SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ XXXC şiI4&I I XXX ને પરભવ બન્ને સફળ થઈ જાય. સમાજની પણ ફરજ છે કે મુમુક્ષુને પ્રશિક્ષણ આપતી આવી વિદ્યાપીઠો માટે આર્થિક સહાય કરવી જોઈએ. ખુલ્લાદિલે દાન આપવું જોઈએ. આજનો મુમુક્ષુ દીક્ષા લીધા પછી જિન શાસનનો શણગાર બનવાનો છે. પ્રભુના શાસનને ૨૧૦૦૦ વર્ષ સુધી પ્રવાહિત કરવાનો છે. સ્વ અને પરનું કલ્યાણ કરવાનો છે. સંદર્ભ ગ્રંથો : (૧) શ્રી નવકાર મંત્ર એક અધ્યયન- લેખક : ડૉ. છાયા શાહ (૨) જૈન શાસનનસ્ય દીક્ષા- પ.પૂ વિજયયોગતિલક સૂરિશ્વરજી (૩) ક્ષમાં ગુણ દર્શન - આ. રામચંદ્રસૂરિશ્વરજી મહારાજા (૪) વિદ્યાપીઠની મૌખિક માહિતી પંડિતવર્ય ભાવેશભાઈ, TOCTC જ્ઞાનધારા CC0 કે સમાજના અગ્રણીઓએ આખો ભાર ઉઠાવી લીધો છે. આ વિદ્યાપીઠને કયારેય આર્થિક કટોકટી ભોગવવી નથી પડી. સ્થાનકવાસી સમાજની પણ નારણપુરા, અમદાવાદમાં મુમુક્ષુ માટે ‘તારાબેન ટ્રસ્ટ' નામની અને ઘાટકોપરમાં શ્રમણી વિદ્યાપીઠ ચાલે છે. નાકોડામાં પણ આવી વિદ્યાપીઠ કામ કરે છે. બેંગલોરમાં પણ આવી વિદ્યાપીઠ સ્થપાઈ હતી, પરંતુ કોઈ કારણસર તે બંધ પડી ગઈ. તાજેતરમાં પાવનધામ, કાંદિવલીમાં ‘પરમ સંબોધિ' વિદ્યાપીઠની સ્થાપના થઈ. મુમુક્ષના હિત માટે અને તેમના પ્રશિક્ષણ માટે, તેમનાં કાર્યને સફળ કરવા માટે ખરેખર તો આવી અનેક વિદ્યાપીઠો સ્થપાવી જોઈએ. જેમ ઉચ્ચ શિક્ષણ આપતી કોલેજોમાં સ્નાતક બનાવવા માટે વિવિધ વિષયો શીખવવામાં આવે તેમ આવી વિદ્યાપીઠોમાં દીક્ષાને લગતા વિષયોનું પૂરેપૂરું જ્ઞાન આપવું જોઈએ. આ વિષયો છે : (૧) રત્નત્રયી (૨) સમિતિ-ગુપ્તિ (૩) પાંચ મહાવ્રતો (૪) બાવીસ પરિષહો (૫) મમતાત્યાગ (૬) પરિગ્રહત્યાગ (૭) નિદૉષ ભિક્ષા (૮) બ્રહ્મચર્ય-નવવાડ (૯) સમતાની સાધના (૧૦) પંચમહાવત ભાવના (૧૧) સમાચારી યતિધર્મ. એક હકીકત એ પણ છે કે મુમુક્ષુએ દીક્ષા લેતાં પહેલાં જ આવી વિદ્યાપીઠોમાં જેટલો બને તેટલો વધુ ને વધુ અભ્યાસ કરી લેવો જોઈએ, કારણકે દીક્ષા લીધા પછી બીજી દિનચર્યા અને જવાબદારીઓને કારણે સ્વાધ્યાય માટે વધુ સમય ફાળવી શકાતો નથી. તેથી જો પદ્ધતિસર, ક્રમ: સર અભ્યાસ દીક્ષા લીધા પહેલાં કરી લીધો હોય તો તે જ્ઞાનપૂર્વક દીક્ષિત જીવનનું ખરા અર્થમાં આનંદપૂર્વક પાલન કરી શકે. પૂર્વભવની ઉત્કૃષ્ટ આરાધના અધૂરી છોડી હોય તેને દીક્ષા લેવાનું મન થાય છે. આવા મુમુક્ષુ આત્માઓની સંખ્યા ઘણી ઓછી હોય છે. આત્મકલ્યાણનો આ એકમાત્ર માર્ગ છે. તેથી દીક્ષિત જીવન સંપૂર્ણ સફળ બનવું જ જોઈએ ને તેથી આવા આત્માઓને મદદરૂપ થવા પ્રશિક્ષણ આપતી વિદ્યાપીઠો વધુ ને વધુ થપાય તો એનું સુંદર પરિણામ જોવા મળે. આવી વિદ્યાપીઠોમાં ઉચ્ચ આચારવાળા જ્ઞાની પુરુષો શિક્ષક તરીકે પોતાની ફરજ બજાવે, મુમુક્ષુને જ્ઞાનરસમાં ડૂબાડી દે, અમૃતમયી દીક્ષાનો આસ્વાદ ચખાડે તો મુમુક્ષનો આ ભવ - ૨૦૧e * ૨૦૨ ૭
SR No.034385
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2014
Total Pages137
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy