SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ XOXOXC şiILAI OXXOXO જ્ઞાનદાતા છે. આ જ્ઞાનનું ફળ વિરતિમાં એટલે કે આચરણમાં પરિણમે તો જીવનનું ઉત્થાન થઈ જાય છે. જૈન દર્શન અનુસાર ભગવાન મહાવીરે ચાર પ્રકારે ધર્મ બતાવ્યો છે : દાનશીયળ-તપ-ભાવ. તેમાં દાન પ્રથમ જ છે, કારણ ચારે પ્રકારોમાં દાન જ શ્રેષ્ઠ છે. દાન સૌભાગ્ય અને આરોગ્ય આપનારું છે. વળી દાન કીર્તિ ફેલાવનારું પણ છે, તો બધી પ્રકારની સંપત્તિઓનું ઘર છે. જૈન પરંપરામાં દાનને સત્કર્મ માનવામાં આવે છે. દાન સ્વપરના કલ્યાણ અર્થે પરિગ્રહ ઘટાડવા અને મમત્વ ઓછું કરવા માટેનો શ્રેષ્ઠ રસ્તો છે. માટે જ ઋષભદેવ ભગવાનથી મહાવીરસ્વામી સુધીના ચોવીસેચોવીસ તીર્થંકરોએ દીક્ષા અંગીકાર કર્યા પહેલાંના આખા વર્ષ દરમિયાન પોતાની સંપત્તિનું દાન કર્યું છે જે જૈન દર્શનમાં વર્ષીદાન તરીકે ઓળખાય છે. જૈન્મ આચાર્ય કનકશીવગણિ ભાવનાત્મક શૈલીમાં જણાવે છે કે હે શીલ, હૈ તપ, હે ભાવ! તમારા પ્રભાવથી તો એક જ વ્યક્તિની મુક્તિ થાય છે, જ્યારે દાનથી તો દાન આપનાર અને દાન લેનારા બન્નેની મુક્તિ થાય છે. તો શ્રી રત્નમંદિરમણિ દાન વિશે સામાન્ય માનવ સમજી શકે તે રીતે જણાવે છે કે જ્યારે ગૃહસ્થો શીલધર્મ પાળી ન શકે, તપ કરવાને શક્તિમાન ન હોય, વળી સતત ઘરપરિવાર-સ્વજનની ચિંતાને કારણે આર્તધ્યાન કરતા હોવાથી સારા ભાવ નથી ભાવી શકતા ત્યારે તેમને માટે દાન જ એકમાત્ર સરળ અને શ્રેષ્ઠ ઉપાય છે જે સંસાર સમુદ્ર પાર પાડી શકે છે. દાનનું ફળ પ્રત્યક્ષ અને પરોક્ષ પણ મળી શકે છે. ભાવપૂર્વકનું સુપાત્ર દાન તો તીર્થંકર નામકર્મ પણ ઉપાર્જન કરી શકે છે. તો વળી શ્રમણ, સાધુ કે માહણને પ્રાસુક આહાર, પાણી, ખાદ્ય અને સ્વારૂપે વહોરાવનાર શ્રાવક એકાન્તતઃ કર્મોની નિર્જરા કરે છે. દાન પ્રકાર : દાનવિષયક વિવિધ ગ્રંથોમાં દાનના પ્રકાર ત્રણ રીતે જણાવ્યા હોય તેવું લાગે છે. ૧. દાનદ્રવ્યને આશ્રયીને. ૨. દાન લેનારને આશ્રયીને. ૩. દાન આપનારના ભાવને આશ્રયીને. જે આપણે ટૂંકમાં સમજીએ : - ૨૫૭ TOCTC જ્ઞાનધારા CS1C0 (૧) દાનદ્રવ્યને આશ્રયીને : દાનમાં અપાતી વસ્તુ-દ્રવ્યને નજર સન્મુખ રાખીને આ વિભાજન થાય છે. ઉપદેશમાળા, દાનપ્રકાશ વગેરે ગ્રંથમાં આ પ્રકારના દાનની વાતો છે. આવાસ, શયન, આસન, ભોજન, જળ, ઔષધ, વસ્ત્ર, પાત્ર એમ આઠ વસ્તુનાં નામ તે ગ્રંથોમાં છે. દાનપ્રકાશ ગ્રંથમાં તો તેને દાનસંબંધી કથાઓ પણ છે. (૨) દાન લેનારને આશ્રયીને : વ્યક્તિની યોગ્યતાના આધારે આ પ્રકારનું દાન અપાય છે. તેના મુખ્ય બે ભેદ છે (અ) અપાતું દાન (બ) કુપાત્રને અપાતું દાન, પાત્ર શબ્દ અંગે ઉપદેશતરંગિણીમાં લખ્યા મુજબ કર્મના વશથી ડૂબતો આત્મા ધર્મની સહાયથી પોતે તરે અને બીજાને તારે તો તેને પાત્ર કહેવાય. પાત્ર વ્યક્તિના પણ ત્રણ પ્રકાર છે : ઉત્તમ, મધ્યમ અને જઘન્ય. ઉત્તમ પાત્રને સુપાત્ર પણ કહેવાય છે. સુપાત્રની ફરી બે વ્યાખ્યા બતાવવામાં આવી છે. સુભોશનું પાત્ર અને સુઅતિશયેન પાપાત ત્રાયતે ઈતિ સુપાત્રમ્. સુપાત્રના ભેદ પણ બે બતાવ્યા છે : સ્થાવર-સ્થિર અને જંગમ-અસ્થિર. (૩) દાન આપનારના ભાવને આશ્રયીને : શ્રી સ્થાનાંગસૂત્ર, ધર્મરત્નપ્રકરણ, ઉપદેશતરંગિણી, દાનાદિકલક વગેરે ગ્રંથમાં દાનના જે પ્રકાર બતાવ્યા છે તે જોતાં તે દાતારના ભાવે આશ્રયીને કહ્યા હોય તેવું લાગે છે. સ્થાનાંગસૂત્ર પ્રમાણે ૧૦ પ્રકાર - અનુકંપાદાન, સંગ્રહદાન, અભયદાન, કારુણિકાદાન, લજજાદાન, ગૌરવદાન, અધર્મદાન, ધર્મદાન, કરિષ્યતિદાન અને કુતદાન. દાનાદિકુલક પ્રમાણે ત્રણ પ્રકાર - ધર્મદાન, અર્થદાન અને કામદાન. ઉપદેશરંગિણી પ્રમાણે પ્રકાર - અભયદાન, સુપાત્રદાન, અનુકંપાદાન અને જ્ઞાનદાન ઉપરાંત બીજા ત્રણ પ્રકાર પણ બતાવ્યા છે - સાત્ત્વિકદાન, રાજસદાન અને તામસસદાન. ધર્મરત્ન પ્રકરણ પ્રમાણે ત્રણ પ્રકાર - અભયદાન, ધર્મોપગ્રહદાન અને જ્ઞાનદાન.વળી ઉપદેશતરંગિણી ગ્રંથમાં દાનનાં પાંચ ભૂષણ પાંચ દૂષણ પણ બતાવવામાં આવ્યાં છે. દાનનાં ભૂષણ કે જે આભૂષણ જ કહેવાય તે... ૧. દાન આપતા સમયે હર્ષનાં આંસુ આવવાં. ૨. પાત્ર વ્યક્તિને જોઈને રોમાંચ અનુભવવો. - ૨૫૮ :
SR No.034385
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2014
Total Pages137
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy