SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ િજ્ઞાનધારા) આચાર્ય શત્રુંભવસૂરિની દશવૈકાલિક સંદર્ભે વિચારસૃષ્ટિ - ડૉ. પાર્વતી નેણશી ખીરાણી (ડૉ. પાર્વતીબહેને “શ્રાવક કવિ ઋષભદાસના ‘જીવ વિચાર રાસ’ પર Ph.D. કર્યું છે. લિપિવાચન, હસ્તપ્રતોના સંશોધન અને જૈન શિક્ષણના કાર્યમાં રસ લે છે). પૂર્વભૂમિકા : આ અવસર્પિણીના ચતુર્યકાળના અંતમાં ચરમ તીર્થંકર મહાવીરસ્વામીરૂપ સૂર્ય અસ્ત થઈ ચૂક્યો હતો. પંચમકાળમાં ચમકેવળી જંબુસ્વામીરૂપ ચંદ્ર પણ અસ્તાચળે જઈ રહ્યો હતો ત્યારે શાસનધૂરા પ્રથમ શ્રુતકેવળીરૂપ દીપક એવા પ્રભવસ્વામીને સોંપાઈ ગઈ હતી. શ્રુતકેવળીરૂપ દીપકનો ટમટમાટ ચાલુ હતો ત્યારે પ્રભવસ્વામીએ પોતાના બુઝાવા આવેલા દીપકમાંથી બીજો શ્રુતકેવળીરૂપ દીપક પ્રગટાવ્યો તે જ આચાર્ય શય્યભવસૂરિ. આ. શયંભસૂરિનો જીવનવૃત્તાંત : ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ પછી પાટાનુપાટ બિરાજતા શ્રુતકેવળી આચર્ય પ્રભવસ્વામી શાસનધૂરા એને યોગ્ય શિષ્યના દર્શન ન થતાં એમણે અન્ય સ્થાનોમાંથી શિષ્ય શોધવાનો પુરુષાર્થ આદર્યો. શ્રુતજ્ઞાનના પ્રભાવે એમની દષ્ટિમાં રાજગૃહ નગરમાં વી.સં. (વીર સંવત) ૩૬મા જન્મેલા (પ્રભુ નિર્વાણના ૩૬મા વર્ષે જન્મેલા) લસ ગોત્રીય ૨૮ વર્ષના યુવાન, યજ્ઞનિષ્ઠ, યજ્ઞવિશારદ, પ્રકાંડ પંડિત, વેદ-વેદાંગના જ્ઞાતા, સમર્થ વિદ્વાન, તત્ત્વચિવાળા એવા શય્યભવ ભટ્ટ' આવ્યા, જે એમને પોતાના ઉત્તરાધિકારી તરીકે સંપૂર્ણ રીતે યોગ્ય લાગ્યા. પણ એના માટે એ સમર્થ વેદજ્ઞ બ્રાહ્મણ પંડિતને જૈન ધર્માભિમુખ કરવા જરૂરી હતા તેથી એમણે પોતાના બે શિષ્યોને એમની યજ્ઞશાળામાં મોકલ્યા જ્યાં એ સર્જકની વિચારસૃષ્ટિ) પશુમેધ યજ્ઞ કરી રહ્યા હતા. ત્યાં પહોંચેલા મુનિ ભગવંતોનું ત્યાં ઉપસ્થિત બ્રાહ્મણોએ અપમાન કરીને બહાર કાઢયા ત્યારે મુનિ ભગવંતોએ જતાં જતાં શચંભવ ભદ્રને સંભળાય એમ કહ્યું, ‘ગદો ! È, મદો ! તત્ત્વ વિજ્ઞાવર્ત નદિ'” અરે દુઃખની વાત એ છે ભારે કષ્ટ ઉઠાવો છો પરંતુ ખરું તત્ત્વ તો જાણતા જ નથી. આ શબ્દો સાંભળતાં જ શવ્યંભવ ભટ્ટ વિચારમાં પડી ગયા કે જૈન સાધુ ક્યારેય જૂઠું ન બોલે. એક બ્રાહ્મણને પણ જૈન સાધુના આચાર પ્રત્યે કેટલી શ્રદ્ધા ? તેઓ એ વાક્યનું રહસ્ય સમજવા આચાર્ય પ્રભવસ્વામી સમક્ષ ઉપસ્થિત થયા ત્યારે પ્રભવસ્વામીએ એમને આધ્યાત્મિક રીતે અહિંસક ભાવયજ્ઞનું યથાર્થ સ્વરૂપ સમજાવ્યું. તરૂપ અગ્નિ છે. જીવ સ્વયં અગ્નિકુંડ છે. યોગની શુભ ક્રિયાઓ ઘી હોમવાની કડછી છે. શરીરને શરીરના અવયવો છાણાં છે, કર્મ ઇંધણ છે. સંયમની પ્રવૃત્તિઓ શાંતિપાઠ છે. આવો જીવહિંસારહિત યજ્ઞ કરવો જોઈએ. શ્રુતકેવળીની વાણીનો પ્રભાવ ન પડે તો જ નવાઈ. આચાર્ય પ્રભવસ્વામીની જ્ઞાનગર્ભિત વાણીથી પ્રભાવિત થયેલા શäભવ ભટ્ટને સાચું તત્ત્વ સમજાઈ ગયું જેથી પ્રભવસ્વામી પાસે સમર્પિત થવા તૈયાર થઈ ગયા જેને કારણે જૈન શાસનને દશવૈકાલિકના રચયિતા તરક એક સમર્થ આચાર્યનો લાભ મળ્યો. પ્રભસ્વામીથી પ્રભાવિત થયેલા શય્યભવે ત્યારે ગર્ભવતી પત્ની, સ્વજનો, સ્નેહીજનો, ઘરબાર ત્યાગ કરીને વિ.સં. ૬૪માં ૨૮મા વર્ષે સાધુપણું અંગીકાર કર્યું. પછી અનુક્રમે જ્ઞાનભ્યાસ કતાં કરતાં ૧૪ પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કર્યું અને શ્રુતકેવળીરૂપ શ્રતસાંકળની બીજી કડી બન્યા. પ્રથમ કડી એટલે પ્રભવભગવાન મહાવીરસ્વામીની પાટ પરંપરામાં ચોથા પટ્ટધર બન્યા. આચાર્ય પ્રભવસ્વામીએ એમને વિ.સં. ૭૫માં આચાર્યપદ આપ્યું ત્યારે એમની ઉમર ૩૯ વર્ષની હતી. સંયમી જીવનના ૩૪મા વર્ષમાં ૨૩ વર્ષ સુધી યુગપ્રાધનપદે રહી નિપૂણતાપૂર્વક જૈનશાસનની ધૂરા વહન કરીને ૬૨ વર્ષની વયે વિ.સં. ૯૮માં કાળધર્મ પામ્યા. શ્રી દશવૈકાલિકની રચના માટેની ભૂમિકા શવ્યંભવ ભટ્ટની ગર્ભવતી પત્નીને જ્યારે અન્ય સ્ત્રીઓ પૂછતી કે બહેન, ગર્ભની સંભાવના છે? ત્યારે તે સંકોચપૂર્વક કહેતી કે, ‘મન’ (મનાક-) કંઈક છે. પછી યથાસમયે પુત્ર પ્રસવ્યો. ત્યારે ‘મા’ શબ્દ પરથી પુત્રનું નામ મનક રાખ્યું. મનક આઠ વર્ષનો સમજણો થયો ત્યારે એણે પોતાની માતાને પોતાના પિતા વિશે પૂછયું.
SR No.034386
Book TitleGyandhara 12 Sarjakni Vichar Srushti
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherPravin Prakashan P L
Publication Year2015
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy