SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ OCC જ્ઞાનધારા C એ જ્ઞાન જો પૂર્વના મહાપુરુષોની મર્યાદા અને આમન્યા તોડનારો હોય તો એની વિશેષ કિંમત ગણી શકાય નહીં. શ્રી સંઘની વ્યવસ્થા, બંધારણ, પૂર્વ મહાપુરુષોની મર્યાદા સચવાય એ મુખ્ય લક્ષ્ય, સાધનને ધ્યાનમાં રાખીને આગમોના પ્રચારપ્રસારનું કાર્ય ઉપાડવું જોઈએ. વિદ્વાનો અને વિદેશી સ્કૉલરોએ પણ આગમ ગ્રંથોના અનુવાદોનાં વિવેચન કર્યાં છે, પણ બૌદ્ધિક જ્ઞાનની દષ્ટિએ તેના અનુવાદના સાચા અધિકારીઓ શ્રમણ ભગવંતો જ છે. તેઓ પાસે પરાપૂર્વથી આનું પ્રારંભિક જ્ઞાન, તેની પરિભાષાઓ, તેના આમ્નાયો ગુરુ પરંપરાથી આવતા હોય છે. જેની પાસે આવી મૂડી ન હોય તેઓ કાં તો અર્થનો અનર્થ કરે અથવા જે તે વસ્તુની સ્પષ્ટ ચોક્કસ રજૂઆત ન કરી શકે, માટે સ્કૉલરો અને વિદ્વાનો આવા અનુવાદ, અભ્યાસ, સંશોધનનાં કાર્યો કરવાના અધિકારી નથી. માત્ર જ્ઞાની ગીતાર્થ ગુરુભગવન્તો આના અધિકારી છે. આગમોત્તર શ્રુતના પ્રચાર-પ્રસાર આટલી ઉત્તમ કક્ષાનું વિપુલ સાહિત્ય દરેક વિષય અને પદાર્થનું જૈન શ્રુત હોવા છતાં પણ તેનો ફેલાવો ખૂબ જ લિમિટેડ છે. ફક્ત જૈન વિદ્વાનો અને સ્કૉલર કે જેવો જૈન ધર્મ અથવા સાહિત્યનો અભ્યાસ કરી રહ્યા છે તેઓ પૂરતો મર્યાદિત છે, કારણકે આપણાં જે પણ પુસ્તકો-સાહિત્ય છપાય છે તે આપણે જૈન સંઘો દ્વારા કે જૈન સંસ્થાઓ દ્વારા ચાલતા ૪૦૦ જ્ઞાનભંડારોને ભેટ સ્વરૂપે મોકલીએ છીએ અથવા તો છપાયેલ સાહિત્યની યાદી ફક્ત આવા ૪૦૦ જ્ઞાનભંડારો અથવા તો જૈન સાધુ-સાધ્વીજી ભગવંતોને મોકલીએ છીએ અને તેઓને આ પુસ્તકો ખરીદવા માટે ભલામણ કરીએ છીએ. તેથી જૈન સંઘ-જૈન સંસ્થા કે જૈન શ્રમણશ્રમણી ભગવંતોને જ નૂતન પ્રકાશન તેમ જ જૈન દર્શનમાં રહેલ અમૂલ્ય એવા ગ્રંથોનો પરિચય સતત થતો રહે છે. જૈન સાધુ કે સાધ્વીજી ખૂબ જ ઉત્તમ અને વિશિષ્ટ અભ્યાસ આ બધા જ ગ્રંથોનો પોતાની શક્તિ અને રુચિ અનુસાર કરે છે તેથી ખરેખર તો જૈન શ્રમણ-શ્રમણી એ મોબાઈલ યુનિવર્સિટી જેવા છે અને તેમનાં અગાધ જ્ઞાન અને તેજ જ્ઞાનની સમજણના લીધે આચારપાલન સમ્યક્ત્વપૂર્વકની ચારિત્રની શુદ્ધતા ઉચ્ચ પ્રકારની હોય છે. મુદ્રિતના આ યુગમાં હસ્તપ્રતોમાં રહેલ ઘણાબધા અપ્રકાશિત ગ્રંથો સંશોધન-સંપાદન થઈને પ્રકાશિત २२७ PCC જ્ઞાનધારા COO થયા છે અને તેને લીધે ગ્રંથોનો અભ્યાસ સરળ-સુલભ બન્યો છે. તેમાં ગુરુભગવંતોની અથાગ મહેનત અને પરિશ્રમ તો છે જ, પરંતુ સાથેસાથે હસ્તપ્રત ભંડારનો સંગહ જેમની પાસે રહેલો છે એવા જૈન સંઘ કે જૈન સંસ્થાઓના સંચાલકોની ઉદારતા પણ ખૂબ જ ભાગ ભજવે છે. છેલ્લાં પચ્ચીસ વર્ષમાં ઘણાબધા હસ્તપ્રત ભંડારોનું આજની આધુનિક ટેક્નોલૉજી દ્વારા ડિજિટલાઈઝેશન થયું છે અને તેમાં સંચાલકોએ ઉદારતાપૂર્વક મંજૂરી આપી છે ડિજિટલાઇઝેશનના લીધે હસ્તપ્રતમાં રહેલ શ્રુતની રક્ષા પણ થઈ છે અને તેમાં રહેલ ગ્રંથો ઝેરોક્ષરૂપે સંશોધકો-વિદ્વાનોને ઉપલબ્ધ બન્યા છે. જેથી સંશોધકો-વિદ્વાનોને પોતાની રુચિ અનુસાર સમય અને શક્તિનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ કરવાની તક પણ મળી છે. જૈન શ્રુત જેટલું સરળતાથી જૈન જ્ઞાનભંડાર કે જૈન વિદ્વાનોને ઉપલબ્ધ બન્યું છે તેના જેટલું જૈનેતર સંસ્થાઓમાં નથી. જુદા જુદા જૈન સંઘોમાં રહેલ પોતાના આગવા જ્ઞાનભંડાર તો છે જ, પરંતુ સમુદાય કે ગુરુભગવંત પ્રેરિત વિશાળ જ્ઞાનભંડારો ખૂબ જ અગત્યના ભાગ ભજવે છે. આ નવા બનેલ ઈન્સ્ટિટટ્યૂટમાં આધુનિક ટેક્નૉલૉજીના ઉપયોગ દ્વારા પાંચ-દસ કે પંદર વિદ્વાન પંડિતોની કાયમી નિમણૂક કરીને સંશોધન તેમ જ અભ્યાસ માટેના ઉપયોગી બધા જ ગ્રંથોનો એક જ જગ્યાએ સંગ્રહ કરવામાં આવેલ છે. જેથી એક જ સ્થળેથી બધી જ માહિતી તેમ જ ગ્રંથો સરળતાથી ઉપલબ્ધ બને છે અને આ સંસ્થાઓ દ્વારા ડિજિટલાઇઝેશન કરીને ઘણાબધા ગ્રંથો વેબસાઈટ પર પણ મૂકવામાં આવેલ છે. તેઓના દ્વારા ખૂબ જ ઉત્તમ સાહિત્યનું સંશોધન-સંપાદન કરીને પ્રકાશિત કરવામાં આવે છે અને પ્રકાશિત કરેલ તમામ સાહિત્ય વેબસાઈટ પર પણ મૂકવામાં આવે છે જેથી કરીને દ્રવ્ય-ક્ષેત્ર કે કાળના બંધન વગર વિદ્વાનો અને રુચિવંત શ્રાવકો પોતાના અભ્યાસ માટે ઉપયોગી પુસ્તક સરળતાથી વાંચી શકે છે અને ગુરુભગવંતોને જરૂર મુજબ પુસ્તક ડાઉનલોડ કરીને પ્રિન્ટનકલ પણ ઉપલબ્ધ કરાવી શકાય છે. આ રીતે ટેક્નૉલૉજીના ઉચિત ઉપયોગ દ્વારા જૈન શ્રુતનો ખૂબ જ ઉત્તમ ફેલાવો અને પ્રચાર-પ્રસાર થયો છે. વિશ્વનાં અન્ય દર્શનોની સરખામણીમાં વધુ પ્રચાર-પ્રસાર થવો જોઈએ. તેનાં થોડાંક પાસાંની છણાવટ કરી છે. ૨૨૮
SR No.034385
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2014
Total Pages137
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy