SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનધારા) સાધક સાથી : પૂ. આત્માનંદજીની વિચારસૃષ્ટિ - મિતેશ એ. શાહ જૈન ધર્મના અભ્યાસુ, સાધક મિતેશભાઈ શ્રીમદ્ રાજચંદ્રજી આશ્રમ - ગાંધીનગર કોબા સાથે સંકળાયેલા || છે અને “દિવ્ય ધ્વનિ'ના તંત્રી છે. ભારતીય સંસ્કૃતિના ઉત્થાન, પોષણ અને વિકાસમાં ભારતીય સંતોનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહેલું છે. ભારતીય પ્રજામાં ધર્મ પ્રત્યે આસ્થા, સત્ય, દયા , અહિંસા, પરોપકારાદિ ગુણો દષ્ટિગોચર થાય છે. તેના મૂળ સ્ત્રોત ભારતીય સંતો-મહાત્માઓ છે. આવા એક મહાન સંત અમદાવાદથી આશરે ૧૬ કિ.મી.ના અંતરે આવેલ શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબાના અધિષ્ઠાતા, પ્રબુદ્ધ, મહાન અધ્યાત્મ પ્રવક્તા અને ભક્તસાધક શ્રદ્ધેય સંતશ્રી આત્માનંદજી છે. તેઓશ્રીના પવિત્ર જીવનથી વિશાળ શાસ્ત્રજ્ઞાનથી, પ્રભાવક વકતૃત્વથી, તીર્થંકરો અને સંતો પ્રત્યેના અપૂર્વ ભક્તિભાવથી તથા ધર્મ અને સમાજ પ્રત્યેના સદ્ભાવ અને સંનિષ્ઠાથી હજારો મનુષ્યોને દિવ્ય જીવન જીવવાની પ્રેરણા મળતી રહે છે. પૂજ્યશ્રી આત્માનંદજીના પાવન સાન્નિધ્યમાં હજારો મુમુક્ષુ ભાઈ-બહેનો સેવા-સાધના-સંસ્કારના માધ્યમથી આધ્યાત્મિક ઉન્નતિ સાધી રહ્યાં છે. ગુજરાતી જનતા જેઓને ઉચ્ચ કોટિના આધ્યાત્મિક સંત તરીકે ઓળખે છે તેવા અને સ્વ-પર કલ્યાણમાં અહોનિશ તત્પર રહેતા સંતશ્રી આત્માનંદજી તેમના સાધનાપ્રધાન જીવન, વિશાળ શાસ્ત્રજ્ઞાન અને અનુભવવાણી દ્વારા અનેક મુમુક્ષુઓને આધ્યાત્મિક માર્ગદર્શન પૂરું પાડે છે. છેલ્લાં પાંત્રીસ વર્ષોથી આધ્યાત્મિક અને શૈક્ષણિક સંસ્થાઓમાં સ્વાધ્યાય-પ્રવચનો, તીર્થયાત્રાઓ, યુવાશિબિરો, સાહિત્ય પ્રકાશનો, ગુરફળ સંચાલન તથા આરોગ્ય સેવાઓના ક્ષેત્રે તેઓશ્રીએ મહત્ત્વપૂર્ણ યોગદાન આપેલું છે. તેઓશ્રીની કાર્યશૈલીની વિશેષતા એ છે કે નાત, જાત કે સંપ્રદાયના ભેદભાવ વિના જૈન સર્જકની વિચારસૃષ્ટિ) ધર્મ ઉપરાંત સ્વામિનારાયણ તથા હિંદુ ધર્મની અનેક વિચારધારાઓને અનુસરતી સંસ્થાઓમાં પણ તેઓશ્રી પોતાના જ્ઞાન અને અનુભવોનો લાભ આપે છે. તા. ૦૨-૧૨-૧૯૩૧ના રોજ અમદાવાદ મુકામે તેઓશ્રીનો જન્મ થયો હતો. બાળપણનું નામ મુકુંદ સોનેજી હતું. નાનપણથી જ તેઓમાં ધાર્મિક સંસ્કારો દષ્ટિગોચર થતા હતા. M.B.B.s. બાદ તેઓશ્રીએ ઇંગ્લેન્ડમાં દાક્તરી અભ્યાસ કરી M.R.C.P. તથા D.T.M. & H.ની ઉચ્ચ મેડિકલ ડીગ્રીઓ પ્રાપ્ત કરી. ‘કુંદકુંદાચાર્યના ત્રણ રત્નો” અને “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથના ઊંડા અધ્યયનથી તેઓની આધ્યાત્મિક સાધનાને વેગ મળ્યો.મોઢામાં છાલાની ગંભીર બીમારી દરમ્યાન શાસ્ત્રોના ગહન ચિંતન અને મનનના ફળરૂપે તા. ૧૪-૦૨-૧૯૬૯ના દિવસે તેઓને શુદ્ધ આત્મજ્ઞાનનો ઉદય (આત્મ સાક્ષાત્કાર) થયો. ઇ.સ. ૧૯૭૫માં અમદાવાદ મુકામે સત્કૃત-સેવા - સાધના કેન્દ્રની સ્થાપના કરી. ઈ.સ. ૧૯૭૬ માં સહજાનંદ વર્ણ મહારાજની પ્રેરણાથી આજીવન બ્રહ્મચર્યવ્રત અંગીકાર કર્યું. ઈ.સ. ૧૯૮૨માં કોબા મુકામે શ્રીમદ રાજચંદ્ર આધ્યાત્મિક સાધનાકેન્દ્રની સ્થાપના કરી. ઈ.સ. ૧૯૮૪માં ગિરનાર મુકામે પૂજ્ય મુનિશ્રી સમંતભદ્ર મહારાજની આજ્ઞાથી વિશિષ્ટ નિયમ-વ્રતોને અંગીકાર કરી આત્માનંદજી નામ ધારણ કર્યું. યુ.કે. અને યુ.એસ.એ.ની ધર્મયાત્રાઓ દ્વારા વિદેશસ્થિત મુમુક્ષુઓને ધર્મજીવનનું માર્ગદર્શન પૂરું પાડયું. ઈ.સ. ૧૯૯૩માં શિકાગોમાં મળેલ વિશ્વધર્મ પરિષદની શતાબ્દી નિમિત્તે ભારતીય સંસ્કૃતિ, જૈન ધર્મ અને શ્રીમદ્ રાજચંદ્રજીના તત્ત્વજ્ઞાનની સચોટ રજૂઆત કરી. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, કોબામાં વિશાળ સ્વાધ્યાય હૉલ, લાયબ્રેરી, જિનમંદિર, મુમુક્ષુઓના આવાસ, ભોજનાલય, સ્વાગતકક્ષ, ગુરફળ, મેડિકલ સેન્ટર આદિની સુંદર સુવિધાઓ ઉપલબ્ધ છે. આજે ૮૩ વર્ષની ઉંમરે પૂજ્યશ્રી આત્માનંદજી સ્વ-પર કલ્યાણમય જીવન જીવી રહ્યા છે. પૂજ્યશ્રીની સાહિત્યિક અધ્યાત્મપ્રેરક કૃતિઓ : ‘fહતત્ત્વ મામૂ તિ સાહિત્યમ્’ સાહિત્ય એ સમાજનું દર્પણ છે. ભગવાન મહાવીરની ‘દિવ્ય ધ્વનિ'રૂપે નીકળેલ અમૃતમય વાણી શ્રી ગણધર ભગવંતો, શ્રી આચાર્ય ભગવંતો તથા સંતો-મહાત્માઓ દ્વારા પરંપરારૂપે આપણને પ્રાપ્ત થઈ છે. સમાજને યોગ્ય દિશાસૂચન કરવામાં તેમજ સમાજનું ઘડતર કરવામાં સંતોના અમૂલ્ય સાહિત્યનું બહુમૂલ્ય યોગદાન છે. મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે જે વ્યક્તિના ઘરમાં સારાં પુસ્તકોનો સંગ્રહ નથી એ ઘર નથી પણ સ્મશાન છે. - 9
SR No.034386
Book TitleGyandhara 12 Sarjakni Vichar Srushti
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherPravin Prakashan P L
Publication Year2015
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy