SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ Jભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... કે “વસ્તુ ગતે વસ્તુકા લક્ષણ ગુરગમ વિણ નવિ પાવે રે', અર્થાત્ ગુરુ પાસે ખરું સ્વરૂપ સમજ્યા વિના વસ્તુનું યથાર્થ સ્વરૂપ આ જીવ પામી શકે નહીં. ખરી વાત તો ગુરુના બોધથી જ સમજાય છે. પદ ૨૧મું નીચે પ્રમાણે છે - તેનો આરંભ આકર્ષક છે. “કર લે ગુરુ ગમ જ્ઞાન વિચારા – કર લે. નામ અધ્યાત્મ ઠવણ દ્રવ્યથી, ભાવ અધ્યાત્મ ચારા કર લે, એક બુંદ જળથી એ પ્રગટ્યા. મૃત સાગર વિસ્તારા, ધન્ય જિનોને ઊલટ દધિયું; ૧ એક બુંદ મેં ડારા - કરે - લે - ૨ બીજ રુચિ ધર મમતા પરિહર, લહી આગમ અનુસાર, પરપખથી લખ ધણવિધ આપ્યા, અહિ કશું ક જિમ ન્યારા - કર લે - ૩ ભાસ પરત ભ્રમ નાસષ્ઠ તાસ, મિથ્યા જગત પસારા; ચિદાનંદ ચિત્ત હોત અચળ ઈમ, જિમ નભ ધ્રુ કા તારા-કર લે – ૪ પંક્તિ ૧ : અધ્યાત્મવાદ સમજવા અધ્યાત્મને અને ચાર નિક્ષેપથી જણાવવામાં આવે છે. બીજી પંક્તિમાં અધ્યાત્મના નામાદિ ચતુષ્ટયની વિચારણા કરવામાં આવી છે અને ખરો અધ્યાત્મ કોને કહેવાય તે કહ્યું છે. તે સાધવાની ભલામણ કરી છે. અધ્યાત્મ પૈકી જે માત્ર અધ્યાત્મ શબ્દોચ્ચાર છે તે (૧) નામ અધ્યાત્મ. દા.ન. જાપ. અધ્યાત્મની સ્થાપના કરવી. દા. ત. મૂર્તિ તે (૨) સ્થાપના અધ્યાત્મ (૩) બાહ્ય દેખાવ. માત્રક્રિયા યોગ પ્રાણાયામ આદિ દ્રવ્ય અધ્યાત્મ છે (૪) આત્મિક ગુણોને પ્રાપ્ત કરવા તે ભાવ અધ્યાત્મ. પ્રથમના ત્રણ અધ્યાત્મથી ભાવઅધ્યાત્મ જદું જ છે. તેની ખૂબી ન્યારી છે. પ્રથમના ત્રણ અધ્યાત્મ સાધના માત્ર છે. જ્યારે ભાવઅધ્યાત્મ પ્રગટે છે ત્યારે તે ઉપયોગી નથી. ભાવઅધ્યાત્મથી આત્મગુણ સધાય છે માટે તેનો જ સ્વીકાર કરવો યોગ્ય છે એ તેનું રહસ્ય છે. વસ્તુ તે જે વિચારીને કહે - વસ્તુ જેવી હોય તેવી જ પ્રગટ કરે તે આધ્યાત્મ છે. આત્મા જ્યાં સુધી યોગ્યતા પ્રાપ્ત કરતો નથી ત્યાં સુધી પ્રથમ ત્રણ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા અધ્યાત્મનો સહારો લે છે, પરંતુ યોગ્યતા પ્રાપ્ત કરવા ભાવઅધ્યાત્મને સહારે સ્વરૂપ રમણતા કરે છે. જે ક્રિયાઓથી સંસારમાં જીવ પરિભ્રમણ જ કર્યા કરે તે ક્રિયાઓ અધ્યાત્મ નથી. સઘળા સંસારી જીવો ઇંદ્રિયોના વિષયમાં રચ્યાપચ્યા રહે છે. ખરા મુનિ જ આત્મામાં રમણ કરનારા હોય છે. શુદ્ધ આત્માસ્વરૂપની પ્રાપ્તિ માટે ભાવઅધ્યાત્મ જરૂરી છે. આત્મા શાસ્ત્રોમાં કે શબ્દોમાં વસતો નથી, પરંતુ આત્મા પ્રાપ્ત કરવા જે શબ્દો હોય છે તે પ્રમાણે આત્મા પ્રવર્તે ત્યારે સ્વરૂપની પ્રાપ્તિ કરે છે અને એ માટે આત્માનુભૂતિ થયેલ ગુરનું શરણ જરૂરી છે. ગુના માર્ગદર્શન વગર લક્ષ્ય સધાતું નથી. મોક્ષમાર્ગે લઈ જવાનું કાર્ય દેહધારી સાકાર મુક્ત પુરપ કરી શકે. - શુદ્ધ આત્મસ્વરૂપ જેના વચનને અંગીકાર કર્યો સહજમાં પ્રગટે છે. સાચા અધ્યાત્મી નિજ સ્વરૂપને સાધવાની ક્રિયાઓ કરે છે જે ક્રિયાથી ચારેગતિમાં રખડવું પડે તેને અધ્યાત્મ કહી શકાય નહીં. મહત્ત્વ છે ભાવઅધ્યાત્મનું. અહીં ગુરની અનિવાર્ય આવશ્યક્તા બતાવી છે. ધર્મના નામે ઓઘ સંજ્ઞા થતી આપણી મોહાંધ દોડની વ્યર્થતા સૂચવી છે, તેમ જ ગુરગમ દ્વારા અંતર્મુખ થવાની પ્રેરણા આપી છે. તેથી જ કહ્યું છે “નામ, અધ્યાત્મ ઠવણ દ્રવ્યથી, ભાવઅધ્યાત્મ ન્યારા.... અને ભાવઅધ્યાત્મ સાધવા માટે ગુરનું માહાભ્ય છે. પ્રત્યક્ષ સત્ર સમ નહીં પરોક્ષ જિન ઉપકાર એવું લય થયા વિના ઊગે ન આત્મવિચાર.” -(શ્રીમદ્ રાજચંદ્ર -આત્મસિદ્ધિ) સાચા ભાવઅધ્યાત્મી ગુરુ મળે તો સંસારનો પાર પમાય છે એમ સમજી ભાવઅધ્યાત્મ સાધવું એ ઉપદેશ છે. પંકતિ (૨) : બીજી પંક્તિમાં કહે છે, એક બુંદ જળમાંથી, અર્થાત્ ભગવંતોએ કહેવી ત્રિપદીમાંથી આ શ્રુતસાગરનો વિસ્તાર થયેલો છે. ગણધરોએ દ્વાદશાંગીરૂપે તેનો વિસ્તાર કરેલો છે. શ્રી ચિદાનંદજી કહે છે કે તેને ધન્ય છે કે જેણે પાછા તે વિસ્તાર પામેલા ઉદધિને ઉલટાવીને એક બુંદમાં, અર્થાત્ આત્મસ્વરૂપમાં સમાવી દીધેલ છે, આ ક્રિયા સહેલી નથી, મુશ્કેલ છે. નિકટભવી જીવ, અર્થાત્ સમીપ મુક્તિગામી જીવ જ એ પ્રમાણે કરી શકે છે. અહીં જૈન ધર્મના પાયાના સિદ્ધાંતનો નિર્દેશ છે - ત્રિપદીનો જે ભગવંતોએ ઉપદેશી છે, જ્યારે ગણધરો તીર્થંકરને પૂછે છે તત્ત્વ શું છે. ત્યારે માત્ર ત્રણ શબ્દોમાં તીર્થંકર તેનો જવાબ આપતાં કહે છે, ES લ્પ
SR No.034384
Book TitleBharatiya Sanskrutima Guru Mahima
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2015
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy