SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ખપજોગી નિર્દોષ વાણી (૨૪) કાયાથી પરોપકાર છલકતો કાર્યકલ્પ સંયમમાર્ગમાં પ્રસન્નતા લાવે છે. ‘સિતાદિક પરિસહ સહે મુનિ., અંસ નવિ કરતા માન રે. ગુણ. મરણ કષ્ટ આવી પડે મુનિ., બીક નહીં તીલ માત રે. ગુણ.’’ આ પંક્તિમાં સાધુજીવનની કઠોર આચારસંહિતા તેમ જ મુનિભગવંતની નિર્ભયતા, સહનશીલતા અને અનાશક્ત ભાવ પ્રગટ થયો છે. (૨૫-૨૭) દેહાધ્યાસના ત્યાગના કારણે મુનિવર શીત, ઉષ્ણ આદિ બાવીસ પરિષહો (શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, અ.૨)ને સ્વેચ્છાએ, જ્ઞાતા-દષ્ટા બની સમભાવે સ્વીકારે છે. અંશ માત્ર અભિમાનીને સ્પર્શતા નથી. મારણાંતિક ઉપસર્ગો (કટો) આવે છતાં અંશમાત્ર ભયભીત થતાં નથી. બંધક ઋષિના ૫૦૦ શિષ્યો ઘાણીમાં પિલાણા. આ દષ્ટાંત જૈન જગતમાં વિખ્યાત છે. સહનશીલતા એ સાધકની સાધનાનો મપદંડ છે. સહનશીલતા વિના સંયમ ટકે નહીં. સાધુ પાપભીરૂ અને ભવભીરૂ જરૂર હોય. વીર પ્રભુનો પાટવી મુનિ., સુધર્મા શ્રુતભાણ રે. ગુણ. તસ અંતેવાસી ભલો મુનિ., જંબુજુગ પરધાન રે. ગુણ.” પ્રભુ મહાવીરના પટ્ટપરંપરાના ‘પાટવીકુંવર’ તરીકેનું સૌભાગ્ય પાંચમા ગણધર શ્રી સુધર્માસ્વામીને મળ્યું, જેઓ શ્રુતના દિવાકર હતા. તેમના શિષ્ય શ્રી જંબુસ્વામી આ યુગના અંતિમ કેવળજ્ઞાની હોવાથી કવિશ્રીએ તેમને યુગપ્રધાન કહ્યા છે. ત્યાર પછી કેવળજ્ઞાનની જ્યોત બુઝાઈ ગઈ, અર્થાત્ કેવળજ્ઞાનરૂપી સૂર્ય વીર નિર્વાણ પછી બે પાટ સુધી પ્રકાશિત રહ્યો. “સીલ સુગંધી ચૂનડી મુનિ., ઊંઢી અધિš રંગ રે. ગુણ. રત્નયત્રી રુચિ દીપતો મુનિ., પહરી ઘાટ સુચંગ રે. ગુણ.’’ મુનિભગવંતે શીલરૂપી સુગંધી ચૂંદડી ઓઢી છે. આ ચૂંદડી ભાતીગળ રંગની છે. આ ચૂંદડી ઓઢનારા મુનિભગવંત જ્ઞાનદર્શન અને ચરિત્રની રુચિથી શોભે છે. આ ખૂબસૂરત બાંધણીના ભાતની રેશમી ચૂંદડી મુનિભગવંતને ઓપી રહી છે. ‘રુચિ’ શબ્દ દ્વારા આનંદપૂર્વક એવો ભાવ થયો છે. જેમ રુચિપૂર્વક કરેલું ભોજન શરીરને પુષ્ટ કરે છે, તેમ રુચિપૂર્વક કરેલું ધર્માચરણ આત્માને પુષ્ટ કરે છે. કવિશ્રીએ સમયસુંદરની ‘ચારિત્ર ચૂનડી’ના ભાવોનો કંઈક અંશે સ્પર્શ કર્યો છે. શિયળની ચૂંદડી એ મુક્તિનું પ્રતીક છે, તેમ ચારિત્રની ચૂંદડી એ આત્માનું સૌભાગ્યપણું પ્રાપ્ત કરાવે છે. ૧૫૩ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા કવિશ્રીએ ચિત્રાત્મક શૈલીમાં ચૂંદડીનો પરિચય આપી મુક્તિના સારરૂપે વ્રત શિરોમણિ શિયળનો મહિમા વર્ણવ્યો છે. “ધર્મે વાસિત શ્રાવિકા મુનિ., ગહુલી ગણિ બમાન રે. ગુણ. અનુભવ ઉજજવલ ઠ્ઠલડે મુનિ., વધાવે ગુણવાન રે. ગુણ.' અહીં ગુરુપૂજનની વિધિ ઉદ્ઘાટિત થઈ છે. સામાન્ય રીતે શ્રાવિકા બહેનો ગુરુના ગુણકીર્તન કરવા માટે ગ ંલી કાઢે અથવા બોલે છે. પ્રસ્તુત પંક્તિઓમાં પણ કોઈ ગુણિયલ ગણિવર પ્રત્યે પૂજ્યભાવ પ્રગટ થવાથી ધર્મના રંગે રંગાયેલી શ્રાવિક ગ ંલી | કરીને ગણિવરને અનુભવરૂપી શ્વેત પુષ્પો (કીમતી વસ્તુ) વડે વધાવે છે. ગુરુ ગ્રંથિભેદ કરાવી આત્માનુભૂતિના કારણભૂત હોવાથી શ્રાવિકા કૃતજ્ઞભાવે તેમને શુભ ભાવો વડે વધાવે છે. ‘અનુભવ ઉજજવલ’ શબ્દમાં રૂપક અલંકાર પ્રયોજાયેલો છે. “નય નિક્ષેપૈં અતિ ભલી મુનિ., સપ્તભંગી વીખ્યાત રે. ગુણ. અનંત ગમપર્યાયથી મુનિ., પ૬ અક્ષત (૨) સંખ્યાત રે. ગુણ.'' અહીં જિનવાણી - ગુરુવાણીનું સ્વરૂપ દર્શાવ્યું છે. કવિશ્રી નય, નિક્ષેપ, સપ્તભંગી જેવા જૈન ધર્મના સિદ્ધાંતો પ્રરૂપી વસ્તુના અનંત ધર્માત્મક, તેની અનંત પર્યાયો, વાણીની સીમિતતા દર્શાવી જિનવાણીની ઉત્તમતા સ્પષ્ટ કરે છે. અહીં કવિશ્રીના શાસ્ત્રોક્ત જ્ઞાનની બહુલતાનાં દર્શન થાય છે. નય એ પ્રમાણભૂત જ્ઞાનનું અંશભૂત જ્ઞાન છે. વસ્તુ અનંત ધર્માત્મક છે. તેના એક ધર્મને પ્રધાનતા આપી અન્ય ધર્મનો અપલાપ ન કરવો તે ‘નય’ છે. વસ્તુના યથાર્થ અવબોધ માટે વસ્તુને નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવના રૂપમાં નિક્ષેપણ કરવું તે ‘નિક્ષેપ' છે. “વાણી જિનની સાંભલે મુનિ., અતિ ભગતેં એક ચિત્ત રે. ગુણ. જિનશાસન ઉન્મત કરે મુનિ., ઉત્તમ લહીય નિમિત્ત રે. ગુણ. ‘ઉત્તમ’ શબ્દ દ્વારા શ્લેષ અલંકારનું નિરૂપણ કરી કવિશ્રી પોતાનું નામ અંકિત કરે છે અને ઉત્તમ શબ્દનો બીજો અર્થ શ્રેષ્ઠ એવો થયો છે. ભવ્ય જીવો જિનવાણીનું શ્રવણ કરી ઉત્તમ નિમિત્ત પામી પ્રતિબોધ પામે છે. આમ, મુનિવર દેશના લબ્ધિ દ્વારા જિન શાસનની પ્રભાવના – ઉન્નતિ કરે છે. સાધુતાનું સ્વરૂપ દર્શાવતી આ કૃતિ ભક્તિમાર્ગની એક વિશિષ્ટ રચના તરીકે સ્થાન ધરાવે છે. ભક્તિમાર્ગની રચનાઓમાં ગ ંલી વિવિધતા અને નવીનતા દર્શાવે છે. પ્રત્યેક કડીમાં અંત્યાનુપ્રાસની યોજનાથી કાવ્યગત ગેયતાથી રસિકતામાં વૃદ્ધિ થાય છે. ૧૫૪
SR No.034384
Book TitleBharatiya Sanskrutima Guru Mahima
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2015
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy