SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ૧) બધા પ્રકારોમાં કયો પ્રકાશ શ્રેષ્ઠ છે ? ૨) બધાં તીર્થોમાં કયું તીર્થ શ્રેષ્ઠ છે ? ૩) બધા કુટુંબીઓમાં ક્યો કુટુંબી શ્રેષ્ઠ છે. ૪) બધી સુખદ વસ્તુઓમાં કઈ વસ્તુ શ્રેષ્ઠ છે ?. દરેક જણે પોતાનો અભિપ્રાય દર્શાવ્યો પતિ સોનપંડિતની ગુરુ સિદ્ધમોલની લલ્લેશ્વરીની માન્યતા માન્યતા માન્યતા ૧) સૂર્યપ્રકાશ નેત્રપ્રકાશ આત્મજ્ઞાનનો પ્રકાશ ૨) ગંગા તીર્થ સ્વાવલંબનરૂપી તીર્થ જિજ્ઞાસારૂપી તીર્થ ૩) ભાઈ ખીરું (પૈસા) ભગવાન આરોગ્ય ઈશ્વરભય (ઈશ્વરપ્રીતિ) | લલ્લેશ્વરીને સાસરિયામાં સાસુનો ખૂબ ત્રાસ સહન કરવો પડતો હતો. સાસુ ખૂબ કામ કરાવતી. એમનો મુખ્ય ખોરાક ભાત હતો. સાસુ થાળીમાં મોટો પથ્થર મૂકી એની ઉપર થોડાક ભાત મૂકી એ પથ્થરને ઢાંકી દેતી અને લલ્લેશ્વરીને જમવા એ થાળી આપતી. બીજાને એમ થાય કે સાસુ કેટલા બધા ભાત વહુને ખાવા આપે છે ! એક દિવસ લલ્લેશ્વરી પાણી ભરવા ઘાટ પર ગઈ. સાસુએ લલ્લેશ્વરીના પતિ સોનપંડિતને ચડાવ્યો અને કહ્યું કે જા તપાસ કર કે આ ચૂડેલ આટલો બધો વખત ઘાટ પર શું કરી રહી છે. સોનપંડિત લાકડી લઈ ઘાટ પર ગયા. સામેથી લલ્લેશ્વરી માટીના ઘડામાં પાણી ભરી આવી રહી હતી. સોનપંડિતે ગુસ્સામાં ઘડા પર લાકડીનો પ્રહાર કર્યો. ઘડો ફૂટી ગયો. લોકવાયકા એવી છે કે ઘડો ભલે ટી ગયો, પણ ઘડામાંનું પાણી ઘડાના આકારમાં લલ્લેશ્વરીના માથ પર ટકી રહ્યું. ઘરે પહોંચીને લલ્લેશ્વરીએ પાણીથી વાસણો ભય અને વધેલું પાણી બહાર ફેંકી દીધું. થોડા દિવસ પછી ત્યાં એક તળાવ બની ગયું છે અત્યારે ‘લલ્લત્રાગ'ના નામથી પ્રસિદ્ધ છે. પંડિત આનંદ કૌલે લલ્લેશ્વરીના જન્મસંબંધી લોકવાયકાઓ એકત્રિત કરી છે એ મુજબ લલ્લેશ્વરી તરીકે જન્મી એ પહેલાંના સાતમા ભવમાં કન્યા તરીકે જન્મેલી લલ્લેશ્વરીનાં લગ્ન પાઠન ગામની એક વ્યક્તિ સાથે થયાં હતાં અને એક પુત્રની માતા બન્યાં હતાં. કાશ્મીરની પરંપરા પ્રમાણે પ્રસૂતિ પછીના ૧૧મા દિવસે થતા ‘કાહનેથર' ૧૬૧ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા નામના અનુષ્ઠાનના સમયે લલ્લેશ્વરીએ પોતાના કુળપુરોહિત સિદ્ધશ્રીકંઠને પૂછ્યું કે આ નવજાત બાળકનો મારી સાથે શું સંબંધ છે ? સિદ્ધશ્રીકંઠે કહ્યું, આ તમારો પુત્ર છે. આ સાંભળીને લલ્લેશ્વરી હતી અને કહ્યું. હું તરતમાં જ પ્રાણ ત્યાગ કરવાની છું અને ‘મારહોમ' નામના ગામમાં વાછરડી તરીકે જન્મ લઈશ. મારા શરીર પર વિશિષ્ઠ પ્રકારનું ચિહ્ન હશે. તમે બરાબર એક વર્ષ પછી ‘મારહોમ' ગામમાં આવજો અને આ વાતની સત્યતાની ચકાસણી કરી લેજો. લલ્લેશ્વરીએ આટલું બોલી તરત જ પ્રાણી ત્યાગ કર્યો. સિદ્ધશ્રીકંઠ એક વર્ષ પછી ‘મારહોમ’ ગામમાં ગયા. એમને ત્યાં વિશિષ્ઠ ચિતવાળી વાછરડી મળી ગઈ. વાછરડીએ એમને જોઈને કહ્યું, હં તરત જ પ્રાણ ત્યાગ કરવાની છું. મારો નવો જન્મ બિજીબ્રોર (બ્રિજબિહાડા) ગામમાં પિલ્લાના (મરઘીનું બચ્ચું) રૂપમાં થશે. ત્યાં તમને આગળની વાત કહીશ. વાછરડી આટલું બોલી રહી ત્યાં ઓચિંતો એક ચિત્તો આવ્યો અને એણે વાછરડીને ફાડી ખાધી. સિદ્ધશ્રીકંઠની જિજ્ઞાસા વધી ગઈ. તેઓ બિજીબ્રોર ગામમાં પિલ્લાના રૂપમાં લલ્લેશ્વરીને મળવા ગયા. લલ્લેશ્વરી અમુક અમુક ગામમાં અમુક અમુક રૂપમાં જન્મ લેવાની દરેક વખતે જે વાત કરતાં એ પ્રમાણે સત્યતાની પરીક્ષા કરવા માટે સિદ્ધશ્રીકંઠ બરાબર એનું અનુસરણ કરતા રહ્યા. લલ્લેશ્વરી તરીકે જન્મી એના પહેલાંના ભવમાં એણે દેહત્યાગ કરતી વખતે સિદ્ધશ્રીકંઠને પોતાના આવતા ભવજ્ઞી વાત ન કરી, માત્ર મૌન રહી મલકીને દેહ છોડી દીધો. - સાતમા ભવે એનો જન્મ લલ્લેશ્વરી તરીકે સિમપુરા ગામમાં થયો. આ છ ભવ એણે ૧૦ વર્ષમાં પૂરા કરી નાખ્યા હતા. લલ્લેશ્વરી જ્યારે ૧૨ વર્ષનાં થયાં ત્યારે એમનાં લગ્ન પાંપોર ગામના સોનપંડિત નામના યુવક સાથે થયાં. આ એ જ યુવક હતો જે સાત ભવ પહેલાં લલ્લેશ્વરીના પુત્ર તર્ક જન્મ્યો હતો અને લલ્લેશ્વરીએ એ ભવમાં પુત્રજન્મ આપીને માત્ર ૧૧ દિવસમાં દેહ છોડી દીધો હતો. પાણિગ્રહણ વખતે હાજર રહેલા સિદ્ધશ્રીકંઠને લલ્લેશ્વરીએ હળવેકથી કહ્યું, સાત જન્મ પહેલાં જે છોકરો મારી કૂખે જન્મ્યો હતો એ જ આજે મારો પતિ બન્યો છે. તમને યાદ આવે છે કે મેં એ ભવમાં તમને પ્રશ્ન પૂછેલો કે આ છોકરો મારો શું થાય ? સિદ્ધશ્રીકંઠને બધી વાતો યાદ આવી ગઈ અને એ આશ્ચર્યચકિત થઈ ગયા. એક લોકવાયકા મુજબ સિદ્ધથીકઠ સવારના સમયે નદીકાંઠે સ્નાન કરી રહ્યા હતા. એમણે જોયું કે થોડેક દૂર લલ્લેશ્વરી માટીના વાસણને બહારથી માંજી રહી હતી. ૧૬૨
SR No.034384
Book TitleBharatiya Sanskrutima Guru Mahima
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2015
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy