SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ OCTC જ્ઞાનધારા OSCO અને વધુ માન દેશના' નામક કૃતિઓ અંતર્ગત આ કથા મળે છે. જોકે, સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોમાં આરામશોભાનું કથાનક દષ્ટાંતકથા તરીકે આવે છે, જ્યારે ગુજરાતી કવિતાઓની આ છ કૃતિઓ આરામશોભાના કથાનકને નિરૂપતી સ્વતંત્ર રચનાઓ છે. જયંતભાઈએ ગ્રંથની વિસ્તૃત ભૂમિકામાં, સંસ્કૃત-પ્રાકૃત નવ કૃતિઓમાં મળતી આરામશોભાની કથાના કથાઘટકો નોંધ્યા છે. એમાં સૌથી જૂની, ૧૧મી સદીની દિવ્યચંદ્રસૂરિની વૃત્તિમાં મળતી ગદ્ય-પદ્ય મિશ્રિત આરામશોભાની સ્થાને પાયારૂપ ગણીને એનો સંપૂર્ણ અનુવાદ આપવા સાથે એના કથાઘટકોનો વિસ્તૃત પરિચય આપ્યો છે. અપરમાની દુશ્મની છતાં સુખ પ્રાપ્ત કરતી કન્યા આરામશોભા, એને મદદગાર થતા નાગદેવતા, સાવકી માએ મોકલેલા ઝેરમિશ્રિત લાડુને અમૃતમય બનાવવા, કન્યાને માથે ઉદ્યાન છવાયેલો રહેવો, રાજાનું આકર્ષણ અને આરામશોભાને રાણીપદ, ઓરમાન પુત્રી આરામશોભાને સ્થાને પોતાની પુત્રીને રાણી તરીકે બેસાડવી વગેરે આ કથાના મહત્ત્વના કથાઘટકો છે. વૃત્તિકારે એમની વૃત્તિમાં આ કથાનકને તીર્થંકરભક્તિના ઉદાહરણરૂપે આપ્યું છે. પૂર્વભવમાં કરેલી જિનભક્તિના પરિણામરૂપે આ ભવમાં આરામશોભાના મસ્તકે ઉદ્યાન છવાયેલો રહે છે. સંસ્કૃત-પ્રાકૃત કૃતિઓમાંનાં કથાનકોનો તુલનાત્મક પરિચય આપવા સાથે, સંપાદકે છે જૂની ગુજરાતીની કૃતિઓનાં કથાનકોનો રચનાસમયાનુક્રમે પરિચય આપ્યો છે. રાજકીર્તિ કે કીર્તિ રચિત ‘આરામશોભા રાસ’ એ છયે રચનાઓમાં સૌથી જૂની રચના છે (ઈ. ૧૪૭૯). આ કૃતિ અદ્યાપિ પર્યંત અપ્રકાશિત હતી, જે અહીં સંપાદિત થઈને પ્રથમ વાર પ્રકાશિત થઈ છે. ૧૮૦ કડીની દુહા-ચોપાઈના પદ્ય બંધવાળી આ રચના છે. સંપાદકે આ કૃતિની બે હસ્તપ્રતોનો ઉપયોગ કર્યો છે. ૧. મુનિ હંસવિજયજી શાસ્ત્રસંગ્રહ, શ્રી જૈન જ્ઞાનમંદિર, વડોદરાની પ્રત (ક). ૨, ભોગીલાલ સાંડેસરાને મળેલી પ્રત (ખ). કે પ્રતમાં કવિનું નામ રાજકીર્તિ મળે છે, જ્યારે ખ પ્રતમાં કવિનામ કીર્તિ મળે છે, પણ ગુરુપરંપરા જોતાં બન્ને નામ એક જ કર્તાનાં જણાય છે. OCTC જ્ઞાનધારા CS1C0 વિનયસમુદ્ધિ વાચક રચિત ‘આરામશોભા ચોપાઈની મુદ્રિત કૃતિ ઘણા પાઠદોષવાળી હોઈને એની જ મૂળ પ્રત મેળવીને એનો વાચના તૈયાર કરવામાં સીધો ઉપયોગ કર્યો છે. એ પ્રત છે પ્રાપ્ય વિદ્યામંદિર, વડોદરાની (ક), એનું લેખન વર્ષ સં. ૧૬૦૭ છે. બીજી પ્રત છે મુનિ હંસવિજયજી શાસ્ત્રસંગ્રહ, વડોદરાની (ખ). એનું લેખનવર્ષ સં. ૧૬૫૧ છે. રચના ૨૪૮ કડીની, મુખ્યત્વે દુહા-ચોપાઈબદ્ધ છે. સમપ્રમોદ વિરચિત “આરામશોભા ચોપાઈ પણ સંપાદક દ્વારા સૌપ્રથમ વાર પ્રકાશિત થાય છે. અહીં સંપાદકે ત્રણ પ્રતોને ઉપયોગમાં લીધી છે. ૧-૨. લા. દ. ભા. સં. વિદ્યામંદિર, અમદાવાદની પ્રત (ક, ખ). ૩ અગરચંદ નાહટાના અભય ભંડારની પ્રત (ગ). કે પ્રતમાં અપાયેલો કૃતિનો સાંકેતિક રચનાસમય સંપાદકને સ્વીકાર્ય જણાયો નથી. જ્યારે ખ પ્રતનો રચનાસમય સં. ૧૬૫૧ (ઈ. ૧૫૯૫)ને એમણે સ્વીકાર્ય ગણ્યો છે. રચના ૨૭૪ કડીની, ૧૮ ઢાળની છે. ઢાળો વિવિધ દેશીબંધ છે. કે પ્રતના જ્યાં ખંડિત અંશો હતા ત્યાં ખ પ્રતનો વિશેષ લાભ લીધો છે. પંજા ઋષિ વિરચિત ‘આરામશોભા ચરિત્ર' પ્રકાશિત છે, પણ અહીં સંપાદકે એનું સંપાદન પ્રાપ્ત હસ્તપ્રતને આધારે નવેસરથી જ કર્યું છે અને મુદ્રિત પ્રતના ભૂઝ પાઠ સુધારી લીધા છે. આની એક જ પ્રત લા. દ. ભા. સં. વિદ્યામંદિર, અમદાવાદની પ્રાપ્તિ થઈ છે. કૃતિ ૧૩૬ કડીની, ૪ ખંડમાં વિભક્ત છે. મુખ્યત્વે દુહા-ચોપાઈબંધ છે, સાથે દેશીબંધ પણ પ્રયોજાયેલો છે. રાજ સિંહ વિરચિત આરામશોભા ચરિત્ર' સંપાદક દ્વારા અહીં સૌપ્રથમ વાર સંશોધિત થઈને પ્રકાશિત થાય છે. આ માટે સંપાદકને માત્ર એક જ પ્રત બાઈ વીરભાઈ, જૈન પુસ્તકાલય, પાલિતાણાની ઉપલબ્ધ થઈ છે. કૃતિ ૪૪૨ કડીની, ૨૭ ઢાળની છે. ઢાળવૈવિધ્ય આ કૃતિની વિશેષતા છે. અહીં એક પણ દેશી બેવડાતી નથી. જિનહર્ષ કૃત ‘આરામશોભા રાસ'ની એક જ પ્રત શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર, પાટણની પ્રાપ્ત થઈ છે. પ્રત કવિએ પોતે લખેલી છે. ‘રાસમાળા'ના પ્રકાશન અગાઉ જયંતભાઈએ કીર્તિદા જોશી (શાહ)ના સહયોગમાં ૨૪૮
SR No.034385
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2014
Total Pages137
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy