SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ CC જ્ઞાનધારા જૈન ધર્મની પ્રકૃતિ, જૈનધર્મનાં સિધ્ધાંતોનો પરિચય અને અભ્યાસ કરાવવામાં આવે. પ્રભુ મહાવીરની વાણી મૂળ સ્વરૂપમાં યોગ્ય સાધકો દ્વારા વહેતી કરવામાં આવે. એ પછી પુસ્તકોરૂપે હોય, જૈનશાળામાં હોય કે સેમિનાર કે વર્કશોપરૂપે હોય. એ દ્વારા જો વૈજ્ઞાનિક રીતે ધર્મ, અધ્યાત્મ અને વિજ્ઞાનને જોડવામાં આવે તો. આ વાત જે કોઈ વાંચે, સમજે, સાંભળે અને તેના મનને સ્પર્શે તો એની ડગમગતી શ્રદ્ધાને દૃઢ કરી શકાય. પ્રથમ વિજ્ઞાન અને આધ્યાત્મનો સેતુ જોડીએ. અમુક વિષયોને જો વ્યવસ્થિત રીતે નિરૂપણ કરવામાં આવે તો એ બધુંય મનનપૂર્વક વાંચ્યા પછી અધ્યાત્મને, ધર્મને ‘હંબગ’ કહેનારો, નાસ્તિક વર્ગ પણ ધર્મનું શરણું સ્વીકારતો થાય એ નિઃશંક છે. જેમ કે, આત્મા અને Extra Sensory Preceptions:- વિજ્ઞાન હાથ ધરેલાં સંશોધનોનાં પરિણામોએ બતાવી દીધું છે કે માનવી કોઈ અતિન્દ્રિય શક્તિ ધરાવે છે જેનાં ફળસ્વરૂપે એ સત્ય સમજાય છે કે શરીરનાં નાશ પછી પણ કંઈક કાયમ રહે છે, આ કંઈક એ ભૌતિક નથી પણ ચૈતન્ય અને આત્મા છે. વિજ્ઞાનની મર્યાદિતા :- વિજ્ઞાન રૉકેટો છોડી શકે છે પણ એક પુષ્પની પાંખડીનું ય સર્જન નથી કરી શકતું તો માનવચેતના તો ક્યાંથી પ્રગટાવી શકે ? વિજ્ઞાન જ્યાં અટકે છે ત્યાં આધ્યાત્મિક પ્રજ્ઞા પ્રકાશ પાથરે છે. ચૈતન્ય એ કોઈ રાસાયણિક પ્રક્રિયાની નીપજ નથી, તે કોઈ અગમ્ય, અપાર્થિવ શક્તિ છે, તે શક્તિ એ જ હું છું. સોહમ... પુનર્જન્મનો સિદ્ધાંત :- યુનિવર્સિટી કક્ષાએ થઈ રહેલાં સંશોધનોએ “Age regression"ના સિદ્ધાંત દ્વારા એ સાબિત કર્યું છે કે વ્યક્તિનાં જ્ઞાનનો આધાર દેહ નથી. દેહથી સ્વતંત્ર અસ્તિત્વ ધરાવનાર કોઈ જુદું તત્ત્વ દેહમાં છે અને દેહના નાશ સાથે એ તત્ત્વનો નાશ થતો નથી. આત્માને પોતાની અભિવ્યક્તિ માટે એક શરીર કાર્યક્ષમ ન જણાય તો તે એ કાર્યને અનુરૂપ અન્ય શરીર શોધી લે છે. આનાં ઘણાં સત્ય દષ્ટાંતો છે. આધ્યાત્મ વિજ્ઞાન કરતાં ઘણું આગળ છે :- આપણાં ભગવાન મહાવીરે ૨૬૦૦ વર્ષો પહેલાં સામાન્ય વાત કહેતા હોય તેમ ભાખેલું કે વનસ્પતિમાં પણ જીવ છે ને તેને સ્પર્શતા દુ:ખ થાય છે. - આ હકીકતને વિજ્ઞાન જગતમાં ૧૧૯ PCC જ્ઞાનધારા 5 OKC ત્યારે સ્થાન મળ્યું જ્યારે આ વાત જગદીશચંદ્ર બોઝે સાબિત કરી. આઈનસ્ટાઈન જેવા પ્રખર વિજ્ઞાનશાસ્ત્રીએ પણ આધ્યાત્મિક અનુભવ અને ઊર્મિને સમર્થન આપ્યું છે. આપણાં પ્રાચીન જૈન આગમો, મહાભારત, રામાયણ, વેદ-ઉપનિષદોમાં એવાં વિપુલ જ્ઞાનભંડારનો સંચય જોવા મળે છે કે જે જ્ઞાન આટઆટલી સાધનસામગ્રીની સહાય છતાં વિજ્ઞાનને આજેય અપ્રાપ્ય રહ્યું છે. કર્મનો સિદ્ધાંત :- આપણો આજનો મોટો પ્રશ્ન છે કે આપણા અનંત પ્રવાસમાં આપણું વર્તમાન જીવન કઈ રીતે વિતાવવું જોઈએ જે આપણાં માટે શ્રેયસ હોય અને વિવેકપૂર્વક આપણે પ્રેયસમાંથી પાછા હઠીએ. આ માટે જૈનધર્મનાં કર્મનો સિદ્ધાંત અદભૂત છે. પ્રકૃતિને કોઈ છેતરી શકતું નથી. અંધારે-અજવાળે, સારું-નરસું કરેલું કર્મ માનવીને જે તે બદલો આપે જ છે. કર્મનો આ નિયમ દીવા જેવો સ્પષ્ટ છે. માનવી પોતાના જીવનનો ઘડવૈયો છે. આજનો યુવાન તો અજ્ઞાન દશામાં રહેલ બાળક જેવો છે. એ આત્માને સમજતો નથી એટલે પોતે શું ગુમાવી રહ્યો છે એનું એને ભાન નથી અને ભૌતિકક્ષણિક સુખોની પાછળ ઉતાવળી દોટ મૂકી રહ્યો છે. એને પોતે કોણ છે તેની જ ઓળખાણ રહી નથી. જગતનાં સંસારી સુખો પાછળ એ આત્મિકસંપત્તિ લૂંટાવી રહ્યો છે. માટે જ્ઞાનીઓએ કહ્યું છે કે હે માનવી, તું તારી જાતને ઓળખ, તારી સંપત્તિને ઓળખ. જોતાં અને શોધતાં આવડે તો આત્માનો આ ખજાનો અઢળક છે, અમૂલ છે. રાગ-દ્વેષ અને જગતની જંજાળમાંથી જે મુક્ત હોય છે તેને જ આવું આત્મિક, સાચું સુખ મળે છે. ભગવાન મહાવીરે કહ્યું છે કે, “તું માત્ર તારા આત્માને સમજ, એટલે તું જગત અને પરમાત્માને સમજી શકીશ.'' જગતમાં વખોડવા કે વખાણવા લાયક કાંઈ જ નથી, વસ્તુમાત્ર પરિવર્તનશીલ છે. પ્રાજ્ઞ માણસનું કામ એ છે કે માત્ર જોવું અને જાણવું. એટલે કે આત્મા વસ્તુનો કર્તા નહિ પણ દટા, સાક્ષીરૂપ છે. જો આ વાત સમજાય તો જ ધર્મના પથ પર સમજણપૂર્વક આગળ વધી શકાય. આ જ છે સમ્યક્ દિશા. જૈન ધર્મમાં જીવન જીવવાની અદ્ભૂત કળા સમાયેલ છે. આ જૈન ધર્મ વર્તમાનમાં કેમ જીવવું એની ચાવી આપે છે. એમાં અનેકાંતદષ્ટિ, અહિંસા, કર્મનો સિદ્ધાંત, અપરિગ્રહ, સમભાવ, બિનસાંપ્રદાયિકતા જેવા મૂળભૂત સિદ્ધાંતો રહેલા ૧૨૦
SR No.034385
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2014
Total Pages137
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy