SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ 1ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા । અહંકાર વધે તે માટે બીજા સાથે શાસ્ત્રાર્થ કરે છે અને એમાં વિજય પ્રાપ્ત કરીને દિગ્-દિગંતમાં પોતાની કીર્તિ ફેલાવવા માગે છે. આમાં જ્ઞાન એ એના ચિત્તમાં પ્રકાશ ફેલાવવાને બદલે અહંકાર ફેલાવે છે. સમય જતાં આ જ્ઞાનનો અંધકાર એ વ્યક્તિને સીમિત અને સંકુચિત બનાવી દે છે અને એ પોતે જાતે જ નૂતન મૌલિક જ્ઞાનનાં દ્વારો ભીડી દે છે. કોઈ નવી વાત સ્વીકારવા માટે તૈયાર થતો નથી, કારણ કે પોતાને સર્વજ્ઞ માની બેઠો છે. જ્ઞાનનો અહંકાર જાગતાં વ્યકિતની જ્ઞાન-પૂજા બંધ થઈ જાય છે. એ સઘળાં પ્રયત્નો પોતાના અહંકારને પોષવા માટે કરતો રહે છે. અન્યને જ્ઞાની બનાવવા કરતાં પોતાના અહંકારનું પોષણ મહત્ત્વનું બની જશે. ગુરુ શિષ્યના જ્ઞાનના અહંકારને નષ્ટ કરે છે અને દર્શાવે છે કે આ દુનિયામાં એનાથીય ચડિયાતા અનેક જ્ઞાનીઓ વસે છે, આથી આવા અભિમાનનો અર્થ નથી. વળી જેમ ક્રિયા એ સ્પર્ધાનું સાધન નથી, એ જ રીતે જ્ઞાન પણ સ્પર્ધાનું માધ્યમ નથી. જ્ઞાન પામવાનું હોય, એને માટે કોઈની સાથે સ્પર્ધામાં ઊતરવાનું ન હોય. વ્યક્તિઓનાં વિશેષણ એના અહંકારના પરિચાયક હોય છે. કેટલાક એવો ગર્વ ધારણા કરે છે કે પોતાના જેટલા શિષ્યો એટલા બીજાના નથી. આ સમયે એમનું લક્ષ્ય જેને શિષ્ય બનાવ્યો છે એના જ્ઞાન, સાધના, આરાધના કે અધ્યયન પ્રત્યે હોતું નથી. એમની દૃષ્ટિએ એ શિષ્ય એમની સંખ્યા અને એનાથી ય વિશેષ એમની ગર્વવૃદ્ધિનું સાધન છે. ય કોઈ એવા ગર્વ રાખે છે કે પોતાની સભામાં કરોડો રૂપિયાના દાનનો જે વરસાદ વરસે છે, એટલો વરસાદ બીજે ક્યાંય વરસતો નથી, પછી થશે શું?ત ખુદ એ સાધુ પોતે જ પોતાની સભામાં વધારેમાં વધારે દાન એકઠું થાય એવો પ્રયત્ન કરશે. એમનો હેતુ ધર્મજ્ઞાન આપવાને બદલે દાનપ્રાપ્તિનો બની રહેશે. આમ કરવા જતાં એમને એક ડગલું નીચે આવવું પડશે અને પછી ધર્મવાણીની સાથોસાથ દાતાઓ માટે પ્રશંસાવાણી વહેવડાવવી પડશે. ઇતિહાસમાંથી મહાન દાનેશ્વરીનાં નામો યાદ કરશે. બલિ રાજા, દાનેશ્વરી કર્ણ, શાલિભદ્ર જેવાં દાનવીરોને યાદ કરીને, દાન આપનાર દાનેશ્વરી સાથે એ વ્યક્તિઓનાં નામ જોડી દેશે. જ્યાં સુધી વ્યક્તિએ અહંકારનો અંચળો પહેર્યો હશે, ત્યાં સુધી એ પ્રત્યેક બાબતને અહંકારમાં ફેરવી નાખશે. એ ધર્મ હશે, એ ક્રિયા હશે, એ જ્ઞાન હશે, એ શક્તિપ્રદર્શન હશે, પણ એ બધાને અંતે તો પોતાના અહંકારમાં ફેરવીને એના દ્વાર ધન, G ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા બુદ્ધિ કે શક્તિનું પ્રદર્શન કરશે. કોઈને કોઈ રીતે એ પોતાનો અહંકાર બીજાને બતાવવા પ્રયત્ન કરશે. આ અહંકાર બે રીતે પ્રવર્તે છે. એક તો વ્યક્તિને બાહ્ય જગત અને બાહ્ય પ્રવૃત્તિમાં ડૂબાડી દે છે અને બીજું એ કે એને આધ્યાત્મ ભાવનાથી વધુને વધુ દૂર લઈ જાય છે. અહંકારને સતત નવી નવી વાનગીઓવાળું સ્વાદિષ્ટ ભોજન જોઈએ છીએ. આથી એ વિચાર કરશે કે એના પ્રગટીકરણ માટે કેવાં નવાં નવાં નુસખાઓ અજમાવું, આવા નવા નુસખાઓ અજમાવવા જતાં એનું જીવન બાહ્ય પ્રવૃત્તિઓમાં એટલું બધું ડૂબી જશે કે પછી એ સાધુ કે સન્યાસી કોઈ વહીવટદાર બની રહેશે અને એ વહીવટ આવતાં જ એની માયામાં એટલો ખૂંપી જશે કે એ કામમાંથી એને ભાગ્યેજ સ્વાધ્યાય, શાસ્ત્રવાંચન કે આત્મસાધનાનો સમય મળશે. અહંકાર એ વ્યક્તિની સાધનાજીવનનું પૂર્ણવિરામ બનશે. જેવો અહંકાર આવ્યો કે સાધના અભરાઈએ ચડી જશે. ગુરુ આ અહંકારનું છેદન કરે છે. વ્યક્તિનો અહંકાર બીજે નમતો નથી, પણ ગુરુ એને જ્ઞાનથી, સ્નેહથી, આચરણથી નમાવે છે. અખા અને કબીર જેવા પાસેથી ગુરુ મહિમાનું ઘણું જ્ઞાન સાંપડે છે. આવા ગુરુ વિશે કહેવાયું છે, 'गुरोरवज्ञया सर्व नश्यते च सयद्भवम्' અર્થાત્ ગુરુની અવગણના કરનારનો સઘળો અભ્યુદય નષ્ટ થઈ જાય છે. ભારતીય પરંપરામાં હજારો વર્ષોથી અસ્ખલિત રીતે ગુરુમહિમાનું ગાન કરતી હૃદયની પ્રાર્થના કહો તો પ્રાર્થના અંતરના ભાવ કહો તો ભાવ સમાન આ શ્લોક છે: गुरुब्रह्मा गुरुर्विष्णुर्गुरुदेवो महेश्वर, गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः , આનો અર્થ એ છે કે “ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે, ગુરુ મહેશ્વર છે. ગુરુ એ જ પરબ્રહ્મ છે, માટે એમને હું નમન કરું છું.'' આ શ્લોકના કોઈ રચિયતા નથી. હજારો વર્ષ પૂર્વે લોકહૃદયમાં ગૂંજતી ભાવનામાંથી એનું સર્જન થયું હોય તેવું બને, પરંતુ આ માત્ર ગુરુમહિમાની જ વાત નથી. એની ભીતરમાં ગુરુની પ્રયોગશાળામાં શિષ્ય પર થતાં પ્રયોગોની પૂર્ણ કથા છે. ભારતીય સંસ્કૃતિમાં સૃષ્ટિનાં સર્જન સાથે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર સંકળાયેલા છે. આ ત્રિમૂર્તિ સર્જન, સંવર્ધન અને સંહારની પ્રક્રિયાઓની પ્રતીક છે. ૧૦
SR No.034384
Book TitleBharatiya Sanskrutima Guru Mahima
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2015
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy