SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ CC જ્ઞાનધારા ઊર્જા પેદા કરવા માટે કેટલી વધારે ઊર્જાનો વ્યય થાય છે). આ ઊર્જાઓ કોઈ પદાર્થને ફક્ત ત્યારે સચિત્ત બનાવે છે જ્યારે થોડી આવશ્યક શરતો પૂરી થાય છે. નહીં તો ઉપરોક્ત સંદર્ભમાં પોતે અચિત્ત ઊર્જા છે એમ સિદ્ધ થાય છે અગત્યના પ્રશ્નો : ઈલેક્ટ્રિસિટી અથવા વીજળીનો પ્રવાહ સ્વયં-પોતે શી ચીજ છે ? શરીરમાં વહેતો વીજળીનો પ્રવાહ અને વીજળીના વાયરમાં વહેતો પ્રવાહ આ બંને સમાન છે કે ભિન્ન છે ? એક જ જાતના છે કે અલગઅલગ છે ? આકાશમાં થતી વીજળી અને તારની અંદર વહેતી વીજળી અને શરીરમાં સતત કામ કરી રહેલ વીજળીના પ્રવાહમાં કોઈ ફરક છે કે નહીં ? આકાશમાં થતો વીજળીનો ઝબકારો, તારમાં વહેતી વીજળી અને શરીરમાં સતત કામ કરી રહેલી વીજળી - આ ત્રણે સંપૂર્ણપણે એક જ છે કે એક વસ્તુના જુદાજુદા પર્યાયો છે અથવા જુદાંજુદાં પરિણમનો છે ? આ બધા પ્રશ્નોને બધી રીતે ચકાસીને આપણે નિર્ણય કરી શકીએ કે જેમ આકાશમાં થતી વીજળીને ચિત્ત તેઉકાય જીવ ગણવામાં આવે છે, તેવી જ રીતે બધી વીજળીઓને ચિત્ત તેઉકાયની ગણતરીમાં ગણવી કે નહીં ? - આ બધા પર આપણે તટસ્થપણે, અનેકાંત દષ્ટિ લઈને વિચાર કરવાનો છે. અંગ્રેજી ભાષામાં બે શબ્દોનો પ્રયોગ જોવા મળે છે, (૧) ઇલેક્ટ્રિસિટી (Electicity) એટલે ઈલેક્ટ્રિક ઊર્જા અથવા (Current) . (૨) લાઈટટિંગ (Lightning) એટલે કે આકાશમાં ઝબૂકતી વિદ્યુત કે વીજળી. હિન્દી અને ગુજરાતીમાં આ બંને માટે એક જ શબ્દ વપરાય છે - વિદ્યુત અથવા વીજળી, પણ ઉપરની બંને પ્રકારની વીજળીમાં જે ફરક છે તેને સમજવા માટે વિજ્ઞાનની મૂળ માન્યતાઓને સ્પષ્ટ રીતે સમજવી જોઈએ. વિજ્ઞાનની દષ્ટિએ પ્રત્યેક તત્ત્વ (Element)ની રચના પરમાણુઓથી થઈ છે. પરમાણુના બે ભાગ છે - ન્યૂક્લિયસ (Nucleus) અને પરિધિ. કેન્દ્રમાં પ્રોટોન અને ન્યૂટ્રોન એમ બે કણ હોય છે. પરિધિમાં માત્ર ઇલેક્ટ્રોન જ હોય છે. આ ઈલેક્ટ્રોન જ વિદ્યુતની પ્રક્રિયાના મૂળમાં છે. ૮૧ PCC જ્ઞાનધારા ઈલેક્ટ્રિસિટી બે પ્રકારની હોય છે – (૧) સ્ટેટિક (Static) અને કરન્ટ (Current). આકાશની વીજળી (Lightning) એ વાદળોમાં જમા થયેલા ઇલેક્ટ્રિક ચાર્જનો પૃથ્વી પર થનારો ડિસ્ચાર્જ છે. એમાં જે પ્રકાશ દેખાય છે તે ઈલેક્ટ્રોન ઊર્જાનું પ્રકાશની ઊર્જામાં રૂપાંતર છે. એ ચાર્જને જ્યારે સુવાહક (Good Conductor of Heat) મળે ત્યારે એ સુરક્ષિત રહે છે અને કરન્ટના પ્રવાહના રૂપમાં વહે છે. વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર (Electro Magnetic Field) ઈલેક્ટ્રો મેગ્નેટિક ઊર્જા, ઈલેક્ટ્રો-મેગ્નેટિક તરંગો (waves) આદિના સ્વરૂપના આધારે એ સ્પષ્ટ થાય છે કે વિદ્યુત પોતે સ્વયં તો એક ‘પૌદ્ગલિક’’ (Matter) નિર્જીવ પરિણમન છે. તત્ત્વાર્થ સૂત્રમાં પણ (૫/૨૪) અંધકાર, છાયા, આતપ (સૂર્યપ્રકાશ), ઉદ્યોત (ચંદ્રપ્રકાશ) આદિને પુદ્ગલનીજ પરિણગતિ બતાવી ઉત્તરાધ્યયન સૂત્ર (૨૮/૧૧, ૧૩)માં સ્પષ્ટરૂપે પ્રકાશ, શબ્દ, આતપ, આદિને પુદ્ગલનાં જ લક્ષણ બતાવ્યાં છે. સાધુ કૉમ્પ્યુટર/ટેલેક્ષ, માઈક, લાઈટ, પંખા, ઍરકન્ડિશનર, ફોનનો ઉપયોગ કરી શકે ? જો ગૃહસ્થ પોતાની સુવિધા માટે માઈક-લાઉડસ્પીકરનો ઉપયોગ કરે અને સાધુ માઇકમાં બોલે તો સાધુને દોષ કેવી રીતે લાગે ? એક વાર ઈલેક્ટ્રિસિટી અચિત્ત માની લઈએ પછી ઉપરનાં કોઈ પણ ઉપકરણોથી તેઉકાયની હિંસા થતી નથી. સાંપ્રતકાળમાં મોટી સભાઓને સંબોધન કરતી વખતે જો વક્તા માઈકમાં ન બોલે તો બધાને સાંભળવામાં તકલીફ થાય અને સભાની વ્યવસ્થા પણ જોખમાઈ જાય. મોટાં આયોજનો માટે ગૃહસ્થોને પંડાલ, સ્ટેજ, લાઈટ આદિની વ્યવસ્થા કરવી જ પડે છે. એવી જ રીતે માઈકની તથા લાઉડસ્પીકરની વ્યવસ્થા પણ ગૃહસ્થ પોતાની સુવિધા માટે કરે છે. ૪ પણ આ બધાં સાધનોના ઉપયોગ માટે સિદ્ધાંત જ નહીં, પણ વ્યવહારનું ધ્યાન રાખવાની પણ આવશ્યકતા છે. હવે પ્રશ્ન થશે કે માઈકના એમ્પ્લિફાયરને લાગેલી લાઈટો અવાજના આરોહઅવરોહ સાથે ઝબૂક્યા કરે છે. માઈક ચાલુ હોય ત્યારે એની અંદર રહેલા ટ્રાન્ઝિસ્ટર, ડાયોડ્સ વગેરે બહુ ગરમ થઈ જાય છે, તેવી જ રીતે ઈલેક્ટ્સિીટી ૮૨
SR No.034385
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2014
Total Pages137
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy