SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ COCOOજ્ઞાનધારા) OC0 • સંપાદકીય | અહંમ સ્પિરિટ્યુઅલ સેંટર સંચાલિત સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ ઍન્ડ લિટરરી રિસર્ચ સેંટર આયોજિત તા. ૫, ૬, ૭ એપ્રિલ, ૨૦૧૪, સાગોડિયા - પાટણ મુકામે યોજાનાર જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૧૧ માટેના પ્રાપ્ત શોધપત્રો અને નિબંધોને ગ્રંથસ્થ કરી જ્ઞાનધારા-૧૧ રૂપે પ્રકાશિત કરતાં આનંદની લાગણી અનુભવું છું. ‘ચતુર્વિધ સંઘમાં વીતરાગ માર્ગમાં વર્તમાન સમયની સમસ્યાઓ, તેના ભાવિ પરિણામો અને તેનું સમાધાન : મારી દષ્ટિએ' આ વિષયના વિચાર-વિમર્શ અંતર્ગત અલગ અલગ વિદ્વાનો અને શ્રેષ્ઠીઓએ જે નિબંધો પાઠવ્યા છે તે તેમના અંગત વિચારો છે. અહીં તેમણે માત્ર નિજી અભિપ્રાયો વ્યક્ત કર્યા છે. જ્ઞાનસત્રના પ્રેરકો, સર્વમંગલ આશ્રમ સાગોડિયા અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી-પાટણના જૈનોલોજી ડિપાર્ટમેન્ટનો આભાર માનું છું. સમગ્ર આયોજનમાં સર્વમંગલ આશ્રમના ટ્રસ્ટીશ્રીઓ શ્રી જગદીશભાઈ વોરા, શ્રી અનિલભાઈ દોશી તથા સર્વ સંચાલકોના ઉમળકાભેર સક્યોગ મળ્યો છે. આ કાર્યને પૂજ્ય ગુરુભગવંત ભાનવિજયજી મ.સા.ના આશીર્વાદ પ્રાપ્ત થયા છે તે અમારે માટે ગૌરવની ઘટના છે. SOCS( જ્ઞાનધારા) OC0 = પુરોવચન ૭૦૭ વીતરાગ પ્રભુએ પ્રકટાવેલ મોક્ષમાર્ગ અનંતકાળથી અનંતા છવોને ઉચ્ચ અને સિદ્ધગતિમાં જવામાં ઉત્તમ નિમિત્ત બની રહ્યો છે. તીર્થંકર | પ્રભુઓએ સ્થાપેલ ચતુર્વિધ સંઘની રચના દ્વારા તે ચીરકાળથી વહેતો રહ્યો છે. સાધુ-સાધ્વીજીઓ અને શ્રાવક-શ્રાવિકાઓ આ વહેણના બે કાંઠા છે. માર્ગ, શ્રમણ સંઘ દ્વારા દીક્ષિત અને શિક્ષિત છે અને શ્રાવક સમાજ દ્વારા રક્ષિત છે. ક્ષેત્ર અને કાળ આધીન દરેક ચીજમાં બદલાવ આવતો રહે છે, પરંતુ વીતરાગ પ્રભુઓમાં વારસાના સ્થાયી અને મૂલ્યવાન અંશોને કોઈ પણ રીતે આંચ ન આવે એવી રીતે બદલતા જમાનામાં ટકાવી રાખવા એ સમગ્ર સમાજનું કર્તવ્ય છે. સમગ્ર સમાજના હિતચિંતકો, વિદ્વજનો, શ્રેષ્ઠીઓ સમયાંતરે સંગતિ કરે, સાંપ્રત સમયની સમસ્યાઓ સમજે, પૃથક્કરણ કરે અને તેના સમ્યમ્ સમાધાનની વિચારણા કરે તે બહુ જ અગત્યનું છે. ભૌતિક વિજ્ઞાન અને કૉપ્યુટર ટેક્નૉલૉજીના આ યુગમાં તો તે અતિઆવશ્યક છે. - શ્રી સર્વમંગલ આશ્રમ, શ્રી પ્રાણગુરુ લિટરરી ટ્રસ્ટ અને શ્રી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંયુક્ત રીતે આવી એક સંગતિના 'જ્ઞાનસત્ર' માટે નિમિત્ત બની રહ્યાં છે અને સમગ્ર સમાજના પ્રખર વિદ્વાનો અને શ્રેષ્ઠીઓ અહીં સાગોડિયા ખાતે મોટી સંખ્યામાં હાજર રહી અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે તે અમારા માટે અતિઆનંદની વાત છે. આ યજ્ઞ માટે વિદ્વાનોએ અતિપરિશ્રમથી તૈયાર કરીને રજૂ કરેલા અભ્યાસપૂર્ણ શોધનિબંધોનો ગ્રંથ સમગ્ર સમાજનાં હિતચિંતકોને ખૂબ જ ઉપયોગી થશે તેવી શ્રદ્ધા છે. ભવિષ્યમાં આવા જ્ઞાનસત્રની / સંગતિની પ્રવૃત્તિ વધુ ને વધુ વિસ્તરે, સમગ્ર સમાજના સહિયારા પ્રયાસથી વીતરાગ માર્ગ અનંતકાળ સુધી રક્ષિત રહે તેવી મંગલકામના. લિ. જગદીશભાઈ વોરા સર્વમંગલ આશ્રમના ટ્રસ્ટી મંડળ વતી - ૬૦૧, સ્મિત એપાર્ટમેન્ટ, ઉપાશ્રય લેન, ઘાટકોપર (ઈ). ગુણવંત બરવાળિયા ૫/૩/૨૦૧૪
SR No.034385
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2014
Total Pages137
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy