SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ 35 L ܀܀ "હું" જ્ઞાનધારા આત્મા સમર્થ, વીર અને સિંહની ઉપમા ધારણ કરે છે. અધ્યાત્મ એ પ્રત્યક્ષ ધર્મ છે. જીવનમાં ઉદ્ભવતી તમામ પ્રકારની સમસ્યાનું સમાધાન કરવા અંગેની સમર્થતા તેમાં વાઘેલી છે. મિથ્યાત્વ જે સ્થિતિમાં મનને વ્યાકુળ અને ઉગ્ર કરી ચિંતા કરવા પ્રેરે છે, ત્યાં અધ્યાત્મ એ સ્થિતિ અને સમસ્યામાં મનને ચિંતન કરવા પ્રેરે છે. જીવનમાં નવો દષ્ટિકોણ અધ્યાત્મજ્ઞાનથી પ્રગટે છે અને સ્થિતિને યોગ્ય દિશા અને સમાધાન પ્રાપ્ત થાય છે. ઉત્કૃષ્ટ ચિંતન અને આદર્શ કર્તવ્યપાલન એ અધ્યાત્મનો મુખ્ય સિધ્ધાંત છે. જે જે ક્ષેત્રમાં તેનો ઉપયોગ થાય, જે જે રીતે Apply થાય ત્યાં તેની અલગ અલગ રીત અને પદ્ધતિ થઈ જાય છે. અધ્યાત્મજ્ઞાનનું જીવનમાં અવતરણ એ શૂરવીરતા અને બહાદુરીનું આચરણ છ. જે રીતે બાહ્યશત્રુઓ સામે લડવા બાહુબળ, જૂથબળ અને સશસ્રબળ આવશ્યક છે, તે જ રીતે અત્યંતર શત્રુઓ, રાગ, દ્વેષ, કષાય વિ. શત્રુઓ સાથની ભીષણ લડાઈમાં વિજય પ્રાપ્ત કરવા અંગેનું અનિવાર્ય શસ્ત્ર અધ્યાત્મજ્ઞાન છે. અધ્યાત્મજ્ઞાન શરીર, મન અને આત્માનું રક્ષણ કરે છે. અધ્યાત્મનો ઉન્નતિક્રમ દરેક ક્ષેત્રે માનવીનું અધિપત્ય સિદ્ધ કરે છે. માનવ પાસે વિચારશક્તિ છે, વાણીશક્તિ છે, વ્યવસ્થાશક્તિ છે અને સર્વથી ચઢિયાતી વિવેકશક્તિ છે. પશુઓની વૃત્તિવાચક “પાશવીવૃત્તિ' શબ્દ સાંભળતાં જ ચરચરાટ થાય છે અને “માનવીયવૃત્તિ'' શબ્દ સાંભળતાં જ શાતાનો અનુભવ થાય છે, એક પ્રકારે સુવાસનો અનુભવ થાય છે. માનવીય જીવનની આ સુવાસ પ્રાપ્ત કરવા, આ ગુણવત્તાનું સ્તર ઉત્પન્ન કરવા કે માનવીય જીવનને બાહ્ય કે અભ્યાતર ક્ષેત્રમાં ઉભય રીતે સજાવવા, શણગારવા માટે જરૂરી છે અધ્યાત્મ જ્ઞાનધારાનું જીવનમાં સિંચન. ભયંકર અટવિમાં સિંહ કરતાં પણ શક્તિશાળી પ્રાણી હાથી છે, પરંતુ સિંહની પદવી અને ઉપમાના વિશેષણ ઉત્કૃષ્ટ છે. સિંહ બળવાન, આક્રમક કે હિંસક હોવાથી ઉત્કૃષ્ટ નથી પરંતુ તેનામાં રહેલ સત્વ; પરાક્રમ અને નિર્ભયતાના ગુણોથી સજ્જ હૃદયને કારણે તે સર્વોપરિતા ધારણ કરે છે. અનેક ઉપસહ, કર્મઆક્રમણ અને વિષય કષાયના અતિક્રમણમાં પણ સત્વશીલ, કર્મનિર્જરા, પરાક્રમી અને મૃત્યુ પ્રત્યે નિર્ભય એવા મહાન આત્માઓને આથી જ સિંહની ઉપમા આપવામાં આવે છે. અનંતયાત્રી મોક્ષમાર્ગી તેજસ્વી આત્મા આ બધા જ ઉત્કૃષ્ટ ગુણો ધરાવે છે, પણ તે ગુણોને ઉજાગર કરવા GC ....હું સર્જકની વિચારસૃષ્ટિ ******* અંગેનું એકમાત્ર માધ્યમ એ અધ્યાત્મ જ્ઞાન છે. દોષના નાનામાં નાના કેન્દ્રને જોવાસમજવાની દિષ્ટ, ગરૂડ પક્ષી જેવી દષ્ટિ એ અધ્યાત્મ જ્ઞાનથી પ્રાપ્ત થાય છે, પરંતુ અધ્યાત્મ જ્ઞાનના સંસ્કાર મૂળને સુરક્ષિત રાખવા જ્ઞાનેન્દ્રિયોના વિકૃત સ્વરૂપને વિવેક કવચથી અનાવ્રત રાખવા ખૂબ જ જરૂરીી છે. ܞܞܞ વિવેચક્થી કહે છે, અધ્યાત્મ એટલે શરીર, મન અને આત્માનું સંયોજન કરનાર અતુલ્ય માધ્યમ. સફળતાની યાત્રામાં જોડાઈ જીવનને વિશુદ્ધ, ઉજ્જવળ અને અપ્રમાદિ આત્મશુદ્ધિ પરાક્રમી બનાવવા અધ્યાત્મ જ્ઞાન-ચિંતન જરૂરી છે. નિર્ભિક મન અને અપૂર્વ' શાંતિ મેળવવાનું કલ્પવૃક્ષ, જીવનમાં ઘટતી અનેક શુભ-અશુભ ઘટનાઓમાં પણ મનને પ્રસન્ન રાખી પરમતત્ત્વ ઈશ્વર સાથેનું તાદમ્ય જાળવવાનું માધ્યમ એ અધ્યાત્મ છે. જીવનમાં અધ્યાત્મ ઉતારવો અતિ આવશ્યક છે. અજ્ઞાન અંધારા ઉલેચવાના ન હોય, પરંતુ જ્ઞાનરૂપી પ્રકાશ પ્રગટાવવાનો હોય. એ જ આ મહામૂલ્યવાન મનુષ્યભવની ફલશ્રુતિ હોઈ શકે. વિક્રમ સંવત ૧૪૬૬માં પ્રગટ થયેલ આ રત્નમણિ દીપક સમાન મહાન ગ્રંથ ‘‘અધ્યાત્મકલ્પદ્રુમ’” એ સહસ્ત્રાવધાનિ, કાલી સરસ્વતી, વાચકેન્દ્ર (ઉપાધ્યાયજી) શ્રી મુનિસુંદરસૂરિ મહારાજા સાહેબ રચિત અનેક શાસ્ત્રસર્જન પૈકીનું એક ઉત્કૃષ્ટ સર્જન છે. સ્મરણશક્તિ, કલ્પનાશક્તિ અને તર્કશક્તિના સ્વામી એવા શ્રી મુનિસંદરસૂરિ મ.સા., શ્રી સોમસુંદરસૂરિ મ.સા.ના પ્રખર મેધાશક્તિ ધરાવતા શિષ્ય હતા. આ મહાગ્રંથની રચના મુખ્યત્વે સંસ્કૃત ભાષામાં શ્લોક સ્વરૂપે થયેલ છે. ૪૯૬ શ્લોક વિસ્તારપૂર્વક અનુક્રમે સોળ શાખાના કલ્પવૃક્ષ સ્વરૂપ સોળ અધિકારો રસાધિરાજ શાંતરસ વિસ્તારે વિદિત થયેલ છે. ‘‘અધ્યાત્મ કલ્પદ્રુમ’”નો અર્થ એ થાય છે કે અનંતયાત્રી પરમ તેજસ્વી આત્મા દરેક જીવયોનિમાં જન્મ લઈને પુણ્ય અને કર્મના આધારે નિયતિથી ગતિ કરે છે. મનુષ્યભવમાં આવતાં જ આ આત્મા છે ઇન્દ્રિયના રથ પર આરૂઢ થઈ પુણ્ય અને કર્મના મહાઅનુષ્ઠાનમાં પ્રવેશે છે. પરમજ્ઞાની આત્મા ઇન્દ્રિયોને અધ્યાત્મના માધ્યમથી જ્ઞાન આચાર, દર્શન આચાર, ચારિત્ર આચાર અને તપ આચારના સંયમ અને વિશ્વના તમામ પદાર્થો સાથે મૈત્રી અને પ્રમોદભાવ ધારણ કરવા વિનવે છે. જેમ કલ્પવૃક્ષ પાસે યાચક ભૌતિક સુખની દષ્ટિ અંગેના પદાર્થોની યાચના કરી તે પ્રાપ્ત કરે છે, તે જ રીતે અધ્યાત્મ કલ્પદ્રુપ એ અધ્યાત્મિક ગુણોની યાચના કરવા અંગેનું કલ્પવૃક્ષ છે. આત્મા તેની સોળ અધિકાર સમાન શાખાઓ પાસે યાચના કરીને ७० 35 R
SR No.034386
Book TitleGyandhara 12 Sarjakni Vichar Srushti
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherPravin Prakashan P L
Publication Year2015
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy