SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ 51 L ܀܀ “ં જ્ઞાનધારા કે ‘વળાહિતો મોવો' ચારિત્ર (આચાર)થી જ મોક્ષ પ્રાપ્ત થાય છે. વળી પ્રભુ મહાવીરનું જીવન આચારનું સાક્ષાત જીવંત રૂપ હતું એટલે મહાવીરસ્વામીનો ધર્મ પ્રચારપ્રધાન ન હોતા આચારપ્રધાન છે. આચાર જ સાધકની શ્રેષ્ઠતા અને નિકૃષ્ટતાનું થર્મોમીટર છે. આચારમાં જીવનને ઉચ્ચત્તમ શિખરે પહોંચાડવાવાળા સમસ્ત સાધનોનો સમાવેશ થઈ જાય છે. માટે એ ઉત્તમ આચારથી મારો મુનિપુત્ર વંચિત ન રહેવો જોઈએ એ વિચારધારામાંથી જ દશવૈકાલિક સૂત્રનું પ્રરૂપણ થયું છે એવા દશ અધ્યયન પર એક દિષ્ટ નાખતાં જ એમની આ વિચારસૃષ્ટિની અનુભૂતિ થઈ જાય છે. દશવૈકાલિક સૂત્રની વિષયવસ્તુમાંથી પ્રગટતી એમની વિચારસૃષ્ટિ(૧) પ્રથમ અધ્યયન - દુમપુષ્ક્રિયા - દ્રુમપુષ્પિક્ - આ અધ્યયનની પાંચ ગાથામાં એમના અહિંસાપ્રધાન માનસનું દર્શન થાય છે. પોતે એક પશુમેઘ જેવા હિંસક યજ્ઞો કરતા હતા. એમાંથી પરિવર્તિત થઈ અહિંસા ધર્મને આત્મસાત્ કર્યો હતો. એના ફળસ્વરૂપે આ પ્રથમ અધ્યયનનું ચયન થયું હતું. પ્રથમ ગાથામાં જ ધર્મનું સ્વરૂપ બતાવ્યું જેમાં હિંસાને પવિત્ર સ્થાન આપ્યું છે. પછી સંયમ અને તપને સ્થાન આપ્યું છે. આખા અધ્યયનનો સાર એ છે કે અહિંસા ધર્મની પૂર્ણ અરાધના કરવાવાળા શ્રમણો પોતાના જીવનનિર્વાહ માટે કોઈ પણ પ્રકારની હિંસા ન કરે, યથાકૃત આહાર લે માધુકરી (ભ્રમરની જેમ વૃક્ષના ફૂલને પીડા આપ્યા વગર રસ પીવો) વૃત્તિને અપનાવીને જીવનને સંયમ અને તપયુક્ત બનાવીને ધર્મ અને ધર્મીની એકતા સ્થાપિત કરે. (૨) બીજું અધ્યયન સામગ પુળ્વય શ્રામણ્યપૂર્વક અહિંસારૂપ ધર્મની પ્રરૂપણા પછી એમની વિચારધારા આગળ વધીને બીજા અધ્યયનમાં ૧૧ ગાથામાં શ્રમણ જીવનનું દિગ્દર્શન કરાવે છે. શ્રમણ જીવન કામવિકારોથી મુક્ત હોવું જોઈએ. જ્યાં કામ વિકાર છે ત્યાં ધર્મ નથી રહી શકતો. એના માટે રથનેમી અને રાજેમતીનું તથા અગંધક જાતિના સર્પનું ઉદાહરણ અસરકારક છે. જે સંયમમાં કેમ સ્થિર થવું એનું દિગ્દર્શન કરે છે. સાથે એ પણ બતાવ્યું છે કે જે સ્વેચ્છાથી ભોગોનો ત્યાગ કરે છે તે જ સાચા અર્થમાં ત્યાગી છે. શ્રમણનું મૂળ બીજ દ્યુતિ છે. એની રક્ષાના કારણોનું પણ અહીં વર્ણન થયું છે. (૩) ત્રીજું અધ્યયન મુક્રિયાચાર કડ્ડા લુલ્લિકાચાર કથા આચાર્યની વિચારસૃષ્ટિ આગળ વધી રહી છે કે જેનો આત્મા સંયમમાં સુસ્થિત હોય છે તે આચારનું પાલન કરે છે. સંયમની સ્થિરતા અને આરને ગાઢ સંબંધ છે. અનાચાર ૧૦૧ - હું સર્જકની વિચારસૃષ્ટિ હું હું આચારનો પ્રતિપક્ષ છે. આચારનું પાલન અનાચારના ત્યાગથી જ થાય છે. એ અનાચારના ૫૨ (બાવન) પ્રકાર બતાવીને એને ત્યાગવાનો છે જેથી શ્રમાનુભવ સાર્થક થાય જેનું ૧૫ ગાથામાં વર્ણન થયું છે. (૪) ચોથું અધ્યયન છછવણિયા - છજીવનિક્ત જૈન દર્શનનો મુખાય આધાય છ’કાયના જીવોની અહિંસાનું પાલન કરવું એ છે એ વિચાર જ્યારે મનોમસ્તિકમાં છવાઈ ગયો ત્યારે જે અધ્યયનની રચના થઈ તે છજ્જવણિયા. આ અધ્યયનમાં છકાયના જીવોનું સ્વરૂપ (પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસકાય એ છ’કાય), એની રક્ષા કેવી રીતે થાય એનું નિરૂપણ છે. સંયમી સાધુ વિશ્વમાં રહેલા સર્વ સચરાચર જીવોની હિંસા મન, વચન, કાયાથી પોતે કરે નહિ, બીજા પાસેથી કરાવે નહિ અને હિંસા કરે એની અનુમોદના કરે નહિ એમ નવ કોટિએ પ્રત્યાખ્યાન કરે. વડી દીક્ષા આ પાઠથી આપવામાં આવે છે તેમ જ સાધુ કેવી રીતે ચાલે, ઊભો રહે, બેસે વગેરેનું નિરૂપણ ૧૩૦ ગાથામાં થયું છે. (૫) અધ્યયન પાંચમું - પિંડેપણા - દીક્ષિત થયા પછી આહાર ગ્રહણ કરવાની વિધિ આવડવી જોઈએ. એવા વિચારમાંથી આ પિંડેષણા અધ્યયનનો જન્મ થયો. આ અધ્યયન બે ઉદ્દેશમાં ૧૫૦ ગાથામાં ગૂંથાયેલું છે. પિંડ એટલે અસણં, પાણં, ખાઇમં, સાઈમેં એ ચારે આહાર, અપાહા એટલે વેષણા (તપાસપૂર્વક થાયના) ગ્રહણેષણા (આહારાદિ ગ્રહણ કરવાની વિધિ) અને પરિભોગેપણા (ગ્રહણ કરેલા આહારને ભોગવવાની વિધિ) ટૂંકમાં ભિક્ષાચારીના પિંડેણ અને ગ્રાસેષણનું વર્ણન છે. (ખાવાની) સાધુ-સાધ્વી સાવધાની-સતર્કતાપૂર્વક ગોચરી કરે તો મહાન ર્મોની નિર્જરા કરે છે એ આ અધ્યયનો સાર છે. - (૬) છઠ્ઠું અધ્યયન · માયાર કરી નિર્દોષ આહાર ગ્રહણ કરનાર સંયમીનો આચાર કેવો હોવો જોઈએ ? આ વિચારે સૂરિને છઠ્ઠું અધ્યયન રચવા પ્રેર્યા. ત્રીજામાં ક્ષુલ્લકાચારની અપેક્ષાએ આમાં આચારનું કથન વિસ્તારથી થયું છે માટે એનું નામ મહાચાર કથા છે. અહીં અઢાર સ્થાનકરૂપ શુદ્ધ સંયમનું વર્ણન ૬૯ ગાથામાં થયું છે. (૭) સાતમું અધ્યયન સુવક્કસુદ્ધી - સુવાક્યશુદ્ધિ-આચાર્યની વિચારધારા આગળ વધતા વધતા, વાણીના પ્રયોગ પર અટકી, સંયમી સાધુનો વાર્તાલાપ કેવો નિયંત્રિત હોય, હિતકારી, મિતકારી હોય એનું સુપેરે વર્ણન જેવું કર્યું એ છે વાક્યશુદ્ધિ અધ્યયન. સંયમી સાધકે કેવો ભાષાપ્રયોગ કરવો અને કેવી ભાષા ન બોલવી એનું વર્ણન ૫૭ ગાથામાં કરવામાં આવ્યું છે. ૧૦૨ - 51 R
SR No.034386
Book TitleGyandhara 12 Sarjakni Vichar Srushti
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherPravin Prakashan P L
Publication Year2015
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy