SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનધારા) સત્ય, સમાજ, સમષ્ટિ, સમન્વય અને સંસ્કૃતિના ઉણાતા પંડિત સુખલાલજીની વિચારસૃષ્ટિ - પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ દેશ-વિદેશમાં જૈન ધર્મ પર મનનીય પ્રવચનો આપે છે. તેમણે જૈન સાહિત્ય અને તત્ત્વજ્ઞાનના વિપુલ ગ્રંથોનું સર્જન અને સંપાદન કર્યું છે. શિક્ષણ, પત્રકારત્વ અને ગુજરાતી સાહિત્ય ક્ષેત્રમાં પણ તેમનું નોંધનીય પ્રદાન છે. પંડિત સુખલાલજીની સત્યનિષ્ઠાનું સ્મરણ થાય એટલે ચિત્તમાં સત્યને કાજે ખાંડાની ધારે ચાલતા ગ્રીક તત્ત્વવેત્તા સૉક્રેટિસનું સ્મરણ થાય. સૉક્રેટિસની સત્યની ખેવના સાથે પંડિત સુખલાલજીની સત્યનિષ્ઠા યાદ આવે. સમયે સમયે ધર્મના સત્ય પર કાટ લાગી જતો હોય છે. એ અંધશ્રદ્ધા, જડ આચાર કે અજ્ઞાનનો કાટ દૂર થાય તો જ સત્ય પ્રગટ થાય. સત્યને કદી કાટ લાગતો નથી, પરંતુ કાટમાળથી સત્યને દબાવી દેવાનો પ્રયાસ થાય છે. પં. સુખલાલજીએ માન્યતાઓ અને ગતાનુગતિક્તાને સત્ય માનીને ચાલતા સમાજને સત્યનો પ્રકાશ દર્શાવ્યો. રૂઢિચુસ્તોની આંખો અંજાઈ જતી હોવાથી તેઓ સત્યનો પ્રકાશ સહન કરી શકતા નથી તેથી તેઓ આંખો મીંચીને એ સત્યનો વિરોધ કરે છે. પં. સુખલાલજી આવા વિરોધ સહન કરીને પણ ધીંગી, સ્પષ્ટ, માનવસંવેદનાયુક્ત અને તડજોડ વિનાની તાર્કિકતાથી સ્વતંત્ર ચિંતન આપતા રહ્યા. સાંપ્રદાયિક્તાની સંકીર્ણ દીવાલો ધર્મોમાં ભેદ ઉભા કરે છે. પં. સુખલાલજીએ આને માટે પ્રતિકાર કર્યો અને એ કાજે જે કંઈ સહેવું પડે તે લેશમાત્ર ફરિયાદ વિના સહન કર્યું, પણ સત્ય સાથે એમણે ક્યારેય કોઈ બાંધછોડ કે તડજોડ કરી નહીં. ગ્રીસના તત્ત્વચિંતક સૉક્રેટિસ, પ્લેટો જેવા કેટલાય તરણોમાં પ્રિય હતા. એમણે સેંકડો તરુણોને જીવનશિક્ષણ આપ્યું. તો સુખલાલજીએ પણ આ રીતે કેટલાય તરુણોના જીવનમાં વિદ્યાવ્યાસંગ જગાવ્યો, જેને પરિણામે પદ્મભૂષણ દલસુખભાઈ માલવણિયા, સર્જકની વિચારસૃષ્ટિ) ડૉ. પદ્મનાભ જૈની, ડૉ. ઇન્દુલાબહેન ઝવેરી, ડૉ. નગીનભાઈ શાહ જેવા કેટલાય વિદ્વાનો સમાજને પ્રાપ્ત થયા. પં. સુખલાલજીની આ સત્યોપાસના મર્મપર્શી, સર્વપર્શી અને સારગ્રાહી હતી. તેઓ માનતા કે સાચું જ્ઞાન તેને કહેવાય કે જેના ઉદય પછી રાગદ્વેષ વગેરેની પરિણતિ મંદ પડવા લાગે. જીવનમાં એમણે વાસ્તવિક પરિસ્થિતિનો સામનો કર્યો, એમાં ક્યાંય પલાયનવૃત્તિનો આશરો લીધો નહીં, એવું જ ‘ન દૈન્યમ, ન પલાયન” એમના વિચાર, આચાર, વક્તવ્ય અને લેખનમાં જોવા મળે છે. તેઓ ધર્મના બે પ્રકાર બતાવે છે, એક છે તેનો દેહ અને બીજે છે એનો આત્મા. બાહ્ય ક્રિયાકાંડ અને વિવિધ વિધાનો એ ધર્મનો દેહ છે, જ્યારે સત્ય, પ્રેમ, ઉદારતા, વિવેક, વિનય આદિ સદ્ગુણો એ ધર્મનો આત્મા છે. ગમે તેવો મહાન ધર્મ હોય, પણ જ્યારે તે બાહ્ય ક્રિયામાં અટવાઈ જાય છે ત્યારે એનો આત્મા વિલીન થવા લાગે છે અને ધીરે ધીરે એનું અસ્તિત્વ ગુમાવે છે. પં. સુખલાલજી એમ માનતા હતા કે સત્યની જિજ્ઞાસા અને શોધ કોઈ પણ એક સદીને વરેલી નથી. દરેક સદી અને યુગમાં ઇચ્છે તેને માટે તેનો સંભવ છે અને બીજા માટે ગમે તે સદીમાં અને ગમે તે યુગમાં પણ એનાં દ્વાર બંધ જ છે. એમણે એક મહત્ત્વની વાત એ કરી કે દાર્શનિકતા એ રાષ્ટ્ર કે સમાજના વાસ્તવિક અનોથી ક્યારેય વિમુખ રહી શકે નહીં. અન્ય દર્શનોના અભ્યાસ વિના મ દર્શનનું રહસ્ય સમજવું પણ મુશ્કેલ છે. વળી એની સાથોસાથ પં. સુખલાલજીએ એ સમયે શ્રી પરમાનંદ કાપડિયાની સામાજિક પ્રવૃત્તિઓને પણ ટેકો આપ્યો હતો અને એથી જ તત્ત્વજ્ઞાન એ સત્યની શોધમાંથી ફલિત થયેલા સિદ્ધાંતો છે અને ધર્મ એવા સિદ્ધાંતોને અનુસરીને નિર્માણ થયેલો વ્યક્તિગત તેમ જ સામૂહિક જીવનવ્યવહાર છે. તેઓની જૈન માટેની વ્યાખ્યા વિશિષ્ટ છે. તેઓ કહે છે, જે પારકાના શ્રમનો ઉપયોગ કરવાની વૃત્તિથી મુક્ત હોય, જે શ્રમનું મૂલ્ય પિછાણતો હોય જે લોભ-લાલચની વૃત્તિ ઉપર વિજય મેળવી શકે તે જૈન.” (“જૈન ધર્મ અને દર્શન’, ભાગ-૨, પંડિત સુખલાલજી, પૃ ૩૧૯) પં. સુખલાલજી દાર્શનિક હોવા છતાં વિશ્વચેતના સાથે સતત અનુબંધ ધરાવે છે. એમણે નવ વર્ષ સુધી કાશીમાં અભ્યાસ કર્યો. વ્યાકરણ, ન્યાય, કાવ્ય, કોશ, સાહિત્ય અને ધર્મશાસ્ત્રના તેઓ સમર્થ વિદ્વાન હતા. દર્શન અને તત્ત્વજ્ઞાનના પારગામી પંડિત હતા, પરંતુ એ સમયે પણ બંગભંગની ચળવળથી તેઓ વાકેફ હતા અને એ પછી ભારતના આઝાદી-આંદોલનના પ્રત્યેક તબક્કાઓને તેઓ જાણતા હતા. એટલું જ નહીં
SR No.034386
Book TitleGyandhara 12 Sarjakni Vichar Srushti
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherPravin Prakashan P L
Publication Year2015
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy