SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ 1ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા । પરમાત્મા જ છે, તેથી એ ઉપાયની અતિશ્રેષ્ઠતા છે. કળિયુગમાં ભગવાનના નામની મહત્તા સર્વથી અધિક છે એમ શાસ્ત્રો પણ કહે છે. અન્ય ઉપાયો તો તૈયાર નથી, એટલે સિદ્ધ કરવા પડે, પણ હરિનું નામ તો તૈયાર જ છે, સુલભ છે, સર્વાધિકાર અને સર્વળ આપનારું છે. માટે માનવીએ પોતાના રક્ષણ માટે અન્ય કોઈ પણ ઉપાય કરવાને બદલે ભગવાનની સમીપ જઈને ‘મારે તો તમો એક જ ઉપાય છો, બીજો કોઈ નથી’ એવા મહાવિશ્વાસ સાથે પ્રાર્થના કરવી અને ઈશ્વરની સંપૂર્ણપણે શરણાગતિ સ્વીકારવી, પણ જેમ યોગમાર્ગમાં સમાધિનાં આઠ અંગ કહ્યા છે તેમ અહીં પણ કેટલાક નિશ્ચય સાથે પ્રભુને શરણે જવાની વાત કવિ કરે છે. એક તો શરણપણે સ્વીકારેલા ભગવાનની મરજી પ્રમાણે જ કરવું અને બીજું તેમની મરજી વિરુદ્ધ કાંઈ ન કરવું. જો આ પ્રમાણેનું અનુસરણ ન થાય, તો શરણાગતિનો ભંગ થાય, માટે શરણ્ય સ્વામીની દરૂપી આજ્ઞા શરણાગત સેવકે અનુસરવી જ જોઈએ. ત્રીજું ભગવાનનો મહાવિશ્વાસ રાખવો, એટલે કે “મેં અપાર પાપો તથા અપરાધો કર્યાં છે અને મોક્ષ તો બજ્ર દુર્લભ છે - અસાધ્ય છે, માટે મારું રક્ષણ ભગવાન કઈ રીતે કરશે?'' એવો સંશય થવાનો છે. આવો સંશય થાય તોપણ શરણાગતિનો ભંગ થાય. માટે જ કવિ આ રચનામાં વારેવારે માત્ર હરિનું જ બળ રાખવાનો બોધ આપે છે. જુઓ - સમજે બળ સાધનનું, તો સુખ ન રહે કાય માટે બળ મહારાજનું રાખવું રુદિયામાંય તેહ વિના અપરાધ ટાળવા, અન્ય નથી ઉપાય ભરી ગોળી વારિ વલોવતા રે, ઊતરે નહિ માખણ કાંય, માટે મનમાં મોટો માનવો રે, પ્રગટ પ્રભુનો પ્રતાપ, નિષ્કુળાનંદ તેહ નરનાર, ટળી જાયે અંતરતાપ કાયરની સહિત બોલવું, નાવે શૂરાતન સોય નપુંસક નરથી નારને, પુત્રની પ્રાપ્તિ ન હોય માટે હૈયે હિંમત ધરો અને કરો ખરો ખલ નિષ્કુળાનંદ નાથજી, થાો રાજી અલબેલ મેલી પ્રતાપ મહારાજનો અને ગાયો પોતાનો ગુણ આજ પહેલાં પડયા કંઈ, કહોને તે તર્યા કુણ માટે ભરોસો ભગવાનનો રાખવો અતિશય ઉર ૧૪૫ (A9–5) (પદ-૨) (કડવું-૯) ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા (ડવું ૧૧) નિષ્કુળાનંદ એહ વારતા, અચલ જાણો જરૂર આમ નિષ્કુળાનંદસ્વામી વારેવારે દઢતાપૂર્વક જણાવે છે કે ભગવાન સમર્થ, ઉદાર અને ભક્તવત્સલ છે તે રક્ષણ કરશે જ, પણ ઉચિત પ્રાર્થનાની તે અપેક્ષા રાખે છે અને જે કોઈ એના આશરે ગયા છે તેનો તેમણે ઉદ્ધાર કર્યો છે, જુઓ - જે જે જન એને આશર્યા, તે સર્વ થયા ધન્ય ધન્ય ગોપીને ગોવાળબાળ, ગાય ગોધાને વત્સ વળી અને કુબજા વળી કંસ આદિ શાલવ ને શિશુપાળ એવાને અભયપદ આપ્યું બીજો કોણ એવો દયાળ (કડવું-૧૭) આમ ગોપીઓ ને ગોવાળો તો ખરા જ, પણ અઘાસૂર, બકાસૂર, શિશુપાલ જેવા પાપીઓનો ઉદ્ધાર પણ ભગવાને કર્યો છે. કવિ કહે છે કે આત્મનિક્ષેપ એટલે આત્મા આત્મીયનો સર્વભાર ભગવાનને અર્પણ કરી દેવો અને બીજું કૃષ્ણપણું-દીનપણું રાખવું હું ‘અકિંચન-અનન્યગતિ અસમર્થ' છું એવું અનુસંધાન રાખવું. આવાં અંગોનિશ્ચયો સિદ્ધ થાય ત્યારે જ શરણાગતિ સિદ્ધ થાય. જ અહીં એવો પ્રશ્ન થાય-આશંકા જન્મે કે જેમણે બહકાળથી પાપનો સંચય કર્યો હોય તે શાસ્ત્રોક્ત પ્રાયશ્ચિત્તાદિ કર્યા વિના કેવળ પ્રાર્થના માત્રથી દૂર કેમ થાય? આ શંકા અને પ્રશ્નના નિરાકરણરૂપે અહીં કહેવાયું છે કે પ્રથમ તો શાસ્ત્રોમાં કહેલાં સાધનો કેવી રીતે ફળ આપે છે તેનો વિચાર કરવો જરૂરી છે, કેમકે હરિ સિવાયનાં સર્વ સાધનો અચેતન, અસર્વજ્ઞ અને અસમર્થ હોવાથી સ્વયં ફળ આપવા સમર્થ નથી એટલે તેમાં કોઈ સર્વજ્ઞ ફળ આપનારા ચેતનની જરૂર પડે છે અને એ ચેતન છે શ્રી હરિ. સર્વ સાધનો તેની પ્રસન્નતાથી જ સફલિત થાય છે, એટલે નિષ્કુળાનંદસ્વામી કહે છે કે મુખ્ય ઉપાય ભૂત ભગવાન જ છે. ભગવાન તો નિરવિધ અને કરુણાનિધિ છે તે અકિંચન શરણાગતને પ્રસન્ન થઈને પોતાનું પદ આપી દે છે. બધાં જ સાધનો કરતાં ‘હરિ’નું માત્ર ‘નામસ્મરણ’ જ બળવાન છે. આના દષ્ટાંતરૂપે તેઓ કહે છેગજ ગણિકા અજામિલ આદિ, ભજી નામ થયા ભવપાર, પતિત પાવન નામ હરિનું, એથી પામ્યા અનેક ઉદ્ધાર. ધ્રુવ પ્રહ્લાદ ને દ્રૌપદી, થયા નામ ભજીને નિશંક, પાણી ઉપર પાષાણ તર્યા, તે પણ નામ ને અંક (કડવું-૩૨) આમ નિષ્કુળાનંદ ભગવાનના નામસ્મરણનો મહિમા સમજાવી આશંક્તિની શંકાનું ૧૪૬
SR No.034384
Book TitleBharatiya Sanskrutima Guru Mahima
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2015
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy