SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ TOCTC જ્ઞાનધારા CCC @ ધર્ને નિયન · પરધર્મે મવિદ: I - એ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણએ કહ્યું છે. ત્યાં પ્રશ્ન એ થાય છે કે સ્વધર્મ એટલે કર્યો ધર્મ ? આપણે જન્મ્યા છીએ એ ધર્મ ? એ તો છે જ, પણ જ્યાં ઊંડા ઊતરી જે સ્વરૂપનું ભાન કરાવે, નિજત્વનું દર્શન કરાવે એવા અર્થમાં ઘટાવું રહ્યું. આત્મદર્શન જ પોતાનો ધર્મ છે. એને કેળવવાની જરૂર છે : કહેવાયું છે ને, એક મૂરખને એવી ટેવ, પથ્થર દેખી પૂજે દેવ તુલસી દેખી તોડે પાન, જળ દેખી કરે સ્નાન કથા સુણીને ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન. આપણામાં રહેલા ભ્રમને દૂર કરી બ્રહ્મની પ્રાપ્તિ એ જ જીવનનું સાફલ્ય છે. દા.ત. ગાંધીજીએ પ્રથમ સત્ય પરમાત્મા છે એવું કહ્યું, પરંતુ ત્યાર બાદ સત્યના પ્રયોગો કરતાં અંતે કહ્યું, સત્ય એ જ પરમાત્મા છે. તો અહીં ‘જ' ચોક્કસાઈ - નિશ્ચિતતા બતાવે છે. એ એમણે અનુભૂતિથી રજૂ કર્યું. આપણા જીવનમાં પણ સત્ય-સ્વધર્મનું ચિંતન થાય તો એવું કહેતા મને અતિશયોક્તિ નહીં થાય કે દુનિયામાં જે દુરાચાર, વ્યભિચારો, ચોરી, લૂંટફાટ જેવાં દૂષણો વધી ગયાં છે એનો નિવેડો આપોઆપ આવી જશે. ફક્ત જરૂર છે મનને કેળવો અને આત્મચિંતન કરવાની જરૂર છે. યુવાનો, જ્યાં જ્ઞાતિનો વાડો નહિ, પણ એનાથી ઉપર ઊઠવું જોઈએ. આજે આપણાં બાળકો કૉન્વેન્ટ સ્કૂલમાં જતાં થયાં છે, APC. છાત્રાલયોમાં જતાં થયાં છે. ત્યાં જાય એમાં પણ વાંધો નહીં, પણ ત્યાં કોઈ સંપ્રદાયના વાડામાં ચુસ્તતાની ઘરેડમાં નહિ, પરંતુ સત્ય તો કેટલું વિશાળ-અપરિમેય છે. એને કોઈ વાડામાં પૂરી શકાતું નથી. માટે મુક્ત રીતે વિહરવા દો આ ધર્મ-જ્ઞાનરૂપી ગગનમાં. માટે સત્ય કોઈ કંઠી ધારણ કરવાથી કે કોઈ ધાર્મિક ચિહનો અંગીકાર કરવાથી નહિ આવે. એ તો માત્ર નિમિત્ત બને છે, પરંતુ જો આંતરજ્ઞાન દીવો બુઝાઈ જશે તો આપણને સર્વ જગ્યાએ અંધકાર જ દેખાવાનો છે. માટે આત્મપ્રકાશ કરી અને ધર્મના સૂક્ષ્મ અર્થને સમજવો જોઈએ. સ્વધર્મ એટલો એક એવો ધર્મ જ્યાં વિવાદ નહિ, પણ પ્રેમનો સંવાદ હોય. એકબીજા સાથે હળીમળીને રહેનારી ભાવના હોય. વસુધૈવ કુટુમ્ - શુદ્ધ - ૧૭૧૯ OCTC જ્ઞાનધારા CS1C0 આચરણ હોય તો જ આપણે ધર્મના માર્ગે પહોંચી શકીશું, અન્યથા નહિ. ધર્મ એટલે શ્રદ્ધા, મૈત્રી, શાંતિ, તૃષ્ટિ-પુષ્ટિ, ઉન્નતિ, ક્ષમા, તિતિક્ષા, સુમતિ હોય તેવા ધર્મને આપણે સ્વીકારવો જોઈએ. ટી.વી. સિરિયલોમાં આવતી ધર્મપ્રેરક ફિલ્મ, પ્રેરક પ્રસંગોને પણ જોવા જોઈએ, જેથી દશ્ય-શ્રાવ્ય માધ્યમોથી પણ આપણે પામી શકીએ. યુવાનોમાં ‘કથા’ - પ્રસંગો પ્રત્યે પણ અભિરુચિ કેળવવી જોઈએ. જેમ પદ્મવિભૂષણ ડૉ. કુમારપાળ દેસાઈજીના મુખે જે કથાનું રસપાન થાય છે તો એવા ભાવોને પણ હૃદયસ્થ કરવાની જરૂર છે. ધર્મ તો શુદ્ધ ચૈતન્ય છે. શુદ્ધ ચૈતન્યમાં આજનો યુવાન તામસી બની ગયો છે, એવા યુવાનોને સભાન કરવાની જરૂર છે. જીવનમાં ધર્મનો આવિર્ભાવ થશે તો દંગા-ફસાદ, લૂંટફાટ, ચોરી, ભ્રષ્ટાચાર વગેરે ચોક્કસ દૂર થશે. અત્યાર સુધી શસ્ત્રો જ ચાલ્યાં. પાવન કુરાને શરીફ જેવું કામ ન કર્યું તેટલું તલવારોએ કર્યું. પવિત્ર ભગવદ્ગીતા અને વેદોએ જે ન કર્યું. તેટલું ધનુષ્યબાણે કર્યું. બાઈબલે જે કર્યું એનાથી વધુ તો બંદૂકો ચાલી. જો આવું હોય તો ધર્મને સૂક્ષ્મ રીતે શોધવાની જરૂર છે. વીર તો રણમાં છતે એને કહેવાય. પણ આપણે તો રાગ દ્વેષ જીતી અને મહાવીર થવાનું છે. એમના પંથે ચાલનારા છીએ તો પછી ઇર્ષ્યા, અસૂયા, રાગ-દ્વેષ આપણામાં હોય ખરાં ? મૂળ ધર્મના મર્મને પામી પ્રેમ-કર્મથી જીવનના મર્મ પિછાનવો જોઈએ. યુવાનોએ ધ્યાન રાખવું ધાર્મિકતા કઈ કપડાથી નહિ, પણ કાળજાથી મપાય છે. આજના યુગમાં એટલે કે અતિઆધુનિક યુગમાં ફૅશનવ્યસન-ટેન્શનમાં એટલા ખોવાઈ ગયા છીએ જેનાથી આંતરિક શુદ્ધિ તરફ બેધ્યાન બન્યા છીએ, તો આંતરશુદ્ધિ મહત્ત્વની છે. ધ્યાન, ધારણા, સાધના, મનન, ચિંતનથી આંતિરક શુદ્ધિ કેળવાશે જે ઊર્ધ્વગતિ પામવા સહાયક બની રહેશે. આપણે તો વિરાટ ધર્મરૂપી વૃક્ષનું રોપન કરવું છે, તો પ્રેમ, કરુણા, ક્ષમા જેવા ગુણોને પરિપ્લાન્વિત કરી યોગ્ય આચાર, વિચાર, વ્યવહાર સમાન કરી અને એનાથી ધર્મરૂપી વૃક્ષનું સિંચન કરીએ જેનાથી એ વૃક્ષની છાયામાં રહી શકીએ અને અન્યને પણ સહારો આપી શકીએ. ધર્મ એ શીખવાની વસ્તુ નથી, એ તો આપમેળે આપણામાં આવિર્ભત થશે. જેવા પડળ હટતા જશે તેમતેમ • ૧૭૨
SR No.034385
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2014
Total Pages137
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy