SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ CNC જ્ઞાનધારા C આદિ નુકસાન થાય છે. અન્ય ધર્મના લોકો જૈન ધર્મનાં સાધુ-સાધ્વીજીઓની નિંદા કરે છે અને સોસાઈટીમાં રહેવાની પરવાનગી નથી આપતા. તો શું કરવું ? શું તેઓ બાથરૂમ, જાજરૂનો ઉપયોગ ન કરી શકે ? દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ અનુસાર ઉચિત સુધારા-વધારા કરવા જરૂરી હોય છે તે કરી શકાય છે. પ્રભુઆજ્ઞાની અશાતના ન થાય તે રીતે ગીતાર્થ, વડીલ, સંતો - આચાર્યો તથા જ્ઞાની મહાપુરુષોએ વિવિધ પ્રશ્નો, સમસ્યાઓ પર વિચારણા કરવાની જરૂર છે. બાકી સામાજિક ક્ષેત્રે જેમજેમ પ્રશ્નો થાય ત્યારે જનપ્રવાહ વિચલિત થાય.. થોડી વાતો.... આક્રોશ... ચર્ચા અને આખરે હતા ત્યાં ને ત્યાં ! પણ ધર્મ ક્ષેત્રે આવું ન ચલાવાય. ચતુર્વિધ સંઘની જવાબદારી ઘણી જ મોટી છે અને જૈન પત્રપત્રિકાઓએ જાગતા પ્રહરી બની દિગ્દર્શન કરાવવાની અનિવાર્ય ભૂમિકા ભજવવી જ રહી ! જૈન સમાજનાં અગ્રણી પત્ર-પત્રિકાઓએ કોઈ પણ પૂર્વગ્રહ-દુરાગ્રહ કે કદાગ્રહ વિના જ્યારે જ્યારે પ્રશ્નો ઊઠચા ત્યારે દીવાદાંડી બની દિગ્દર્શન કરાવ્યું છે. સંનિષ્ઠ અને નિષ્પક્ષ તંત્રીપદે શોભાયમાન સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહ, ખીમંચદ મગનલાલ વોરા, એમ. જે. દેસાઈ, વજુભાઈ અને આપિતામહસમાં સ્વ. વાડીલાલ મોહનલાલ શાહ અને બીજા અનેકોએ નૈતિક હિંમત સાથે સમાજને સમયેસમયે જાગૃત રાખવામાં પોતાનું યોગદાન આપ્યું. મનભેદ વિના મતભેદ મિટાવી જૈન શાસનની ગરિમા જાળવવા પ્રત્યે સજાગ રહેવાની જવાબદારી તો એક સામાન્યમાં સામાન્ય ‘“જૈન’”ના શિરે પણ આવી જ જાય છે તે ભૂલવું જોઈએ નહિ. આજે સમાજમાં ઐક્યતા માટે સહુ અથાગ પ્રયત્ન કરતા હોય છે, ત્યારે ઐક્યતાને ટકાવી રાખવા સહુએ પોતાની જવાબદારી સમજવી જોઈએ તેમાં જ શાણપણ છે. પરિણામધારા બદલાતા કે સમ્યક્ જ્ઞાનની પ્રાપ્તિ થતાં ભાવોમાં શુદ્ધિ આવે છે. રાગભાવ દૂર થઈ જાય છે. વિચારધારા બદલાતા સંયમપાલનમાં ઉત્સાહ આવી જાય છે, મજબૂતાઈ આવી જાય છે. રાગભાવ નીકળી જાય ને સંયમનું મહત્ત્વ સમાઈ જાય છે. વર્તમાન સમય જે ઊતરતો કાળ છે, પંચમકાળ જેમાં સર્વમ્ દુ:ખમ દુ:ખમ ૧૯૫૬ CNC જ્ઞાનધારા CO વિષમકાળ ચાલી રહ્યો છે ત્યારે ધર્મનું સમ્યક્ જ્ઞાન અંધકારમયી, તનાવયુક્ત જીવનમાં પ્રકાશ પાથરી શકે છે. ભગવાન કહે છે કાળ જેમ નબળો તેમ સાવચેતી વધારે રાખવી જોઈએ. શિયાળો ન હોય અને સ્વાસ્થ્ય સારું હોય તો કાન ખુલ્લા રાખીને બેસાય, પણ શિયાળાનો સમય હોય, સ્વાસ્થ્ય નબળું હોય તો કાન ન ઢાકે તો ન ચાલે, માંદા જ ન પડાય. જૈન સાધુનો જગતમાં જોટો જડે તેમ નથી... આ છે અણગાર અમારા... એટલે જ તો વિશ્વના ચિંતકો ઝળહળતાં જિન શાસન અને જૈન સાધુની પ્રશંસા કરતાં થાકતા નથી. F ૧૯૬
SR No.034385
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2014
Total Pages137
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy