SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ TOCTC જ્ઞાનધારા CC0 ક્યારેય ઉદભટ- ગમે તેવા) વેષ ન પહેરવો તેમ જ કંજૂસ થઈ મલિન વસ્ત્રો પણ ન પહેરવાં. સાદા અને ચોખાં કપડાં પહેરવાં. દરેક માણસે પોતાનાં કુટુંબની સ્થિતિને અનૂકુળ કંઈક દાન કરવું જોઈએ. છતી શક્તિએ દાન ન દેવું એ અપરાધ છે. શક્તિ હોવા છતાં કાર્ય ન કરવું, તે શક્તિ ગોપવવાનું પાપ છે. દાન, જ્ઞાન, વકતૃત્વ ઈત્યાદિ શક્તિ જેની પાસે હોય તેનો તેણે ઉપયોગ કરવો જરૂરી છે. જે વસ્તુઓ નિર્માલ્ય થઈ ગઈ હોય તેને કાઢી નાખો. મતનું મેવવાની ઇચ્છા નહિ, સ્પૃહા નહિ એ જ સાચો મંત્ર છે. આવા ગુણો કેળવવાથી લોકપ્રિય બનશે. ૯. વિચાર-ઔદાર્ય :- માણસનું ચિત્ત ઉદાર જોઈએ. મન-વચન-કાયા ત્રણેની ઉદારતા જોઈએ. વિચારની ઉદારતા એ જ સ્યાદવાદ. દાન-વિનય-શિયળનાં ગુણો કેળવવા. અરસપરસનાં વિચારોમાં સમાધાન લાવવું તે સ્યાદવાદ. દુખમાંય સારું જોતાં શીખવું, એનું જ નામ સમ્યક્દષ્ટિ. બીજાને પ્રથમ સાંભળો, સમજે અને સૌ સાથે એકતા અને સમભાવ કેળવો. વિનય વગર બધા અધૂરા છે. કેળવણી એ વિનય છે. વિનયથી વાંકા વળીશું ત્યારે જ જ્ઞાન પ્રગટશે, આવશે અને ભરાશે. જીવનમાં નમ્રતા ખૂબ જરૂરી છે. અપરિગ્રહ અને શિયળ | સંયમથી વ્યક્તિ સમાજમાં, ધર્મમાં આગળ વધે છે. ૧૦. કુરતાનો ત્યાગ :- જીવનમાં કોઈ જાતની ક્લિષ્ટતા, ક્રૂરતા ન જોઈએ. જેનું હૃદય કોમળ હોય, બીજાનું સુખ અને સફળતા જોઈ રાચે એ ધર્મી છે. જે કરેલ છે તે જ બીજાને ઠારી શકે છે. જે પોતે બોધ પામેલ છે તે જ બીજાને બોધ પમાડી શકે છે. આપણે યાદ રાખવું જોઈએ કે જે આપીએ છીએ તે જ આપણને પાછું મળે છે. આ કુદરતનો સિધ્ધાંત છે. સારું આપશું તો સારું મળશે; ખરાબ આપશું તો ખરાબ મળશે. આપેલું કાંઈ નકામું નથી જતું. હા, કદાચ એ ફળતાં વિલંબ થઈ શકે, પણ ત્યાં અવ્યવસ્થા નથી એટલી શ્રધ્ધા રાખજો. આપણું કાર્ય એ છે કે અન્ય પ્રત્યે મૃદુતા રાખવી અને પોતાના જીવનનાં સંયમ, નિયમ, જીવનનાં અંતરાયો વેળા, સામનો કરતી વખતે વજતા રાખવી. ૧૧. પાપભીરતા :- નિર્ભય બનો પણ પાપનું કામ કરતાં જરૂર કરવું. આપણે ખોટું કરવું નહિ અને સારું કર્યા વગર રહેવું નહિ-એ વૃત્તિ કેળવવાની છે. આપણે મૌનની શાંતિ શીખવાની છે, તો જ આપણને આત્માનો અવાજ સંભળાશે. આપણાથી પાપ થવું ન જોઈએ અને થયું હોય તો ખેંચવું જોઈએ. ૧૨૩ XXXC şiI4&I I XXX માણસ જો ધર્મથી જીવે તો ધર્મ એનું રક્ષણ જરૂર કરવાનો. ધર્મવૃક્ષને તોડીને માણસ શાંતિ ક્યાંથી પામશે? ધર્મનો નાશ કરશો તો તમે જ તમારા જીવનને નુકશાન કરશો. ૧૨. અશઠતા/સૂરીલી સંવાદિતા - શઠ માણસ જે કરે તેની પાછળ તેની મેલી રમત રહેલી હોય છે. તેની આંખ, ચેષ્ટા, હાવભાવમાં માયા હોય. માયાવી માણસ બધાને છેતરતો હોય. એની આરાધનમાંય દંભ હોય, છળ-કપટ હોય. અશઠ એટલે જેવું મનમાં તેવું વચનમાં અને જેવું વચનમાં તેવું ક્રિયામાં. ત્રણેય વચ્ચે સુસંવાદ જોઈએ. વિચાર, વાણી, વર્તન-ત્રણેમાં સંવાદિતા આવવી જોઈએ. અંદરની વૃત્તિ બદલાવી જોઈએ. વૃત્તિઓની નિર્મળતામાં જ ધર્મ છે, પછી તો એને પરિગ્રહ ભારરૂપ લાગે. આ રીતે જીવન સંવાદમય બનાવવું. ૧૩. સુદાક્ષિણ્ય:- જેનામાં દાક્ષિણ્ય થાવ હોય એ માણસ બીજાને શુભમાં સહાયતા કરવા તૈયાર થાય છે. જ્યાં સુધી એ ન આવે ત્યાં સુધી માણસ માત્ર સ્વાર્થને ખાતર જ જીવે છે. પ્રથમ પોતાનું જીવન દાક્ષિણ્યભર્યું, પવિત્ર અને પરોપકારી બનાવવું જોઈએ. આપણે પહેલાં સુધરવું અને આપણા જ્ઞાનને અમલમાં મૂકવું. યુવાનો એ જોઈને તમારું અનુકરણ કરશે. દુનિયામાં આપણે આવ્યા છીએ તો દુનિયાનાં કામો કરવાં પડશે પણ દિવસમાં એકાદ તો એવું કામ કરો કે જે રાત્રે સૂતી વેળા તમને અંતરનો સાત્વિક આનંદ આપે., ઉલ્લાસ આપે એનું નામ દાક્ષિણ્ય. ૧૪. લજજાળુતા:- જ્ઞાનીઓ કહે છે કે લજ્જાળુ આત્મા હોય તે અકાર્યને દૂર જ રાખે. એવો માણસ અકાર્યમાં જાય જ નહિ. અયોગ્ય એવું કરે નહિ અને કદાચ નાનું પણ અકાર્ય થઈ જાય તો એનું દુ:ખ એને ખટકે, એનો પશ્ચાત્તાપ એને કોરી ખાય. એનું નામ લજજાળ. માનવીએ તો નિર્વ્યસની બનવાનું છે. આપણે જમ્યા ત્યારે એકેય વ્યસન લાવ્યા ન હતા. આ વ્યસનો તો અણસમજ, નિર્બળતા, અજ્ઞાન અને દુરાચાર તરફ લઈ જાય છે. વ્યસનો છોડવાં તે પ્રથમ પુરુષાર્થ છે. કાર્યોનો સમયવિભાગ પાડી દઈએ કે અયોગ્ય કામનો અવકાશ જ ન રહે. જેમ કે સવારે જરા પ્રાર્થનામાં બેસો. સુંદર વિચાર કરો. સવારના જ્ઞાનના આ વિચારો અંદર ભરી રાખો, તો ચોવીસ કલાક એની તાજગી રહેશે. બની શકે તો નાની એવી ચોપડી સાથે રાખો, અવકાશ મળે ત્યારે એમાંથી વાંચો. રાત્રે ઘરે આવો • ૧૨૪ ભs
SR No.034385
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2014
Total Pages137
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy