SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ 1ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા દાસીજીવણ અને લક્ષ્મીસાહેબની પ્યાલો ભજન રચનામાં ગુરુમહિમા - ડૉ. બળવંતભાઈ જાની (રાજકોટસ્થિત ડૉ. બળવંત જાનીએ નોર્થ ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં ઉપકુલપતિરૂપે સેવા આપેલ છે. ઓલ ઇન્ડિયા ટીચર્સ કાઉન્સિલમાં અધ્યક્ષપદે ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ વિભાગોમાં સેવા આપેલ છે. લેખક-સંશોધક છે. દેશ-વિદેશમાં તેમનાં સફળ પ્રવચનો યોજાય છે) દાસીજીવણ તરીકે સુખ્યાત સંત હકીકતે તો રવિભાણ પરંપરાના મોટા ગજાના સંત છે. જીવણસાહેબ પૂર્વાશ્રમમાં તો હતા ચમાર જ્ઞાતિના. મૃત પ્રાણીનાં ચામડાંમાંથી કઈ ને કંઈ ચીજવસ્તુ બનાવવામાં હંમેશાં પ્રવૃત્ત રહેતા, પરંતુ અંતઃકરણથી એમનો માંહ્યલો તો રામનામની માળા જપતો. અજપાજાપ હંમેશાં ચાલતા. પ્રેમભક્તિમાં જ મગ્ન જીવણસાહેબને રવિભાણપરંપરાની મીરાં માનવામાં આવે છે. દાસીભાવથી ભજનો જ રચ્યાં એવું નહીં, પણ જીવનમાંય એ ભાવને ધારણ કરેલો. ઘણાંબધાં સ્થાને ભમેલાં ક્યાંય મન માનતું નહોતું. અંતે રવિભાણપરંપરાના ભીમસાહેબની સમક્ષ સંદેશારૂપે મનની મૂંઝવણને પદ્યમાં ભરીને સંત ભીમસાહેબ સમક્ષ પ્રસ્તુત કરેલ ભજન એ આ રચના. સંતસાહિત્યમાં પત્રપરંપરાનો અભિવ્યક્તિના સ્વરૂપ સંદર્ભે વિનિયોગ ભજનરૂપે અને પ્રશ્નોત્તરસ્વરૂપે મળે છે. એ તરફ આપણું બહુ લક્ષ્ય ગયું નથી. પ્રશ્નને ભજનમાં વહેતો મૂકવો અને પછી એનો ઉત્તર પણ ભજન દ્વારા જ મળે એવાં અનેક ઉદાહરણો સંતસાહિત્યમાં મળે છે. મૂળ તો પ્રશ્ન અને ઉત્તર એ આપણી ઉપનિષદપરંપરાથી ચાલતી આવતી જ્ઞાનપ્રસ્તુતિકરણની પરંપરા છે. મને એ ઊજળી પરંપરાનું તેજસ્વી અનુસંધાન પ્રસ્તુત ભજનરચના લાગી છે. દાસીજીવણ સદ્ગુરુની ખોજમાં હતા. તેમણે સત્તર જેટલા ગુરુ બદલ્યાની અનુશ્રુતિ પ્રચલિત છે. ગુરુખોજ જ તેમનો ભીમસાહેબ નામના રવિભાણપરંપરાના સંત Ge ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા તરફ દોરી જાય છે. ભીમસાહેબ ભારે મોટા ગજાના યોગી સાધક હતા. યૌગિક ક્રિયાઓમાં ખૂબ જ આગળ વધેલા હતા. એક બીજની રાત્રિએ ભીમાસહેબને દાસીજીવણે પાંચેક જેટલાં અલગઅલગ ગામે પાટપૂજામાં હાજર જોયા. ભીમસાહેબની આવી દિવ્યશક્તિથી પરિચિત અને પ્રભાવિત થઈને દાસીજીવણે ભીમસાહેબને પોતાના ગુરુ બનવા વિનંતી કરી ત્યારે ભીમસાહેબે કહ્યું કે તમારે ગામ ઘોઘાવદર પહોંચો. ત્યાં આવીને જ તમને અવશ્ય ગુરુદીક્ષા આપીશ. એટલે ભીમસાહેબની આજ્ઞાનુસાર દાસીજીવણ ધોધાવદર પહોંચે છે, પરંતુ ત્યાં ઘરના આંગણામાં જ આંબલી નીચે સાક્ષાત્ ભીમસાહેબને પદ્માસન વાળીને બેઠેલા જોયા. એમને ચરણે દંડવત્ કરીને દાસીજીવણ સૂઈ ગયા પછી ભીમસાહેબે ખભો પકડીને બેઠા કર્યા અને ખોળામાં રામસાગર મૂક્યું. દાસી જીવણે પોતાના મનની મૂંઝવણને અભિવ્યક્તિ અર્પતાં આર્તનાદે જે ભજન પ્રસ્તુત કરેલું તે ભજન સંતવાણીની માળાના મહામૂલ્યવાન મોતી સમાન છે. સહેજે સાંયાજી, મારું દિલડું ન માને દૂબજાળું, કહો રે ગુરુજી, મારું મનડું ન માને મમતાળું. વાળી વાળી મનને પૂરું વાડલે, વાલા ! પતળેલ જાય રે પરબારું. સહેજે ૧ ઘડીએક મન મારું કીડી ને કુંજર, વાલા ! ઘડીક ઘોડે ને ઘડીક પાળું. સહેજે૦ ૨ તીરથ જઈને જાણે તપશા રે માંડું. વાલા ! પંચ રે ધૂણી પરઝાળું સહેજે૦ ૩ કામ ને કાજ મુને કાંઈ નવ સૂઝ, વાલા ! ખલક લાગે છે બધું ખારું, સહેજે ૪ હવે તો ગુરુજી મારા ઓરડા ચણાવું, વાલા ! રૂઠડા તે રામને રિઝાવું. સહેજે પ દાસીજીવણ સંત ભીમ કેરાં ચરણાં, વાલા ! સરજ્યું હશે તો થાશે સારુ. સહેજે૦ ૬ દાસીજીવણ ભીમસાહેબને ‘સાયાજી’ એમ સંબોધન કરે છે અને કહે છે કે મારું દિલ અને મન ક્યાંય સ્થિર થતાં નથી. એને હું ખૂબ વારું છું - વાડામાં પૂરું છું, પણ એ પાછું બારોબાર–પરબારું નાસી જાય છે. કાબૂમાં રહેતું નથી. આમ પ્રશ્ન હૃદય-દિલ ન ૧૦૦
SR No.034384
Book TitleBharatiya Sanskrutima Guru Mahima
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2015
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy