SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ TOCTC જ્ઞાનધારા CC0 જૈન સાધુને એકલા ચાતુર્માસ કરવાની ગુરુ તરફથી પરવાનગી જ ન મળે. અહીં એક સવાલ ઉઠે છે કે જ્યારે બે સાધુનો સંઘાડો હોય ત્યારે એક જ ભાગી જાય અથવા કાળધર્મ પામે ત્યારે બાકી રહેલ સાધુ એકલવિહારી બને છે. આવા સંજોગોમાં તેના જ ગચ્છના અન્ય સંઘાડામાં તેમને શ્રી સંઘની આજ્ઞાથી દાખલ કરવા જ રહ્યા જેથી શાસનની મર્યાદા જળવાઈ રહે. જ્યારે કોઈ એકલા વિહાર કરતા મહાત્મા નજરે પડે તો તેમના ગચ્છાચાર્યને તેની સૂચના ચોક્કસ મોકલવી. જરૂર પડે તો ગચ્છના સમર્થ આચાર્યોએ આવી બાબતોની વ્યવસ્થાનાં બંધારણો દઢ કરવાં. ૪. ઘણી વાર કારણ વિના ફક્ત અહંવૃત્તિથી પણ સ્વચ્છંદ આચરણ થાય છે. ગુએ આવા અણગારોને રોકવા તથા જરૂર પડે તો શ્રી સંઘને સૂચિત કરવાનું ચૂકવું નહિ. ૫. વર્તમાન સમયમાં પ્રલોભનો ઘણાં છે. આવા કપરા કાળમાં ચારિત્રમાર્ગથી ભ્રષ્ટ થયેલ સંત-સતીજીઓને સન્માર્ગે લાવવાના સર્વ પ્રયત્નો નિષ્ફળ જાય ત્યારે અંતિમ ઉપાય તરીકે એમને સાધુવેશ ત્યજવા દબાણ કરાય છે. આ કાર્ય કરનારો શ્રાવક સંપૂર્ણપણે આગમાનુસાર શ્રાવકાચારનું પાલન કરતો હોય એવો જ હોવો જોઈએ. પ્રથમ તો દોષીને ચારિત્રમાં સ્થિર થવા માટેની ઘણી તક આપવી જોઈએ અને ત્યાર બાદ અંતિમ નિર્ણય લેવો જોઈએ. ૬. જ્યારે વિશ્વના દરેક ધર્મગુરુઓ સુવ્યવસ્થિતપણે તેમના ધર્મની પ્રગતિ માટે અથાગ પ્રયત્નો કરતા હોય ત્યારે જેનોએ સુવિદિતાચાર્ય ગીતાર્થ ગુરુજનોની આજ્ઞામાં રહી સાધુઓ અને સાધ્વીઓ માટે ગુરફળોની સ્થાપના કરવી જેથી વ્યવસ્થિતપણે સર્વધર્મદર્શનનો અભ્યાસ થાય. આના કારણે તેઓ દીર્ધદરા થશે. પરસ્પર ગચ્છના ભેદે થતું વૈમનસ્ય પણ દૂર થશે. આજથી ૧૦૦ વર્ષ પહેલાં કોઈ પણ ગચ્છના ગીતાર્થ ગુરુજનો પાસે પોતાના શિષ્યોને ૩થી ૫ વર્ષ સુધી અધ્યયનાર્થે આચાર્યો મોકલતા હતા. આ વિશિષ્ટ પ્રથાને કારણે જૈન સાધુઓમાં અનેક યતિઓમાં ગચ્છમત સહિષ્ણુતા જેવા ગુણો પ્રગટતા હતા. ગુરુદેવ રાજેન્દ્રસૂરિ મહારાજે દીક્ષા પછી ત્રણ વર્ષ ખરતર ગચ્છના પતિ પાસે રહીને વિદ્યાભ્યાસ કર્યો હતો. : ૩૯ : TOCTC જ્ઞાનધારા Once ૭. જૈનોના દરેક સંપ્રદાયોમાં દીક્ષાર્થી ઉમેદવાર-મુમુક્ષુઓને પરીક્ષાપૂર્વક દીક્ષા આપવામાં આવે. દીક્ષા પહેલાં ઓછામાં ઓછા બે વર્ષ સુધી ગુરુભગવંતો સાથે રહી એ આચાર પાળવાનો મહાવરો રાખવાથી પણ ચારિત્ર પાળવામાં કદી પણ કઠિનાઈ મહસૂસ થતી નથી. ૮. દેશ, કાળ અનુસારે જૈન ધર્મમાં પરસ્પર પ્રવર્તતી માન્યતાઓથી વિશુદ્ધિનો ઉપદેશ ન આપવો. જૈન સંઘની પ્રગતિ થાય એવો જ ઉપદેશ શ્રાવકોને આપવો ઘટે. ૯. જ્યારે કોઈ અન્ય સંઘાડાના જ્ઞાની-ભગવંતોને રોગોપચાર કે અધ્યયન હેતુ સહાય જોઈએ તો અવશ્ય કરવી. અન્ય સંપ્રદાયો ચારિત્રધારીઓમાં પણ શિથિલાચાર જણાય તો એમને સુધારવા તથા એમના ગચ્છાધિપતિઓને એની જાણ કરવી. ૧૦. કોઈ પણ ગચ્છના ગુર-ભગવંતોની અવહેલના અન્ય ગચ્છીય શ્રાવક કે મનુષ્ય કરે નહીં તે જોવું. એનાથી જૈન શાસનમાં એકતા જળવાશે. ૧૧. શિથિલાચારના નામે કદિ પણ ચતુર્વિધ સંઘનાં અંગોના, જ્ઞાનોપાર્જનમાં બાધા નાખવી નહિ. હરિભદ્રસૂરિએ એક સાધ્વીને પોતાના ગુરુ માન્યાં હતાં. તેઓ પોતાને ‘યાકિની મહત્તાસૂન' તર્રીકે ઓળખાવતાં હતાં. ૧૨. સંત-સતીજીઓની પ્રગતિમાં બાધક તો નહિ બનવું, પરંતુ તેઓને રૂઢિઓના ગુલામ પણ ન બનાવવા. આનાથી શિથિલાચાર અટકશે. ગુરૂજનોની આત્મિક ઉન્નતિ થાય એવા સદ્વિચારોનો ફેલાવો કરવો. તેમના ગુરુજનો પાસેથી શ્રમણ સંઘની શક્તિ ખીલે તેવા જ ઉપદેશો આપવા. ૧૩. શ્રી સંઘમાં શૈથિલ્યપણું રોકવા માટે ધાર્મિક કેળવણી, અધ્યયન વગેરે કાર્ય અવિરતપણે ચાલુ જ રહેવાં જોઈએ. ભારતમાં સર્વત્ર જૈન મહાસંઘે રચનાત્મક પ્રવૃત્તિનાં કાર્યો કરવાં. ધર્મની પ્રગતિ થાય એવી યોજનાઓ અમલમાં મૂકવી. શિથિલાચારને દૂર કરવા સાથે મળીને પગલાં લેવાં, જેથી ધર્મની ઉન્નતિ પણ થશે. જૈન ગૃહસ્થોએ જ્ઞાની આચાર્યો, ઉપાધ્યાય અને સાધુઓના સંપર્કમાં રહેવું, તો સમાજમાં ઐક્ય રહેશે અને સંઘમાંથી આચારની મહત્તા ઘટીને નહિવત્ રહેશે.
SR No.034385
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2014
Total Pages137
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy