SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ CC જ્ઞાન ધારા તટસ્થ અર્થાત્ વીજભાર રહિત થઈ જાય છે, પરિણામે ગરમ કરવામાં આવેલ પાણી શારીરિક અને માનસિક વિકૃતિઓ પેદા કરી શકતું નથી. ઉપસંહાર : બે આ રીતે જોવા જઈએ તો વિજ્ઞાન અને અધ્યાત્મ બંને એક સિક્કાની જ બાજુ છે. છતાં એક વાત સ્પષ્ટ રીતે ખયાલમાં રાખવાની કે વિજ્ઞાનની દુનિયામાં કશું જ અંતિમ સત્ય નથી. જ્યારે અધ્યાત્મની દુનિયામાં અંતિમ સત્ય જ મુખ્ય વસ્તુ છે. વિજ્ઞાન ક્યારેય સંપૂર્ણ અને અંતિમ સત્ય પામી શકતું નથી. હા, એ અંતિમ અથવા તો સંપૂર્ણ સત્યની વધુ નજીકમાં નજીક જઈ શકે છે, પરંતુ અંતિમ સત્ય પામવા માટે વિજ્ઞાનનાં અત્યાધુનિક ઉપકરણો પણ બિનઉપયોગી અને બિનકાર્યક્ષમ પુરવાર થાય છે, કેમ કે ત્યાં આત્માના જ્ઞાનરૂપી ઉપકરણનો જ ઉપયોગ અનિવાર્ય બને છે અને આ જ્ઞાનરૂપી સાધન અધ્યાત્મમાર્ગ વિના ઉપલબ્ધ જ નથી. તેથી વિશ્વના ટોચના ભૌતિકશાસ્ત્રીઓ પણ વિશ્વના સકળ પદાર્થોના ગુણધર્મ અને બ્રહ્માંડની સંરચના તથા અન્ય પરિબળોનો ગણિત તથા વિજ્ઞાનની મદદથી તાગ પામવા પ્રયત્નો કરે છે અને એ પ્રયત્નોને અંતે પણ આ વિશ્વના સંચાલકબળની શક્તિનું રહસ્ય હાથ ન આવતાં, તેઓ ઈશ્વર કે કર્મ જેવી કોઈ અદશ્ય સત્તાનો સ્વીકાર કરે છે. હજારો પાનાં ભરીને આ વિષયનું વર્ણન થઈ શકે એવું મહત્ત્વપૂર્ણ છે, પણ પેજની મર્યાદા સાચવીને અત્રે થોડાક વિષયોનો સારાંશ પ્રસ્તુત કરેલ છે. K ૨૧૯ વર્તમાન સંજોગોમાં વૈશ્વિક અમદાવાદસ્થિત પરિપ્રેક્ષ્યમાં જૈન શ્રુત અને આગમ સાહિત્યના પ્રચાર-પ્રસારનું કાર્ય ખૂબ જ સુંદર શ્રી બાબુભાઈ આગમ ગ્રંથો, જૈન સાહિત્યના પ્રચાર રીતે કરી રહ્યા છે. ઉપરાંત પ્રસારકાર્યની સમીક્ષા ♦ શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા કરુણાસાગર પરમાત્મા મહાવીરે ઉપન્નઈ વા, વિગમેઈ વા અને વેઈ વાની ત્રિપદી ગણધર ભગવંતોને આપી. તેના દ્વારા તેઓના જ્ઞાનાવરણીય કર્મનો અદ્ભુત ક્ષયોપશમ થયો, જેના લીધે તેઓના અંતરમાં દ્વાદશાંગીની રચના થઈ અને તેઓએ સૂત્રરૂપે આગમ ગ્રંથોની રચના કરી. કાળના પ્રભાવે ક્ષીણ થઈ રહેલ આ શ્રુત વારસાને પૂજ્ય । દેવર્ષિ ગણી ક્ષમાશ્રમણના નેતૃત્વમાં વલ્લભીપુરમાં ૧૨ વર્ષના સઘન અને સફળ પુરુષાર્થથી લિપિબદ્ધ કર્યા. પંચાંગી સહિતના આ આગમ ગ્રંથો જૈન તત્ત્વજ્ઞાન, આચારશાસ્ત્ર વિચાર અને જૈન પરંપરાનું જીવંત દર્શન છે. ગણધર ભગવંતોએ અને પૂર્વાચાર્યોએ સૂત્રબદ્ધ કરેલા અને પછીના સમયમાં મહાપુરુષોએ તેના પર વિશદ્ અર્થરૂપ વિવેચન કરવા દ્વારા આ આગમ ગ્રંથો આત્માના કલ્યાણ માટે તેને મોક્ષપથના અગ્રેસર બનાવવા માટે દીવાદાંડી સ્વરૂપે છે. સટીક આગમ સંઘોમાં માળખાનુયોગ, દ્રવ્યાનુયોગ, લિનાનુયોગ અને ધર્મપાનુયોગનો સમાવેશ થયેલ છે. આગમ શાસ્ત્રો જૈન ધર્મના બંધારણનો પાયો છે અને જ્ઞાન દર્શન અને ચારિત્રરૂપી ત્રણ રત્નોની ખાણ છે તેમાં જૈન દર્શનના રત્ન જેવા સાધુ આચાર અને સોના જેવા શ્રાવક આચારનું નિરૂપણ કરવામાં આવેલ છે. જૈન ધર્મના સિદ્ધાંતો અને નીતિ-નિયમોની પણ વિશદ્ છણાવટ કરવામાં આવેલ છે, સાથે સાથે સરળ રીતે બોધ થાય તે માટે વિવિધ કથાઓનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. પૂ. ગુરુભગવંતો અને સાધ્વીજીઓની વેયાવચ્ચનું કાર્ય સુપેરે કરી રહ્યા છે. પૂ આગમ ગ્રંથો - શ્વેતાંબર મૂર્તિપૂજક માન્યતાનુસાર ૪૫ આગમ તેમ જ સ્થાનકવાસી ૨૨૦
SR No.034385
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2014
Total Pages137
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy