SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... સ્વામીનારાયણ સંપ્રદાયના નિષ્કુળાનંદસ્વામીની ૨ચનામાં ગુરુભક્તિ -ડૉ. જે. એમ. ચંદ્રવાડિયા (‘સંતસાહિત્યના અભ્યાસુ ડૉ. ચંદ્રવાડિયા, યોગીજી મહારાજ મહાવિદ્યાલય ધારી (અમરેલી)ના ગુજરાતી વિભાગના અધ્યક્ષ છે. અનેકવિધ સેમિનાર્સમાં વિદ્વત્તાપૂર્ણ પેપર પ્રસ્તુત કરે છે) નિષ્કુળાનંદ સ્વામીનો જીવનપરિચય રાગ અને ત્યાગ વચ્ચે ઝોલાં ખાતા વિશ્વમાં માત્ર સ્વામી સહજાનંદનો રાગ અને જગતનાં સર્વ સુખસંપત્તિ પ્રત્યેનો વૈરાગ્ય કેળવેલ એક સંતપુરુષ થઈ ગયા જેમનું નામ નિષ્કુળાનંદસ્વામી (પૂર્વાશ્રમનું નામ લાલજી) હતું. “આ લાલજીનો જન્મ જામગનર પાસે શેખપાટ ગામે સંવત ૧૮૨૨માં વસંતપંચમીના શુભ દિવસે પિતા રામભાઈ સુથાર તથા માતા અમૃતબાને ત્યાં થયેલો.” (૧) આ કુટુંબ કારીગર અને ખાનદાન હતું. ઘર સાધારણ હતું, પણ સંસ્કારથી નીતરતું હતું એટલે છીપમાં મોતી જન્મે એ સ્વાભાવિક છે. પિતા રામભાઈ ગુર્જર સુતાર હતા અને રામાનંદસ્વામીના ભક્ત હતા. એમને ત્યાં પુત્રજન્મ થયો હતો તેનું નામ કૃષ્ણના વહાલસોયા નામ ‘લાલજી' જેવું ‘લાલજી' રાખવામાં આવ્યું. લાલજી મોટો થતાં પિતાની કોઢ (દુકાન)માં સૂતારી કરવા લાગે છે ને કારીગર તરીકે પંકાય છે અને રામનું રટણ પણ કરે છે. આ લાલજીના હાથમાં સમય જતાં માળા અને ઝોળી હશે એ કોને ખબર હતી? તેમની કારીગરીને સ્વામીનારાયણ સંપ્રદાયનાં મંદિરો શોભતાં હશે એવા ભાવિના ભીતરના ભદ કોણ ખોલી શક્યું હતું? સુતારીકામ કરતાં આ પરિવાર પાસે દસ-બાર ભેંસો, ગાડું-બળદ અને ઘોડી પણ હતાં. આવા સમૃદ્ધ ઘરમાં મોટા થતાં લાલજીને પિતાએ યોગ્ય વય થતાં કંકુબાઈ સાથે પરણાવી દીધા અને ત્યાર પછી લાલજીને ઘરે સંવત ૧૮૫૬માં પ્રથમ અને સંવત ૧૮૫૯માં બીજા પુત્રનો જન્મ થયો. તેમના નામ અનુક્રમે માધવજી અને કાનજી રાખ્યા, પરંતુ પૂર્વજન્મના કોઈક કર્મ યુવાન લાલજીમાં વૈરાગ્યનાં લક્ષણો પ્રગટ થવા લાગ્યાં. કામમાંથી નવરાશ મળતી ત્યારે પ્રભુસ્મરણમાં મન પરોવતા. રાત્રે - ૧૩૯ Jભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા શેખપાટથી દૂર એક મહાદેવના મંદિરે જતાં. ત્યાં મૂળજી શમાં (પાછળથી ગુણાતીતાનંદસ્વામી તર્રીકે પ્રસિદ્ધ થયા) પણ આવતા. બન્ને આખી રાત ભગવદ્ સ્વરૂપોનું સ્મરણ કરતા અને મળસ્કે પોતપોતાના ઘરે જઈ કામે વળગી જતા. લાલજીનું કુટુંબ સ્નેહભીનું હતું. આવા વાતાવરણમાં લાલજીના યુવાન હૈયામાં લાકડું ઘડતાં ઘડતાં વૈરાગ્યનું ઘડતર પણ થતું જતું હતું. તેની ગણના એક ડાહ્યા અને નાની માણસ તરીકે થવા લાગી હતી. આમ છતાં લાલજીનું મન કોઈ વાતે સંસારમાં માનતું ન હતું. | લાલજીને બધું જ ત્યાગીને વૈરાગ્ય ધારણ કરવાની લગની લાગી હતી. ત્યારે તેઓ વિચારતા કે જો હું મારી ત્યાગભાવનાને વૈરાગ્યનો પાકો રંગ નહિ ચઢાવું તો ‘બાવાના બેય બગડશે; નહિ રહું સુતાર કે નહિ બનું સાધુ. અંતે લાંબા મનોમંથન બાદ તેમણે વૈરાગી બની પરમતત્ત્વને પામવાની મનમાં ગાંઠ બાંધી. આ માટે તેઓ વૈરાગ્યવાન સાધુની શોધમાં લાગ્યા. એ સમયે રામનંદસ્વામી એના શિષ્યમંડળ સાથે સૌરાષ્ટ્ર-કચ્છમાં ફરી જનતાને ઉપદેશ આપતા હતા. એક દિવસ લાલજી અને મૂળજી શર્મા (ગુણાતીતાનંદસ્વામી) એમનાં દર્શને ગયા. ત્યારે રામાનંદસ્વામીએ બન્નેની સાત્વિક ભાવના જોઈ એમને ગુરુમંત્ર આપી વૈષ્ણવી કંઠી બાંધી, લાલજીએ સ્વામીને તેમની સેવામાં રાખવાની વિનંતી કરી, પણ સ્વામીએ કહ્યું ધીરજ રાખો, સમય આબે બોલાવી લઈશું. એમ કહી ઘરે પાછા વાળ્યા. ત્યાર બાદ રામાનંદસ્વામીના સ્વધામગમન બાદ લાલજી ભક્તના આમંત્રણથી સહજાનંદસ્વામી સંવત ૧૮૬૦ના વસંતપંચમીના શુભ દિવસે શેખપાટ લાલજી ભક્તના ઘરે પધારી ત્યાં વસંત મહોત્સવ ઊજવ્યો. ત્યાંથી સહજાનંદસ્વામીને કચ્છ તરફ જવું હતું, પણ કચ્છનો રસ્તો તેમનાથી અજાણ્યો હતો એટલે તેને ભોમિયાની જરૂર હતી, એ માટે લાલજી ભક્ત પોતે જ તેના ભોમિયા તરીકે જોડાયા છે. આ પ્રવાસ દરમિયાન સહજાનંદસ્વામી લાલજી ભક્તની વારંવાર કસોટી કરે છે, પણ વૈરાગ્યને વરેલા લાલજી ભક્ત ચલિત થયા નહિ. અણધાર્યું કરાવે અને અણચિંતવ્યું આપે એ જ દિવ્યપુરષ કહેવાય. આખરે આ ભક્તની મુમુક્ષતાની કસોટીથી પ્રસન્ન થઈ સહજાનંદસ્વામીએ એમની મૂછ અને ચોટલી કાતરી નાખી, જૂનાં લૂગડાં ઉતરાવી કૌપીન અને અલફી ધારણ કરાવી માથે ટોપી પહેરાવી તેનું રૂપ બદલાવ્યું. એમ કહેવાય છે કે “સંવત ૧૮૬૦ના મઘ સુદી પંચમીએ શેખપાટમાં વસંતોત્સવ કરી સહજાનંદસ્વામી અધોઈ પધાર્યા હતા અને ત્યાં જ કસોટીમાંથી પાર ઊતરેલા લાલજીને દીક્ષા આપી હતી. તેથી લાલજીનો દીક્ષા જન્મ પણ આ જ માસમાં છે એ નિશ્ચિત છે" (૧) લાલજીનું રૂપ બદલાયું. હવે નામ પણ બદલવું ૧૪૦
SR No.034384
Book TitleBharatiya Sanskrutima Guru Mahima
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2015
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy