SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ OCTC જ્ઞાનધાર 016 તિથિ એ વ્યવહારકાળ છે અને નિશ્ચયકાળમાં કોઈ જ ભેદ નથી. તિથિની વ્યવસ્થા પણ સમાજનિર્મિત છે અને સમાજ એમાં યોગ્ય ફેરફાર કરી શકે. પરિવારોના દાખલા છે. જેઓ પર્યુષણના પ્રારંભ પહેલાં જ આઠ દિવસ પર્યુષણ” ઊજવે છે અને તપ, જપ, ક્રિયા, અનુષ્ઠાન વગેરે કરી લે છે તેઓનું માનવું છે કે આમ કરવાથી તપ દ્વારા મળતું માન-પાન સમાપ્ત થઈ જાય છે અને માન ક્લાય ઘટે છે. ૧૧. વિહારની પદ્ધતિ : વિહારની પદ્ધતિ જૂના જમાનાના રસ્તાઓ, વાહનવ્યવહાર વગેરે પર આધારિત હતી. હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. વિહાર મુખ્ય વાહનવ્યવહારના મોટા રસ્તાઓ પર થાય છે અને અકસ્માત વધતા જાય છે. ઉઘાડા પગે માટીની કેડી પર ચાલવું અને ડામરના પાકા રસ્તા પર ચલાવું - બન્નેમાં ઘણો તફાવત છે. સમય જતાં સાધ્વી-ભગવંતોને એકલાં વિહાર કરવાનું પણ જોખમકારક થશે તેવી પરિસ્થિતિની હાલના સમાચારો આગાહી કરે છે. વાહનના ઉપયોગ વગર વિહાર કરવાનો નિર્ણય ચાલુ રાખવામાં આવે તો નિર્દોષ પગરખાં અને રાહદારીની વ્યવસ્થાનો વિચાર કરવો જરૂરી છે. હાલમાં ઍરપોર્ટમાં વૃદ્ધ યાત્રીઓને સહાય કરવા માટે જે વાહન વપરાય છે તે વીજળીના ઉપયોગથી ચાલે છે અને ટૂંકા વિહાર માટે વાપરી શકાય. અમુક જગ્યાઓમાં આવાં વાહન “સોલર પાવરથી પણ ચાલતાં હોય છે. જો પ્રવચન માટે વીજ ઉપકરણોના ઉપયોગનો સ્વીકાર કરવામાં આવે તો વીજવાહનનો નિર્ણય સહેલો થઈ જાય છે. ૧૨. વીજ ઉપકરણો : સાંપ્રતકાળમાં વીજઉપકરણોના ઉપયોગ બાબતે વિવિધ મતો જોવામાં આવે છે. એક તરફ કાંડા ઘડિયાળમાં બૅટરી હોય તો તે પહેરીને સાધુ-ભગવંતોનાં દર્શન કરવાની મનાઈ છે, તો બીજી તરફ લાઈટ, પંખા, મોબાઈલ ફોન, માઈક-સ્પીકર સિસ્ટમ વગેરેનો ઉપયોગ પણ થાય છે. અંગત ઉપયોગને બાજુ પર રાખી સાર્વજનિક વ્યવસ્થાનો વિચાર કરવો અગત્યનું છે. હૉલ મોટો હોય અને વસ્તી ઘણી હોય ત્યારે માઇક / સાઉન્ડ - ૧૩૫ ૯ 10) C જ્ઞાનધારા 10 સિસ્ટમનો ઉપયોગ જરૂરી જણાય છે. જો પ્રવચન સંભળાય નહીં તો હાજર રહેલી જનતા નિરાશ થઈ જાય અને હાજરી આપવાનું માંડી વાળે તેમ પણ બને. અંગત ઉપયોગ માટે વીજ ઉપકરણોનો ઉપયોગ અયોગ્ય છે અને તે માટે સાધુસંઘે નિયમો કરવા જરૂરી છે. સ્વાસ્યને કારણે અગર અનિવાર્ય સંયોગોને કારણે શું કરવું તે નિર્ણય જરૂરી છે. ૧૩. સ્વાચ્ય અને વૈયાવચ્ચ : આ બાબત થોડી ચર્ચા મુદ્દા નંબર ૯માં કરેલ છે. વર્તમાનકાળમાં સ્વાસ્થ અને ભોજનનો વિશેષ સંબંધ છે. ગોચરીમાં ઘણી જ તકલીફ જોવામાં આવે છે. ખાસ કરીને શહેરોમાં જ્યાં ભોજન ઘણું જ મોડું બનાવવામાં આવે છે, કારણકે લોકો કામધંધેથી ઘરે અંધારામાં પહોંચે છે. વળી, મકાનો ઊંચાં થતાં ગોચરી માટે ઘણાં પગથિયાં ચડ્યાં બાદ દરવાજા બંધ હોય તો પરિશ્રમ નિષ્ફળ થાય છે. અમુક સાધુસંઘોમાં બપોરની ગોચરીમાં વધુ ભોજન લઈ અને તે જ ભોજન સાંજ માટે રાખવાનું સ્વીકાર્ય છે એમ સાંભળેલું છે. આ બધાં કારણોથી સ્વાથ્ય સાચવવું કઠિન થાય છે. વયોવૃદ્ધ અને જે ઓનું સ્વાસ્થ કાયમી ખરાબ હોય તેમને માટે સંઘ સંચાલિત આશ્રમો સ્થાપવાની જરૂરિયાત જણાય છે અને શ્રી તેરાપંથ સંઘે કરેલ વ્યવસ્થા અનુમોદનીય છે. ગોચરી માટે સંઘોનાં રસોડાં ચલાવવાની વ્યવસ્થાનો વિચાર કરી શકાય. મોટાં શહેરોમાં અમુક સાધારણ સ્થિતિનાં કુટુંબો હોય તેમને આર્થિક સહાય કરી સમયસર ગોચરી પ્રાપ્ત થાય તેવી યોજના કરી શકાય. ઉપરાંત જેઓને ગોચરી વહોરાવવાની ભાવના હોય, પરંતુ સંજોગોનુસાર કરી શકતા ન હોય તેઓ આર્થિક સહાય કરી સંતોષ પ્રાપ્ત કરી શકે. આ જ પ્રમાણે ઔષધિની વ્યવસ્થા પણ કરી શકાય. ૧૪. પરઠવવાની પદ્ધતિ : અન્ય ક્રિયાઓની માફક સાધુ-ભગવંતોને પરઠવવાની પદ્ધતિ પણ સમયની ચુંગાલમાં ફસાયેલી છે. તે જમાનામાં ખુલ્લી જમીન ઘણી હતી; વનવિસ્તાર ગામથી નજીક હતો અને ચંડીલભૂમિ ઉપલબ્ધ હતી. * ૧૩૬ *
SR No.034385
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2014
Total Pages137
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy