SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ XXXC şiI4&I I XXX સાધર્મિક ભક્તિ કરવી. એમની ગુરુભક્તિની કદર કરવી અને તે માટે એમને પ્રોત્સાહિત કરવા જેથી પૂ. ભગવંતોના વેયાવચ્ચ બાબતે તેઓ વધુ નમ્ર બને. • અજૈનોનાં ઘરમાં પણ મહાત્માઓ ગોચરી વહોરવા જાય તો નિષેધ ન કરવો. TOCTC જ્ઞાનધારા CC0 (૩) પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોના વિહાર માટે ઉચિત વ્યવસ્થા તથા સૂચનો : પરમપિતા પરમાત્માની આજ્ઞાને જીવનમાં આચરવા સાથે અનેકોના જીવનમાં પરમાત્માની આજ્ઞાનું આધ્યાયન કરાવતા આપણા પૂજનીય ગુરુભગવંતોના જીવનની રક્ષા કરવી તે આપણા સૌનું કર્તવ્ય છે. વિહારોમાં અકસ્માતો દ્વારા આપણે હીરલાસમ આપણા મહાત્માઓને ગુમાવી ન બેસીએ તે માટે સંઘના મોવડીઓએ ખાસ ધ્યાન આપવાની જરૂરત છે. મહાત્માઓને અનિવાર્ય કારણ સિવાય બિનજરૂરી દોડાદોડ-લાંબા વિહારો કરવાનો આગ્રહ ના કરીએ. • પૂજા-પૂજન-સાલગીરી-મહોત્સવમાં ફક્ત નિશ્રાપ્રદાન માટે વિહાર ન કરાવીએ. • પ્રતિષ્ઠા-દીક્ષા-અંજનશલાકા-પદપ્રદાન વગેરે વિશિષ્ટ પ્રસંગોમાં પણ મુખ્ય નિશ્રાદાતાથી સંતોષ માનીએ, પણ શોભાની અભિવૃદ્ધિ માટે સ્વજન, ગામના મહારાજ વગેરેને લાંબા વિહારો કરીને પધારવાનો અહિતકર આગ્રહ ન કરીએ. સમગ્ર સમુદાય કે વધારે મહાત્માઓને લાવવાનો આગ્રહ છોડી દઈએ. • પ્રસંગે નજીકમાં વિચરતા મહાત્માઓની નિશ્રા મળી શકે તેમ હોય તો તેમનાથી ચલાવી લઈએ. • જે પ્રસંગો મહાત્માની નિશ્રા વિના પણ થઈ શકે છે, તે પ્રસંગમાં સહજ રીતે નજીકના મહાત્માની નિશ્રા મળે તો સારી વાત છે, પણ તેના માટે લાંબા વિહારો કરીને નિશ્રા આપવા પધારવા દબાણ ન કરીએ. • હાઈવે રોડ પર વધારે અકસ્માતો થાય છે, માટે અંદરના રસ્તાઓના વિહારો જરૂરી છે, પણ જ્યાં જૈનોનાં ઘરો ઓછાં છે અથવા ક્યાંક છે જ નહિ તેથી અનેક મુશ્કેલી નિર્માણ થાય છે. વિહાર ગ્રુપો બનાવવાં. એક ગામથી બીજે ગામ વિહારમાં મહાત્માઓને લેવા-મૂકવા જવું. ચોમાસા પ્રસંગો માટે પણ એક સ્થાનથી અન્ય સ્થાન સુધી સલામત વિહારની વ્યવસ્થા કરવી તે આપણી ફરજ છે. • ગામમાં રહેલાં જૈન કુટુંબોને આર્થિક રીતે સદ્ધર કરવાં. એમની ઊંચી * ૨૩૯ - જૈન ઉદ્યોગપતિઓ-શ્રીમંતો, પાલિતાણા-શંખેશ્વર -ગીરનાર-અમદાવાદમુંબઈ-ડીસા જેવા વધુ વિહારવાળા માર્ગોમાં ફાળો કરીને પણ, ગામડાંઓના અંદરના રસ્તે સમાંતર પગદંડી બનાવી શકે. સાધુ-સાધ્વીજીને વિહાર વખતે સામાન ઊંચકવા માટે કે વ્હીલચેર ચલાવવા માટે બહારના મજૂર-માણસોની આવશ્યક્તા રહે છે. એવા માણસો સાથે જ્યારે સાધુ-સાધ્વીજી કોઈ સંઘમાં પહોંચે અને પેલા માણસોને પૈસા ચૂકવવાના હોય ત્યારે ઘણી આનાકાની થતી હોય છે. ક્યારેક તો ત્યાંના લોકો પૈસા ચૂકવવા જ તૈયાર નથી થતા. એવા વખતે સાધુ-સાધ્વીજી ભારે વિમાસણમાં મુકાઈ જાય છે. એવા સમયે સાધુ-સાધ્વીજીને પરેશાની ન વેઠવી પડે એ બાબતે દરેક સંઘે વ્યવસ્થા વિચારવી જોઈએ. (૪) આયંબિલશાળા, આરાધના ભવનમાં પાણીને ઉકાળવા તેમ જ ઠારવા માટે લ્યુમિનિયમનાં તપેલાં-પરાતોને બદલે તાંબાના તપેલાં-પરાતો : આજે સાર્વત્રિક રીતે મોટા ભાગના સંઘોના ઉપાશ્રયો-આયંબિલશાળામાં પીવાના પાણીને ઉકાળવા માટેનાં વાસણોમાં ઍલ્યુમિનિયમની પરાત (કથરોટ), તપેલાં વગેરે હોય છે. ભક્તિ હંમેશાં ઉત્તમ દ્રવ્યથી જ કરવી જોઈએ એ આપણાં શાસ્ત્રોની આજ્ઞા છે. ઍલ્યુમિનિયમ એ હલકી દ્રવ્ય ધાતુ છે. વળી તે આરોગ્ય માટે હાનિકારક સાબિત થયેલ છે. હાલમાં જ દુનિયાભરમાં ઍલ્યુમિનિયમ ધાતુની વપરાશનાં સંશોધનમાં ઘણી એવી બાબતો પ્રકાશમાં આવી છે કે જે ચોંકી જવાય તેવી છે. ઍલ્યુમિનિયમ એક અત્યંત ક્રિયાશીલ ધાતુ છે. તેથી હવામાં રહેલા ઑક્સિજન સાથે તરત જ સહેલાઈથી ભળી જઈ ઍલ્યુમિનિયમ ઑક્સાઈડમાં ઑક્સીકૃત થઈ જાય છે. તે ઘણી પાતળી પોપડી (લગભગ ૦.૦૧ માઈક્રોમીટરનો થર)ના રૂપે વાસણની અંદરની * ૨૪૦ :
SR No.034385
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2014
Total Pages137
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy