SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ 1ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા । આ પરમનો અણસાર ગુરુ બે રીતે આપે છે. એક તો ગુરુ એમના જ્ઞાનથી મુમુક્ષુને એની ઓળખ આપે છે અને બીજું ગુરુ પોતાના આચરણથી એને અસીમની ઝાંખી કરાવે છે. ગુરુ અસીમની ઓળખ આપવાનું કાર્ય કરે છે, ત્યારે એ શિષ્યની શ્રદ્ધાને દઢવવાની કોશિશ કરે છે. પરમનો સ્પર્શ પામવો એ અત્યંત કપરું કાર્ય છે. પરમાત્મા એ ખૂબ છટકણો પદાર્થ છે. એ આપણી પાસે આવે, સહેજ ઝાંખી આપે અને ક્યાંક અદશ્ય થઈ જાય. ક્યારેક એ આપણને દૂરથી દેખાય છે, પણ એ સામે ચાલીને નિકટ આવતો નથી. ક્યારેક એની એક ઝલક જોવા મળે છે અને એ વીજળીના ઝબકારાની માફ્ક તત્કાળ અદશ્ય થઈ જાય છે. ક્યારેક હૃદમાંથી એનો મીઠો-મધુરો સૂર સંભળાય છે, પણ એનું અસ્તિત્વ દષ્ટિગોચર થતું નથી. આને કારણે તો સંત-કવિઓ પરમાત્માવિરહનાં કેટલાં બધાં પદો ગાયાં છે. સમર્થ યોગીઓએ પણ પરમાત્મા સાથે યોગ સાધવા માટે પ્રબળ આધ્યાત્મિક પુરુષાર્થો કર્યા છે. આવા સંતાકૂકડી રમતા પરમાત્માને પામવાના પ્રયત્નમાં સાધકને ક્યારેક ઘોર નિરાશા જાગે છે. એની શ્રદ્ધા ચલિત થવા લાગે છે. એ હતાશ બની જાય છે, પોતાની અધ્યાત્મયાત્રા અધવચ્ચેથી અટકાવીને સંસારમાં પાછા ફરવાનો વિચાર કરે છે. એની શોધ માંડી વાળવાનો વિચાર કરે છે. એના મનમાં અનેક સંશયો જાગે છે. કુરુક્ષેત્રની રણભૂમિ પર ગાંડિવધારી અર્જુનના ચિત્તમાં સંશય જાગ્યો ત્યારે સ્વયં શ્રીકૃષ્ણ એની પાસે હતા, પરંતુ બધાને સખા શ્રીકૃષ્ણ ક્યાંથી સાંપડે? મનમાં સંશય અને અશ્રદ્ધા જાગી હોય ત્યારે સીધેસીધા પરમાત્માને ક્યાંથી પૂછી શકીએ? પૂછીએ તો પણ ઉત્તર ક્યાં મળે છે? નિરુત્તર એવા આપણે દિશા ખોઈ બેસીએ નહીં, તે માટે ગુરુ આપણી શ્રદ્ધા પરમાત્મામાં રોપે અને દઢ કરે છે. આવી દ્વિધા, મૂંઝવણ અને સંકટ સમયે ગુરુ સાધકનો હાથ પકડે છે. આ સમયે કંઈ પરમાત્મા હાથ પકડવા આવતા નથી. એ કાર્ય તો ગુરુ કરે છે અને ફરી આપણી શ્રદ્ધા ગુરુકૃપાને પરિણામે પરમાત્મામાં દઢ થાય છે, આથી જ ‘હનુમાન ચાલીસા’માં કહ્યું છે, ‘“કૃપા કરહ ગુરુદેવકી નાઈ.’’ બીજાએ કરેલી કૃપા કરતાં ગુરુદેવ જે કૃપા કરે છે, તે વિશેષ કૃપા છે. શા માટે ગુરુકૃપાને ‘બલિયસી’ કહેવામાં આવે છે? એનાં બે મુખ્ય કારણો છે: એક તો પાત્રતા હોય એને જ ગુરુકૃપા સાંપડે છે. મોહનિદ્રામાંથી જાગેલો શિષ્ય યોગ્ય રીતે ઘડાયો હોય તો જ એને આવી કૃપા પ્રાપ્ત થાય છે. આમ તો વિશ્વના તમામ જીવો પ્રત્યે ગુરુકુપા વરસતી હોય છે, પરંતુ એને પામવા માટે તો પાત્રતા જોઈએ. ૧૫ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા અન્ય કૃપાઓના સંદર્ભમાં ગુરુકુપા વિશિષ્ટ એ માટે છે કે એની પાછળ કોઈ સ્વાર્થમય પ્રયોજનલક્ષી કારણ હોતું નથી. અન્ય સ્થળે કૃપા કરવામાં આવે ત્યારે એની પાછળ પુણ્યપ્રાપ્તિનો કે અન્ય લાભનો હેતુ હોય છે, જ્યારે ગુરુકૃપા એ તો નિષ્કામ, સહજ કલ્યાણના ભાવથી પ્રેરાયેલી એવી ‘અહેતુકી કૃપા' છે, અને તે ગરુ કૃપા દ્વારા શિષ્યનું આંતરરૂપાંતર સાધે છે. ગુરુ પાસે રહીને પણ જો બાહ્મષ્ટિ રાખો, તો બાવાના બેય બગડચા જેવું થશે. ઘણી વ્યક્તિઓ ગુરુના બાહ્ય વેશ, વાણી કે આચરણ પર વિશેષ ભાર મૂકતી હોય છે. ક્યારેક ગુરુના સામીપ્સને કારણે એના મનમાં એવો તરંગ પણ જાગે છે કે ગુરુ અને હું બન્ને સમાન છીએ, તો પછી એ ગુરુ શેના? જે પ્રકારે હું ભોજન કરું છું, તે જ પ્રકારે ગુરુ ભોજન કરે છે, જે રીતે હું બોલું છું, એ જ રીતે એ બોલે છે, જેમ મને થાક લાગે છે, એમ એમને પણ થાક લાગે છે અને ક્યારેક તો મારા કરતાં વધુ થાક લાગે છે. તો પછી એ ગુરુ શાના? ગુરુના બાહ્યરૂપને જોનાર ઘણીવાર આ રીતે ભૂલા પડી જતા હોય છે. જ હકીકતમાં તમે જે કરતાં હો, તે જ ગુરુ કરતા હોય તો તેનો છેદ ઉડાડી દો. આ સમાન બાબતોનો છેદ ઉડાડયા પછી જે વધે તે ગુરુત્વ. બાહ્યરૂપ તો સમાન હોય, પણ એ સમાનતાની બાદબાકી કરી નાખ્ય પછી જે કંઈ બાકી રહે તે ગુરુત્વ. એની અંતરથી આરાધના, ઉપાસના કરો અને એ માર્ગે અનુસરણ કરો. ઉત્તમ કવિતા રચવાના બધા ય નિયમ જાણીને એ મુજબ કવિતા રચવાથી ઉત્તમ કવિતા રચાતી નથી, પરંતુ કવિતામાં પ્રાણ પૂરે છે કવિની સર્જકતા, કલ્પના અને દર્શન. આ જ રીતે ગુરુમાં જે વિશિષ્ટ બાબત છે તેની ઉપાસના કરીએ, તો જ ગુરુનું સ્વરૂપ પામી શકાય. “ગુરુ અતિ કઠોર અને મહાવિનાશક છે” એ વિચારીએ, ત્યારે હૃદયને આઘાત લાગે, પરંતુ આના જેવી સત્ય હકીકત બીજી એકેય નથી. એનું કારણ એ છે કે ગુરુનું કાર્ય શિષ્યના હૃદયમાં ધરતીકંપ સર્જવાનું છે. આથી જ ગુરુને ‘મહેશ્વર’ કહ્યા છે. ગુરુ એટલે હળવે હળવે થતો ધરતીકંપ. પ્રકૃતિમાં જે ધરતીકંપ થાય છે, એ તો થોડી મિનિટનો ખેલ હોય છે અને જ્યાં થોડી ક્ષણો પહેલાં વાદળ સાથે વાતો કરતો પર્વત હોય છે, ત્યાં અતલ ઊંડાણ ધરાવતો સાગર બની જાય છે. ધરતીકંપ જળને સ્થળ બનાવે છે અને સ્થળને જળ બનાવે છે. વેરાન રણમાં થોડીક ક્ષણોમાં ઊંચા પર્વતો સર્જાય છે અને થોડીક ક્ષણોમાં ગગનચુંબી મકાનો ધરાશાયી થઈને ધરતી પર - ૧૬
SR No.034384
Book TitleBharatiya Sanskrutima Guru Mahima
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2015
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy