SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનધારા) પૂ. બાપજીએ આ પ્રયોગ તરત કર્યો અને સફળતા મળી. આ રીતે અનેક પ્રકારે ધ્યાન થતું ગયું અને પરિણામ એ આવ્યું કે, પૂ. બાપજી સહજ ધ્યાન દશામાં સરી પડતાં. કંઈક વાંચતાં હોય, કંઈ ચિંતવન ચાલતું હોય કે પછી ભાં-ઊભાં પ્રતિક્રમણ કરતાં હોય, સહજ ધ્યાન લાગી જાય. દેહભાન ભુલાઈ જાય. ન ગરમી-દંડી અનુભવાય કે ન તો મચ્છરના ઉપદ્રવનો ખ્યાલ આવે. ૨-રા-૩ કલાક સુધી આ ભાવદશામાં સ્થિર રહે... વળી પણ પૂ. બાપજી કહે છે - 'ધ્યાનમાં પ્રવેશ અને પ્રગતિ અર્થે બે અંગો અતિમહત્ત્વનાં છે, સમત્વની કેળવણી અને ચિત્તની એકાગ્રતા અથવા સાક્ષીભાવ. ધ્યાન સાધનામાં જેમ-જેમ સમતા અને સાક્ષીભાવ વધતો જાય તેમ-તેમ સાધક વ્યવહાર દષ્ટિથી ઉપર ઊઠી નિશ્ચયનાં લક્ષ્ય સાધના કરે છે. લોકનાં સર્વ દ્રવ્યોગુણ-પર્યાયોને નિશ્ચય અને વ્યવહાર રૂપે સમજ્યા પછી નિશ્ચયને મુખ્ય કરી આત્મભાવમાં ઓતપ્રોત થાય છે ત્યારે ધ્યાનના ઉચ્ચ પ્રકારની સંપર્શના ક્રે છે. તેમાં એક વિશેષ ધ્યાન છે. 'સોહમ્' સાથે સ્વને જોડવો. તેની સમજ આપતાં પૂ. બાપજી ફરમાવે છે - | ‘સોડમ - પરપેક્ષ- જે શુદ્ધ સ્વરૂપે સિદ્ધ પરમાત્ય છે, તે જ સ્વરૂપ મારું છે, હું પણ તેવો જ આત્મા છું. મારા આત્મામાં તિરોભાવે પરમાધ્યશક્તિ પહેલાં છે, પરંતુ તેના પર કોઈ વસ્તુનું આવરણ છે.' ‘સોહમ્ - સ્વપેક્ષા - જે-જે તત્ત્વોનું મેં નિરીક્ષણ કર્યું. તે-તે તત્ત્વ અને તેનો જોનાર તથા શક્તિરૂપ અર્થાત્ જ્ઞાતા-દષ્ટા રૂપ તે જ હું. જો આ બે ગુણો જ કામે લાગી જાય તો તે આત્માના અનંત ગુણોને વિકસાવી શકે તેમ છે.' આમ ધ્યાન વિષયક ગહન અનુભૂતિ અને સમ્યક સમજનાં દર્શન સર્વત્ર થાય છે. પૂ. બાપજીએ અન્યને ઉપદેશ આપતાં પહેલાં પોતાને જ ઠેરઠેર ઉપદેશ આપ્યો છે. ‘હે જીવ ! પ્રશંસાના સમયે તું જેટલો હરખાઈશ એટલો જ નિંદાના પ્રસંગે નિરાશ થઈશ, આ એક કુદરતનો ન્યાય છે.' હે જીવાત્મા ! તારા આત્માને અર્થાત્ ઉપયોગને પરમાત્મામાં જોડ અને પરમાત્મા પણ તને પરોક્ષ લાગતા હોય તો મહાત્મા યા ધરમાત્મામાં જોડ, નહીં તો તારા ઉપયોગનો દુરૂપયોગ થયો ગણાશે. સાથે ત્રણેય યોગનો પણ દુરૂપયોગ થઈ જશે.' સર્જકની વિચારસૃષ્ટિ) પૂ. બાપજીનું આંતરનિરીક્ષણ કાયમ ચાલતું, તેથી જ ઉપદેશ આપવાની વૃત્તિ વિરમતી ગઈ. વળી તેના પર ખૂબ જ ચિંતન થયું, તેથી તેઓ કહે છે - શ્રીમદ્ રાજચંદ્રજીનું વચન - પ્રથમ લે ઉપદેશ તું ‘આ વાક્ય પર વિચાર ને ઘૂંટણ ચાલ્યું અને વ્યાખ્યાન બંધ કર્યું. ને બીજાને ઉપદેશ દેવા કરતાં પોતાની જાતને ઉપદેશ દેવો એવો નિર્ણય કર્યો. સતત ઘૂંટવાથી એ ફળ મળ્યું કે અત્યાર સુધી જે ઉપદેશ અપાણો છે તે બીજાને, સામેના જનસમુદાયને લક્ષમાં રાખીને દેવાણો છે, પરંતુ હવે જે બોલાય છે તે હું જાણું-માનું-સ્વીકારું ને આચરું છું તે જ બોલાય છે. બીજું જ બોલાય તો તરત જ એમ થાય કે આ મારા જીવનમાં નથી. એટલે સ્પષ્ટ કહી દઉં કે આ મારામાં નથી.' પૂ. બાપજીમાં સચ્ચાઈનો ગુણ ઉજાગર હતો. પ્રત્યેક પળ સત્યતા સાથે જ વીતે તે માટે તેઓ ઘણા જાગૃત હતાં. તેઓ કહેતા આ જીવનમાં બીજું કાંઈ બની શકે કે નહીં પણ સચ્ચાઈને વરી જાવ. મનસા વાચા - કર્મણા સર્વદા - સર્વથા સચ્ચાઈથી જ વર્તવું... આત્માની શુદ્ધતા પ્રતિ તેઓ જેટલી જાગૃતિ સેવતા એટલી જ ગુરુભક્તિ - શ્રદ્ધા - સમર્પણ પણ તેઓને વરેલાં હતાં. સૌરાષ્ટ્ર કેસરી પૂ. ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મહારાજ પ્રત્યે તેઓની ગુરભક્તિ સરાહનીય હતી. પૂ. બાપજીના શબ્દોમાં - 'મારા હૃદયમંદિર, શ્રદ્ધા સિંહાસન પર પૂજ્યપાદ ગ્રદેવની મંગલમૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરી, નિત્ય - નિરંતર માનસપૂજા કરતી રહી છું, જે અધપિ પર્યંત અખંડભાવે ચાલુ જ છે.' આવી જ ભક્તિ જિનેશ્વર પરમાત્મા પ્રત્યે પણ પૂ. બાપજીએ દાખવી છે. પ્રભુ સાથે પ્રત્યક્ષ વાતો કરતા હોય તેવા ભાવા તેમની કાવ્યરચનામાં ઝળકે છે - 'પ્રભુ ! તારું-મારું અંતર મારે કાપવું છે'. આ ઉપરાંત પૂ. બાપજીનાં કાવ્યોમાં સાધના કરી શુદ્ધ થવાનો તલસાટ પ્રદર્શિત થાય છે. પોતાના દોષોને છતા કરી પરમાત્માની કૃપા અને કરૂણા પોતા પર ઉતરે તેવી યાચના કરે છે. “કરૂણા કેરો તું સાગર ને નાનકડી મુજ નૈયા, ઝંઝાવાતે જાળવજે હો ભવસાગર ખેવૈયા...' હું તો ભાવના ભાવું છું ભવનાં અંતની રે...' પૂ. બાપજીને આશ્રયે આવેલા ભક્તજનને ભવ તરી જવાની તૈયા પૂ. બાપજી જ આપે છે. વળી અશાતા વેદનીયના ઉદયમાં કઈ રીતે સ્વભાવમાં રહેવું, એ ચાવી પણ એ જ આપે છે. શ્રીમતી અરૂણાબહેન કમાણીના અંતિમ દિવસોમાં ૨૫ ૨૬
SR No.034386
Book TitleGyandhara 12 Sarjakni Vichar Srushti
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherPravin Prakashan P L
Publication Year2015
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy