SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ OCTC જ્ઞાનધારા OિTO મારી કૉલેજમાં સ્નાતક તેમ જ અનુસ્નાતક કક્ષાએ પ્રશ્નાવલિ દ્વારા એનાં મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે. શરૂઆત કરીએ ધર્મ શબ્દથી. ધર્મ એ તો ગગન સિદ્ધામ-વ્યોમ જેવો વિશાળ છે. જે બધાને સમાવી લે તેનું નામ ધર્મ. બુભક્ષા, મુમુક્ષા જગાડે તે ધર્મ. આજના યુગમાં ધર્મ નામે ગ્રુપ બનાવી દીધેલ છે, પરંતુ ધર્મ તો ખરેખર ધૂ-ધારયતિ શબ્દ પરથી ઉતરી આવેલો છે. જે સત્યને ધારણ કરનાર છે તે ધર્મ કહેવાય. ધર્મ માણસને અભય બનાવે. ધર્મ વ્યક્તિને સમવાદ શીખવે. ભ્રમથી બ્રહ્મ, ભોગથી ત્યાગ, રતિથી વિરક્તિ, અધ્યારોપથી અપવાદની યાત્રા એ ધર્મ. ધર્મ એટલે હિંદુ ધર્મ, મુસ્લિમ ધર્મ, ખ્રિસ્તી ધર્મ, જરથુસ્ત ધર્મ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ ઇત્યાદિ ધર્મો ! પરંતુ એનાથી ઉપર એક ધર્મ છે, જે છે સ્વધર્મ, માનવધર્મ, સ્વરૂપધર્મ...! આજના યુગમાં ભૌતિક જીવનમાં તો બહુ અટવાયો, પણ હવે આપણે ખુદમાં કેટલું રમણ કર્યું છે એ પાયાનો પ્રશ્ન છે. ધર્મ એટલે માત્ર જાપ-તપ-તિલક આદિ સુધી એનો અર્થ સીમિત ન રહેતા એથીય ઉપર ધર્મ તો સૂક્ષ્મ બાજુને વિકસાવવાનું કાર્ય કરે છે. આજના યુગમાં એની તાતી જરૂરિયાત છે. યથા મતિ-ગતિ હું ધર્મની વાત કરીશ. આપણે તો સંસારમાં ધર્મ એટલે સ્થળ અર્થને પકડીને આ જીવનરૂપી મહાસાગર પાર કરવા નીકળ્યા છીએ, પરંતુ હલેસારૂપી વહાણમાં સૂક્ષ્મ દૃષ્ટિથી ધર્મના સથવારે ચાલીશું તો ચોક્કસ આપણા યથાસ્થાને પહોંચી શકીશું. મૂર્તિપૂજા-તપ-જપ ઇત્યાદિ ધર્મના જ્ઞાનને સમજવા માટે જરૂરી જ છે. એમાં બેમત નથી, પરંતુ થાય છે એવું કે આપણે એને જ ધર્મ માનીને 'કંઈક' વીસરી રહ્યા છીએ. તો વીસરેલા તત્ત્વને સાથે રાખી ચાલશે તો ચોક્કસ આપણને સફળતારૂપી મોતી મળશે જ. પણ જરૂર છે થોડું અલગ રીતે વિચારવાની, સમજવાની અને આપણે તો ‘સપ્તભંગીનયના' ચીલે ચાલનારા છીએ તો આ ધર્મ ક્ષેત્રે કેમ પાછા પડીએ. તો ચાલો કેળવો સૂક્ષ્મદષ્ટિને. જીવનમાં ઘણા શબ્દો એવા છે, જેના પર લખવું હોય એટલું લખી શકાય. આમાંનો એક શબ્દ તે ‘ધર્મ' છે. ધર્મની વાત કરીએ તો આપણે જે ધાર્મિક ક્રિયાઓ કરીએ છીએ એના ચોક્કસ ઉદ્દેશો રહેલા હોય છે. એ અર્થનો આત્મસ્વીકાર તો કરવો જ રહ્યો. તો જ આપણે સૂક્ષ્મ • ૧૬૫ TOCTC જ્ઞાનધારા CSC 6 ધર્મને પામ્યા છીએ એવું કહી શકાય. તો ચાલો, યુવાનોને ધર્માભિમુખ કરવાની સમ્યફ દિશા તરફ પ્રયાણ કરીએ. ધર્મ માત્ર પોથીમાં પુરાઈ રહે તો રાષ્ટ્રનું કલ્યાણ ન થઈ શકે, ન આત્માનું કલ્યાણ થાય, ન સમાજનું કલ્યાણ થઈ શકે. માટે ધર્મને પ્રેક્ટિકલ લાઈફમાં લાવો. જરૂરિયાતમંદ વ્યક્તિની સેવા કરો, ઉદાસીન વડીલના મોઢા પર એક સ્મિત લાવો અને પરસ્પર એકબીજાના તાંતણે બંધાતા રહીએ. એકબીજાની મુશ્કેલી જાણો અને એને દૂર કરો તો હું માનું છું કે તમે ધર્મનો યથાયોગ્ય ઉપયોગ કર્યો કહેવાશે. બાળક ગર્ભાવસ્થામાં હોય ત્યારે જ એનું જતનપૂર્વક ચિંતન કરો એટલે મૂળગત સંસ્કારો એમાં આવિર્ભત થશે. વ્રત, જપ, તપ, કથાઓ, સારા પ્રસંગોનું વાંચન ઇત્યાદિ વાંચન રાખો, જે થી ધર્મનું સિંચન કરી શકાય. ધર્મ બાળકમાં નાનાપણથી જ પેદા થાય એ માટેના પ્રયાસ ચોક્કસથી કરવા રહ્યા. બાળક જપ, તપ, દેરાસર, પાઠશાળા ઇત્યાદિમાં યથાશક્તિએ જતો થાય તેવા પ્રયત્નો ચોક્કસ કરવાના રહેશે. તિલક કરતો થશે પછી આપણે એના અર્થને સમજાવી શકીશું. ધીમેધીમે એ પણ ખયાલ આવશે કે તિલક એ મેકઅપ નથી, પરંતુ દેહનું ચેકઅપ છે. આવાં ગૂઢ રહસ્યો સુધી આવી ક્રિયાઓથી કરી શકાશે. માટે સૌથી પહેલા અને આ પ્રારંભિક તબક્કામાંનું જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે જેથી ધર્મના બોધને પામવા આ ક્રિયાઓમાં અભિરુચિ કેળવે એ ખૂબ મહત્ત્વનું છે. જેમ મદાલસાના પુત્રોએ આઠ વર્ષે વૈરાગ્ય ધારણ કર્યું હતું. આજના યુગમાં બાળક જન્મે છે જ ફાસ્ટ લાઈફમાં. લાડી-ગાડી-વાડીના મોહમાં ધર્મ ભુલાઈ ગયો છે. યાદ કરો ત્રણ વાણિયાનું દષ્ટાંત. આધુનિક વાતાવરણમાં બાળક જીવી રહ્યાં છે. એવાં બાળકો પહેલાંથી જ A-એપલ, B ટ્યુટુથ, સીડી, ઈ-ડિવાઈડર, E-ઇન્ટરનેટ, T-ટેબ્લેટ, W-વૉટસએપ આવા શબ્દોરૂપી મોહમાં જકડાઈ ગયાં છે, તો આ પરિસ્થિતિમાં આપણે ધમનાં મૂલ્યોનું સિંચન પણ જરૂરી છે. આવી પરિસ્થિતિમાં આપણે ધર્મનાં મૂલ્યોનું સિંચન અતિઆવશ્યક છે. અ-અહિંસા, દ-દયા, ક-કરુણા, વ-વિનય, ક્ષ-ક્ષમાં જેવા શબ્દો પણ બાળકને શીખવીએ, કારણકે નાનપણથી બાળક આવા શબ્દો બોલશે તો ચોક્કસથી એ શબ્દના અર્થને પણ પામશે અને શબ્દના પણ પોતાના વાઇબ્રેશન - ૧૬૬
SR No.034385
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2014
Total Pages137
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy