SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ XOXOXC şiILAI OXXOXO ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થમાંથી બનાવેલ ખોરાક, કોઈક વાર ઉકાળેલું પાણી પરંતુ ક્ષારનું પ્રમાણ, પ્રદુષિત પાણીનો ઉપયોગ પણ કરવો પડે, જે સ્વાસ્યને ક્રમશ: નુકસાન કરે છે. આજનું વાતાવરણ - પર્યાવરણ ખૂબ જ પ્રમાણમાં પ્રદૂષિત છે. હવામાં અનેક પ્રકારનાં દૂષિત અને સ્વાથ્યને હાનિ પહોંચાડનાર ઝેરી કેમિકલ્સ ફેલાયેલાં હોય છે. આ ઉપરાંત અસહ્ય તાપ અથવા અસહ્ય ઠંડી, ઝડપથી વધતું જતું શહેરીકરણ, ઔદ્યોગીકરણ, ઘોંઘાટની તીવ્ર અસર સમાજની દરેક વ્યક્તિ માટે જોખમી છે. આધ્યાત્મિક જીવન જીવતાં સંત-સતીજીને આ અસરનો તેમ જ શારીરિક તકલીફોનો ભોગ બનવું પડે છે. (૧) પાચનતંત્રને અસર કરતા રોગ : સામાન્યતઃ સંતોની શારીરિક તકલીફો બહુ જ જૂજ પ્રમાણમાં જોવા મળે છે, પરંતુ જુદી જુદી જગ્યાએ ખોરાક બનાવવાની પદ્ધતિઓ અલગઅલગ હોય છે, જેથી ઍસીડિટી (Acidity), અને અલ્સર (Ulcer) - હોજરીમાં ચાંદાં અને અપચો (Indigestion) જેવી પાચનતંત્રને લગતી બીમારી થઈ શકે છે. ખોરાકને યોગ્ય તાપમાને જાળવવામાં ન આવે તો રોગકારક સૂક્ષ્મ બેરિયા (Bacteria growth)ની વૃદ્ધિ પણ થઈ શકે જેથી ડાયેરિયા (Diarrhoea), એન્ટેરિટિસ (Enteritis), કોલાઈટીસ (Colitis) જેવું ઇન્વેશન થઈ શકે છે. (૨) કિડનીને લગતા રોગ : (Kidne Disease) : અલગઅલગ ખોરાકનાં તત્ત્વો, જુદી જુદી જગ્યાએ બદલાતું પાણી તેમ જ વ્રત-ઉપવાસને લીધે પાણી પીવાની અનિયમિતતા કિડનીના રોગને આમંત્રણ આપે છે. આમાં રીનલ સ્ટોન (કિડનીની પથરી) તથા યુરીનરી ટ્રેક ઇન્વેશન ઘણા વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. (૩) કાર્ડિયાક ડિસીઝ (Cardiac Disease) અને હાઈપર ટેન્શન High Blood Pressur) : પ્રદુષિત વાતાવરણ, બદલાયેલો ખોરક તેમ જ શહેરી જીવનની વિષમ પરિસ્થિતિઓ સંતોને હૃદયસંબંધી નાની-નાની તકલીફો ઊભી કરે છે. વધુપડતો ચરબીજન્ય ખોરાક, વધુ પડતી ખાંડ (Suger)નો ખોરાકમાં ઉપયોગ તેમ જ વધુપડતા • ૮૭ : XXXC şiI4&I I XXX નમક (Salt)નો ખોરાકની બનાવટમાં ઉપયોગ રોગ માટે જવાબદાર બની શકે છે. (૪) Nutritional Deficience). ખોરાકમાં પોષ્ટિક તત્ત્વો, વિટામિન્સ, ખનીજ ક્ષારો (Minerals), આવશ્યક એમીનો ઍસિડ (Essentian Amino acids) વગેરેની ઉણપથી ન્યુટ્રિશનની અછત વર્તાય છે, જેથી રોગપ્રતિકારક શક્તિ શરીરમાં ઓછી થાય છે અને રોગ ઉત્પન્ન થાય છે, જેમાં (Osteomalacian) - હાડકાંને લગતી બીમારી, (Thyroid Desease) (કંઠમાળ), વિટામિન B12ની ઉણપ - (Anaemia), Muscular cramps • સ્નાયુ સંબંધી રોગની તકલીફો પણ થઈ શકે છે. (૫) મલેરિયા Malaria), Dengue (ડેંગ્ય), Chicken Gunia • ચિકન ગુનિયા (Infesctional Disease : - સંતોને વિહાર દરમિયાન અસુવિધાવાળા રહેઠાણમાં રહેવાનો પ્રસંગ પણ આવી શકે. આજુબાજુ ભેજવાળુ વાતાવરણ તેમ જ આસપાસનું વાતાવરણ પ્રદુષિત હોઈને મચ્છરજન્ય રોગ થવાનો ભય રહે છે. સતત વિહારને લીધે અનિયમિત ખોરાક, બદલાયેલો ખોરાક તેમ જ લાંબા - ઉગ્ર વિહારને લીધે ઇમ્યુનિટી - રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય છે, જેથી વારંવાર ઇફેકશનની ચિંતા રહે છે. સંતોને સાંધાનો દુખાવો (Joint Pain), (Backache) • પીઠનો દુખાવો, કમરનો દુખાવો, ડાયાબિટીસ, કબજિયાત (Constipation), ગળામાં દુ:ખાવો વગેરે તકલીફ જોવા મળે છે. ઉપવાસ તથા ચૌવિહારને લીધે નિયમિત દવા ન લઈ શકાય તેવું પણ બનતું હોય છે જેથી રોગ મટી ગયા પછી રોગ બીજી વાર નાના સ્વરૂપમાં પણ જોવા મળે છે. અંતરિયાળ ગામડાંમાં પૂરતી મેડિકલ ફેસિલિટી-સુવિધા નથી હોતી. યોગ્ય નિદાન, જરૂરી માર્ગદર્શન તેમ જ ટ્રીટમેન્ટ ન મળે તેવું પણ બને, પરિણામે રોગની માત્રા વધી જાય છે. માનસિક સ્વાસ્થની તકલીફો : શરીર તથા મન એકબીજા સાથે સંકળાયેલાં છે. શારીરિક તકલીફો મનને અશાંત, બેચેન તેમ જ ચિંતાતુર કરી દે છે. દરેક માનવી સામાજિક બંધનોથી - ૮૮
SR No.034385
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2014
Total Pages137
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy