SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા Jભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા વડે ઘેરાયેલા રહે છે. તેમનું જન્મ-મરણનું ચક કદાપિ સમાપ્ત થતું નથી. સંસારની જેલમાંથી બહાર નીકળવાની યુક્તિ ગુરુ પાસેથી જ પ્રાપ્ત થાય ચે. જેમને આ યુક્તિ મળી જાય છે તેઓ સાચા અર્થમાં બ્રહ્મજ્ઞાની બની જાય છે. તેઓ જ ગુરકુપા વડે પરમાત્માની દરગાહમાં સ્વીકારાય છે. આમ ગુરુકુપાએ દરેક પ્રકારના ભયમાંથી મુક્ત થઈ જવાય છે. આ અજ્ઞાની મનુષ્યોને ખબર નથી કે ચોર્યાસી લાખ યોનિઓમાં મનુષ્યજન્મ સૌથી શ્રેષ્ઠ છે. આ અમૂલ્ય તક છે અને આ અમૂલ્ય તકનો લાભ ઉઠાવવા માટે ગુરનું શરણ લેવું જોઈએ. ગુરુસેવા બધી કરણીનો સાર છે, કારણકે સદ્દગુરુની સેવાથી આત્મા બંધનમુક્ત થઈ જાય છે. એને ફરી પાછો અહંકારનો મેલ ચઢતો નથી. જે જીવ સદગુરની મતિ મુજબ ચાલે છે તેની મોહ-મમતાનો અગ્નિ હોલવાઈ જાય છે અને તેના હદયમાં પરમાત્માના નિર્મળ નામનો વાસ થઈ જાય છે. તેનું મન નિશ્ચલ થઈ જાય છે. તે બહાર ભટકવાનું છોડી દે છે. આથી નાનકજી ભારપૂર્વક કહે છે કે, પરમાત્માપ્રાપ્તિ માટે જીવિત સંદરની અનિવાર્યપણે આવશ્યક્તા છે. ગુરુ વિના જીવન સાથી શાંતિ મળતી નથી. જે જીવ સરની મતિ મુજબ ચાલે છે તેને પોતાની અંદર આપોઆપ વાગતું દિવ્ય સંગીત સાંભળવાનું મળે છે. તેને ત્રિલોકીનું જ્ઞાન થઈ જાય છે. આવા ગુરુને ધન્ય છે. ટૂંકમાં સઘળો સંસાર નાશવંત છે. આ નાશવંત સંસારમાંથી છૂટવાનો એકમાત્ર રસ્તો છે: સાચા ગુરનું શરણ લઈ તેમણે બતાવેલી યુક્તિનો અમલ કરવો. તેમના માર્ગદર્શન પ્રમાણે જીવવાથી આ આશા-તુણાભર્યા સંસારમાં નિર્લેપ રહેવાની યુક્તિ પ્રાપ્ત થઈ જાય છે અને પોતાની અંદર જ્ઞાનનો પ્રકાશ થઈ જાય છે. હૃદયકમળ ખીલી ઉઠે છે. આ પ્રકારે જીવનમાં ગુરુનો મહિમા બતાવતાં કહ્યું છે કે: ખૂલી કેવરિયા, મિટી અંધિરિયા, ધનિ સતગુરુ જિન દિયા લખાયા બાલક વિનર્વે કર જોરી, સતગુરુ ચરન મેં રહત સમાયી. અર્થાત્ ગુરુદેવ ધન્ય છે, જેના કારણે જ્ઞાનનાં દ્વાર ખૂલવાથી પ્રકાશ થવા પર અંધારું દૂર થઈ જાય છે. આથી બાળક હાથ જોડીને વિનમ્રતાપૂર્વક ગુરુચરણોમાં રહેવાની કામના કરે છે. સંદર્ભ ગ્રંથ: ગુરુ નાનક- ગોપાલસિંઘ - ‘જયજી' - મ. પ. દેસાઈ શીખદર્શન : ડૉ. સાંડેસરા હિન્દી સાહિત્ય - શીવકુમાર શર્મા. મધ્યકાલીન યુગના કવિવર સમયસુંદ૨ની ગયુંલીમાં ગુરુમહિમા -ડૉ. રતનબહેન ખીમજી છાડવા મુંબઈસ્થિત ડૉ. રતનબહેને શ્રાવક કવિ ઋષભદાસ કૃત ‘વ્રત વિચાર રાસ’ પર શોધ પ્રબંધ લખી Ph.D. કર્યું છે. લિપિવાંચન અને હસ્તપ્રતોનું સંશોધન તે તેમનો રસનો વિષય છે. “જીવદયા” અને જૈન પ્રકાશ”ના સંપદાનકાર્ય સાથે જોડાયેલાં છે) કવિવર સમયસુંદર : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરનાર સમર્થ જૈન કવિઓમાં સમયસુંદરનું સ્થાન મોખરે છે. ઈ.સ. સોળના શતકના ઉત્તરાર્ધમાં અને સત્તરમાં શતકના પૂર્વાર્ધમાં થઈ ગયેલા આ જૈન સાધુકવિએ ગુજરાતી સાહિત્યમાં વિવિધ પ્રકારનું સાહિત્યસર્જન કર્યું છે. માટે જ કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય પછી પ્રત્યેક વિષયોમાં મૌલિક સર્જક અને વિપુલ સાહિત્યસર્જક જો કોઈને ગણવા હોય તો કવિ સમયસુંદરને ગણી શકાય. તેમના સાહિત્માં એક પ્રકાંડ પાંડિત્ય ધરાવનાર સાહિત્યસર્જકનાં દર્શન થાય છે. - કર્તાની જીવનનો પરિચય : તેમનો જન્મ મારવાડમાં આવેલ સાંચોર ગામમાં થયો હતો. તેઓ પ્રાગ્વાટ (પોરવાડ) વણિક જ્ઞાતિના હતા. પિતાનું નામ રૂપસિંહ અને માતાનું નામ લીલાદેવી હતું. ખરતરગચ્છના યુગપ્રધાન આચાર્ય શ્રી જિનચન્દ્રસૂરિએ તેમને દીક્ષા આપી અને પોતાના પ્રથમ શિષ્ય સકલચંદ્રમણિના શિષ્ય તરીકે જાહેર કરી સમયસુંદર એવું નામ રાખ્યું હતું. અભ્યાસ અને ગણિપદનું બિરુદ : દીક્ષા પછી કવિનો ઉચ્ચ અભ્યાસ, તીક્ષ્ણ બુદ્ધિ, અસાધારણ પ્રતિભા તેમ જ સંયમી સાધુજીવન જોઈને આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિએ સં. ૧૬૪૦માં તેમને ગણિપદ આપ્યું હતું. ત્યાર બાદ સં. ૧૬૪૯માં વાચનાચાર્યનું તેમ જ સં. ૧૬૭૧માં એમને ઉપાધ્યાયની પદવી મળી હતી. તેઓ વાચક મહિમરાજ અને સમયરાજ ઉપાધ્યાયને પોતાના વિદ્યાગુર તરીકે ઓળખાવે છે. તેમણે પોતાનો અભ્યાસ વિશેષત: તેમની પાસે કર્યો હતો. - ૮૫.
SR No.034384
Book TitleBharatiya Sanskrutima Guru Mahima
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2015
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy