાસુદેવોના સમયમાં નવ પ્રતિવાસુદેવો પણ થાય. પ્રતિવાદેવ : (૧) અથગ્રીવ (૨) તારક (૩) મેરક (૪) મધુ (૫) નિપકુંભ (૬) બલિ (૭) પ્રલાદ (૮) રાવણ (૯) જરાસંઘ. પતિવાસુદેવો પાસે એક ચક્ર હોય છે અને તે જ ચર્થી વાસુદેવો તેઓને મારે છે અને તેઓએ જીતેલા ત્રણ ખંડના વસુદેવો માલિક બને છે. પ્રતિ વાસુદેવો પણ નરકગામી થાય છે અને ભવાંતરમાં મોક્ષે ચોક્કસ જાય છે. આ ગ્રંથમાં ૬૩ શલાકા પુરુષના જીવજ્ઞચરિત્રનું વર્ણન કરવામાં આવ્યું છે. તે ઉપરાંત બીજી અનેક નાની-મોટી પૌરાણિક કથાઓ પણ નિરૂપવામાં આવી છે. જે તે શલાકા પુરૂષના સમયનો ઈતિહાસ, ધાર્મિક અને સામાજિક ઉત્સવોનું, રીતરિવાજો, દેશની આર્થિક, સામાજિક, રાજકીય પરિસ્થિતિ, લોકોની રીતભાતનું ખૂબ જ સુંદર શબ્દચિત્ર દોર્યું છે જે દ્વારા વાચક પોતાના મન:ચક્ષુ સમક્ષ ભાવચિત્ર, છબીચિત્ર ઊભું કરી શકે છે. આ સાથે આ ગ્રંથમાં શલાકા પુરૂષના જૈન કથાનકો, તે સમયની પ્રાચીન કથાઓની સાથે જૈન ધર્મના પાયાના સિદ્ધાંતો અને તત્ત્વજ્ઞાનનું વૈવિધ્ય જોવા મળે છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની આ મહાકાવ્ય ઉચ્ચ કોટિની કાવ્યરચના છે. કાવ્યના જે પણ લક્ષણ હોય તે સર્વે આ મહાકાવ્યમાં પૂર્ણતયા વિદ્યમાન છે. આ ગ્રંથ દસ પર્વોમાં વિભાજિત કરવામાં આવ્યો છે. અહીં દસે પર્વો વિશે વાત કરવી ઘણી મુશ્કેલ છે. કારણ આ ગ્રંથકાવ્ય તો વિશાળ સાગર જેવો છે. ગ્રંથના પ્રથમ પર્વમાં શ્રી ઋષભદેવ અને ભરત ચક્રવર્તીનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. સાથે સાથે બીજી અનેક કથાઓનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. આ ગ્રંથમાં શ્રી ઋષભદેવ પ્રભુના જીવનની જે ઘટનાઓને ગૂંથી લેવામાં આવી છે તે સંક્ષિપ્તમાં આ પ્રમાણે છે : (૧) શ્રી ઋષભદેવ પ્રભુના પૂર્વ બાર ભવોનું વર્ણન. (૨) પ્રથમ કુલકર શ્રી વિમલવાહનનો પૂર્વભવ. ૧૦૮
SR No.034386
Book TitleGyandhara 12 Sarjakni Vichar Srushti
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherPravin Prakashan P L
Publication Year2015
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy