SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ TOCTC જ્ઞાનધારા CC0 હસ્તલિખિત ગ્રંથોનો સંગ્રહ છે. અહીં ૫૦૦થી વધુ જેટલી સચિત્ર હસ્તપ્રતો છે, જેમાં ૧૮મી સદીની ‘કલ્પસૂત્ર'ની એક હસ્તપ્રતમાં ગજસવારીનું દશ્ય નજરે પડે છે. કાગળની કેટલીક હસ્તપ્રતોમાં ભગવાન તીર્થંકરોના જીવનપ્રસંગો આલેખાયેલા છે. આ જ સંસ્થામાં આવેલ મ્યુઝિયમમાં થોડીક સચિત્ર હસ્તપ્રતો સંગ્રહાયેલી છે, જેમાં ‘કલ્પસૂત્ર'ની ઈ.સ. ૧૪૩૦ની પ્રતમાં કાલકાચાર્યની કથાના દશ્યમાં કાલક અને શાહીને વાર્તાલાપ કરતાં દર્શાવાયાં છે. બીજી પ્રતમાં રાજાને દાન આપતો બતાવ્યો છે, જેનું લખાણ સુવર્ણાક્ષરમાં અને પાર્થભૂમિમાં વાદળી રંગનું આલેખન છે. ‘વ્રતાચાર્ય કથા'ની હસ્તપ્રત (ઈ.સ. ૧૪૬૮)માં શત્રુંજય માહાભ્યનું દશ્ય આકર્ષક છે. ‘ઉત્તરાધ્યાયન સૂત્ર'માંના એક દશ્યમાં મુનિશ્રી શ્રાવકને ઘરે વહોરવા માટે ગયેલા એનું ચિત્રણ સુંદર રીતે કરેલું છે. ‘માધવાનલ કામકન્દલા'ની પ્રતમાં વિક્રમાદિત્યકામસેનના યુદ્ધનું દશ્ય કંડારેલું છે. ‘ચંદ્રપ્રભચરિત'માં ચંદ્રપ્રભસ્વામીના સમવસરણનું દશ્ય દોરેલું છે. ઇ.સ. ૧૫૮૩માં લખાયેલી ‘સંગ્રહણી સત્રની હસ્તપ્રતમાં ઇન્દ્રસભામાં નાચ-ગાનનું દશ્ય ચિત્રકાર ગોવિંદ દ્વારા ચીતરવામાં આવેલ છે. અહીં સિદ્ધચક પટ્ટના કેટલાક નમૂનાઓ જળવાયા છે, જેમાં નવપદને એક યંત્ર સ્વરૂપે ગોઠવેલ છે. ચાર પગથિયાં – જ્ઞાન દર્શન (શ્રદ્ધા), ચારિત્ર્ય અને સિદ્ધિ, તપમાંથી ચાર સિદ્ધિ-ઉપાધ્યાય, સાધુ, આચાર્ય અને સિદ્ધ, આમ આઠ વસ્તુ પ્રાપ્ત થતાં ‘અરિહંત' એટલે કે મોક્ષપદની પ્રાપ્તિ થાય છે. અહીં સંગ્રહાયેલ વિજ્ઞપ્તિપત્રમાં પ્રથમ મંગળ ચિહનો તથા અષ્ટમંગલનું ચિત્ર, નગરનું આલેખન, સાધુમહારાજના વ્યાખ્યાનને ચિત્રાંતિ કરી, વિગતો લખીને એના પર સંઘના સભ્યોના હસ્તાક્ષર લેવાતા. મહારાજા સયાજીરાવ ગાયકવાડના સમયમાં વડોદરા રાજ્યમાં હસ્તલિખિત ગ્રંથોની જાવળણી પ્રત્યે ઊંડો રસ લીધેલો અને આવા ગ્રંથોના સંશોધન માટે વિભાગ શરૂ કરેલો, જે આજે પ્રાપ્ય વિદ્યામંદિર તરીકે ઓળખાય છે, જેમાં દરેક પ્રકારના હસ્તલિખિત ગ્રંથોનો અમૂલ્ય ખજાનો જળવાયો છે. - ઈ.સ. ૧૬૯૪માં રચાયેલી 'માનતુંગ માનવતી જૈનરાસ' નામની સચિત્ર હસ્તપ્રતના પ્રથમ ચિત્રમાં રાજાની સવારીનું દશ્ય છે. હાથી પર બિરાજમાન રાજા, પાછળ મંત્રીઓ ઘોડા પર બેઠેલ છે અને આગળના ભાગે ઢાલ-ભાલો લઈને ચાલતા - ૨૬૫s TOCTC જ્ઞાનધારા CS1C0 સૈનિકો જોઈ શકાય છે. અન્ય બે ચિત્રોમાં રાજા મંત્રીઓ સાથે મંત્રણા કરતા જણાય છે. વડોદરાના હંસવિજયજી સંગ્રહમાં કલ્પસૂત્રની ૧૫મી સદીની હસ્તપ્રત સુરક્ષિત છે. જેનું લખાણ સોનેરી શાહીથી લખેલું છે. આ હસ્તપ્રતમાં આઠ ચિત્રો અને ૭૪ અપ્રતિમ કારીગરીવાળી સુંદર કિનારો છે. વડોદરા પાસેના છાણી ગામમાં ત્રણ જેટલા હસ્તપ્રત સંગ્રહો છે. અહીંના વીરવિજયજી સંગ્રહમાં ‘ઓધનિયુક્તિ' ગ્રંથની ઇ.સ. ૧૧૬૧ની પ્રત છે, જેમાં ૧૬ વિદ્યાદેવીઓ, સરસ્વતી, લક્ષ્મી, અંબિકા અને બ્રહ્મશાંતિ યક્ષ મળી કુલ ૨૧ ચિત્રો જૈન મૂર્તિવિધાનની દષ્ટિએ મહત્ત્વનાં છે. - ઇડરના શેઠ આણંદજી મંગળજીની પેઢીના હસ્તપ્રત સંગ્રહમાં કલ્પસૂત્ર અને કાલકકથાની ૧૪મી અને ૧૫મી સદીની સચિત્ર પ્રત છે. તાડપત્રની પ્રત પર સોનાની શાહીથી ચિત્રો દોરેલાં છે. ‘કલ્પસૂત્ર'ના વધુમાં વધુ પ્રસંગો આ પ્રતમાં સ્થાન પામ્યા છે, જેમાં અષ્ટમાંગલિક, મહાવીરનો જન્મ, પાર્શ્વનાથનો જન્મ, નિર્વાણ અને એમના યક્ષ-યક્ષિી, ઋષભદેવનું નિર્વાણ વગેરે ચિત્રો ખૂબ આકર્ષક અને મનોહર રીતે આલેખાયાં છે. લીંબડીના જૈન જ્ઞાનભંડારમાં ઈ.સ. ૧૪૧૫-૧૪૧૬માં રચાયેલી કલ્પસૂત્રની સચિત્ર સુવર્ણાક્ષરી હસ્તપ્રત છે. જામનગરમાં કલ્પસૂત્ર-કાલકથા (ઈ.સ. ૧૫૦૧)ની સચિત્ર હસ્તપ્રત છે. કોબા (ગાંધીનગર)માં મહાવીર જૈન આરાધના મંદિરના કેન્દ્રમાં મુનિશ્રી કલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરમાં હજારો હસ્તપ્રત જળવાયેલી છે. ‘પ્રશ્નવ્યાકરણ સૂત્રપાઠ' નામની હસ્તપ્રત સંસ્કૃત, પ્રાકૃત અને હિન્દી ભાષામાં સં. ૧૭૫૫માં લખાયેલી, જેમાં ૨૨ ચિત્રો છે. ‘આનંદઘન ચોવીસી'ની હસ્તપ્રતમાં ચોવીસ તીર્થંકરોનાં સ્તવનોની રચના કરેલી છે, જેમાં કુલ ૧૪ ચિત્રો છે. આ પ્રત ૧૭મા સૈકામાં લખાયેલી છે. અમદાવાદના સારાભાઈ નવાબના સંગ્રહમાં ‘સૂરિમંત્રપટ'નું ૧૪મી સદી જેટલું પ્રાચીન ચિત્ર જળવાયું છે. એમાં પૂર્ણ વિકસિત પત્ર પર બેઠેલ મહાવીરસ્વામીના પ્રથમ શિષ્ય ગૌતમસ્વામીનું ચિત્ર નજરે પડે છે. અહીંના સંગ્રહમાં શ્રેષભદેવના સમવસરણનો ૧૫મી સદીના મધ્યનો એક પટ્ટ અને જંબુદ્વીપનો ૧૬મી સદીનો પટ્ટ સંગ્રહાયેલો છે. * ૨૬૬ -
SR No.034385
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2014
Total Pages137
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy