SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ TOCTC જ્ઞાનધારા CC0 ક્રોધ હિંસાદિ અસુરોને જન્મ આપે છે. ક્રોધની જેમ જ માન, માયા, લોભ, ઈર્ષ્યા, રાગ (આસક્તિ ભાવ), દ્વેષ (ધિકાર) આદિ પણ ખતરનાક છે. આ બધા પર કાબૂ મેળવવો હોય તો ધર્માભિમુખ થવું જ પડે છે, જેનાથી સુખશાંતિ, આનંદની પ્રાપ્તિ થઈ શકે. ધર્મ શું છે ? ધર્મ વૈકાલિક સત્ય છે. ભૂત-ભવિષ્ય-વર્તમાન ત્રણે કાળમાં અસરકારક હોય. ત્રણે કાળમાં એકસમાન હોય. દા. ત. પાણીને ત્રણે કાળમાં ૧૦૦ ડિગ્રીએ ઉકાળીએ તો વરાળ બનશે જ એમાં મીનમેખ ફેર નહિ પડે, એમ ધર્મ ત્રણે કાળમાં સુખ-શાંતિ આપે જ. ધર્મ સાર્વભૌમ સત્ય છે - કોઈ પણ ક્ષેત્રમાં પાણી ઊકળે તો વરાળ થાય જ એમ દુનિયાના કોઈ પણ છેડામાં કરવામાં આવે - ઘરે, બહાર, અમેરિકા, લંડન, ઓસ્ટ્રે લિયા કયાંય પણ સુખ-શાંતિ આપશે જ. ધર્મ સાર્વજનિક સત્ય છે. કોઈ પણ વ્યક્તિ પાણી ગરમ કરશે તો વરાળ બનશે જ એમ હિન્દુ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ કોઈ પણ ધર્મ કરશે તો સુખ-શાંતિ મળશે જ. ધર્મની વ્યાખ્યા આસ્તિક-નાસ્તિક કે કોઈ પણ દર્શન-મતને માન્ય હોય એવી હોય તો જ એ વિશ્વધર્મ બની શકે છે. જીવવું એ ધર્મ છે. એમાંય સુખપૂર્વક જીવવું એ ધર્મ છે. પીંજરામાં પોપટની સલામતી છે છતાં પીંજરું ખૂલતાં જ તે ઊડવા ઇચ્છે છે. તેથી સિદ્ધ થાય છે કે સુખ અને સ્વતંત્રતાપૂર્વક જીવવું એ ધર્મ છે. ધર્મનું ફળ છે. ચિત્તની શાંતિ કાંઈ મળે છે કે ન મળે, તૃપ્તિ તો થવી જ જોઈએ. ધર્મનું ફળ આવતા ભવે મળે એ વાત આંશિક સત્ય હશે. આજે ધર્મ કરીએ અને ફળ આવતા ભવે મળે એ ગણિત કોણ લાવ્યું ? જેનું ફળ ઓન ધ સ્પોટ ન મળે એવા ધર્મને આજના યુવાનો સ્વીકારતા પણ નથી. તરત ફળ ન મળે તો સમજવું કે આપણે સાચો ધર્મ કર્યો જ નથી. આજે કેટલાય લોકો ધર્મને બદલે માત્ર ક્રિયાકાંડ કરે છે. અહીં ક્રિયાકાંડ ન કરવા એમ નહીં, પણ ધર્મના તત્ત્વ સહિત ક્રિયાકાંડ હોય એ અત્યંત જરૂરી છે. માત્ર ક્રિયાકાંડ કરે પછી ફળ ન મળે તો ધર્મને દોષ આપે છે. તમે તમારા માટે ઇચ્છો છો એ જ બધાને માટે ઇચ્છો અને તમે જે તમારા માટે નથી ઇચ્છતા તે બીજા માટે નહિ ઈચ્છો એ જ ધર્મ છે. તમે સુરક્ષા, સુખ, શાંતિ, સુવિધા, TOCTC જ્ઞાનધારા CS1C0 સ્વતંત્રતા ઇચ્છો છો તો બધા માટે એ જ ઇચ્છો અને એ પ્રમાણેનું વર્તન કરો. કુદરતી કાનૂન છે કે તમે આપો છો તે જ તમને મળે છે. તમને મૃત્યુ નથી ગમતું તો બીજાને મૃત્યુ કેમ આપો છો ? અહિંસાનું પાલન એ શ્રેષ્ઠ ધર્મ છે. શ્રેષ્ઠ અહિંસા પાલન માટે સામાયિકનું સ્વરૂપ સમજીને સામાયિક કરવી તે ધર્મ છે. એ જ રીતે તમને અસત્ય, ચોરી આદિ ૧૮ પાપ નથી ગમતાં તો એ તમે ન કરો. એ ધર્મ છે. ગૃહસ્થ ધર્મમાં કદાચ સંપૂર્ણ એનાથી બચી ન શકાય તો એ પાપોથી પાછા ફરવા પ્રતિક્રમણ આદિ કરવું તે ધર્મ છે. ક્ષમા આપવી એ ધર્મનું પ્રવેશદ્વાર છે. આ પ્રકારે ધર્મ કરવાથી પરમશાંતિ મળે છે, આનંદ મળે છે. હું ધર્મ કરીશ તો દુઃખ નહિ આવે એવી ભ્રાંતિમાં પણ ન રહેવું. ધર્મી અને અધર્મી બંનેના જીવનમાં કર્માનુસાર દુઃખ આવે છે. ધર્માનિ દુ:ખ મુક્ત કરવા માટે આવે છે. અધર્મીન એ વધારે દુઃખી કરે છે. ધર્મથી અનાસક્તિયોગ જાગશે અને દુઃખ દૂર થઈ જશે. ધર્મથી રાગદ્વેષ ઘટે છે અને અધર્મથી રાગદ્વેષ વધે છે જેથી દુ:ખ વધે છે. આમ ધર્મની વ્યાખ્યા વિશાળ ફલક પર યુવાનોને તાર્કિક અને વૈજ્ઞાનિક રીતે સમજાવવામાં આવશે તો જરૂર વિશ્વધર્મ બનવાની લાયકાત ધરાવતા જૈન ધર્મ તરફ આકર્ષાશે, પણ ધર્મનું સ્વરૂપ સમજવા માટે ધર્મસ્થાનોમાં જવાની જરૂર છે. આજનો યુવાન દિશાહીન થઈને અહીંતહીં ભટકીને પોતાની મહામૂલી યુવાવસ્થા વેડફી ન નાખે એ માટે આપણે જાગવાની જરૂર છે. આજનો યુવાન ભોટ નથી. એને જરૂર છે યોગ્ય માર્ગદર્શનની, યોગ્ય વાતાવરણની. એમને ધર્મસ્થાનક તરફ આવતા કરવા કેટલાં પરિવર્તનોની જરૂર છે. આમેય પરિવર્તન એ આ વિશ્વનો નિયમ છે. પરિવર્તન એ કોઈ પણ પદાર્થની અનિવાર્ય અવસ્થા છે. જીવનનિર્માણ માટે પરિવર્તન આવશ્યક છે. બાલ્યાવસ્થાથી યુવાવસ્થા, યુવાવસ્થાથી વૃદ્ધાવસ્થા એ પરિવર્તનની જ દેન છે, પરંતુ એ પરિવર્તનમાં માનવતાનો નાશ ન થાય એ મહત્ત્વનું છે. અર્થાત્ પદાર્થની મૌલિકતા નષ્ટ ન થવી જોઈએ, નહીં તો એ પરિવર્તન ન કહેવાતા સર્વનાશ જ કહેવાશે. એ જ રીતે આજના યુવાનોને ધમર્યાભિમુખ કરવા માટે કેટલુંક પરિવર્તન પાયાન મૂળભૂત સિદ્ધાંતોને યથાવત્ રાખીને જ કરવા યોગ્ય
SR No.034385
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2014
Total Pages137
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy