SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા પાસેથી મેળવી શકાય. આશાવરી રાગમાં રચાયેલા આ પદનું રહસ્ય પામવા પ્રયત્ન કરીએ. અવધૂ સો જોગી ગુરુ મેરા, ઈન પદકા કરે રે નિવેઠા... અવધૂ, તરવર એક મૂલ બિન છાયા, બિન ફૂલે ફલ લાગા; અર્થાત્ હું તો ઉત્તમને અનુભવી ગુરુની શોધમાં છું, પણ જે આ પદનું રહસ્ય સમજાવે તેને જ હું મારા ગુરુપદે સ્વીકારું. ભગવાન મહાવીરના પ્રથમ ગણધર ઈન્દ્રભૂતિ વગેરે બ્રાહ્મણોને કે જે ચાર-ચાર વેદના જ્ઞાતા હતા, મહાપંડિત હતા તેઓએ મનથી નક્કી કર્યું હતું કે મારા મનની શંકાનું જે સમાધાન કરશે તેનો હું શિષ્ય બની જઈશ. છેવટે મહાવીરે બધા જ બ્રાહ્મણોના સંશયોનું પૂછયા વિના જ સમાધાન કરી આપ્યું તેથી પ્રભુના અગિયાર ગણધરો બ્રાહ્મણ હતા. આ રીતે આનંદઘનજી પોતાનાથી આગળ વધેલા સંતનો સકારો શોધે છે, અર્થાત્ ગુરુ બનતાં પહેલાં ગુરુપરીક્ષામાંથી પાસ થનાર ગુરુ બની શકે છે. આ પદનો જે અર્થ કરે તેને જ મહાન સંત કહી શકાય. કવિએ આ પદમાં એક વૃક્ષની કલ્પના કરી છે, પણ એ વૃક્ષ મૂળ વિનાનું છે. તેને શાખા, ડાળી, પાન, ફૂલ કાંઈ નથી છતાં તેને ફળ આવે છે અને છાયો પણ આપે છે. એ વૃક્ષનું નામ છે ચેતન, જેની કદી ઉત્પત્તિ થઈ નથી. ઉત્પત્તિ ન હોવાથી તેનું મૂળ નથી. મૂળ ન હોવાથી તેને કોઈ શાખા કે પ્રશાખા નથી. અહીં ગગનનો અર્થ તાળવું, અર્થાત્ મસ્તકના અંદરનો અગ્રભાગ એ વધારે સુસંગત લાગે છે, કારણકે યોગીઓને યોગસાધના કરતાં મુખરસની પ્રાપ્તિ થાય છે. દરેક સાધકનો પુરુષાર્થ અમૃતરસ, શાંતરસ, સંઘારસ પીવાનો હોય છે તેથી ઉપમા આપી બીજી કડીમાં કહે છે: તરુવર એક પછી દોઉ બેઠે, એક ગુરુ એક ચેલા; ચેલેને ગુણ ચુન ચુન ખાયા, ગુરુ નિરંતર ખેકા.... આ ચેતન વૃક્ષ પર બે પક્ષીઓ બેઠાં છે. એક ગુરુ અને બીજો છે ચેલો. ગુરુસ્વરૂપ (ચેતન) આત્મા છે ત્યારે ચેલા સ્વરૂપ છે મન. ગુરુ ચેલાને રાત-દિવસ હિતશિક્ષા આપ્યા કરે છે, તેને વારંવાર સમજાવે છે, પણ મનરૂપી ચેલો તો બાળોભોળો છે. તેથી તે વિષયાસક્ત બની ઈન્દ્રિયોદાસી દ્વારા આખી દુનિયાના પદાર્થને ભોગવ્યા કરે છે. તે જે સ્થાને અને જે ગતિમાં ગયો ત્યાં તેને ન્યુનાધિકપણે ઈન્દ્રિયોનો યોગ તો થયો જ છે અને વૈભાવિક પરિણતિને આધારે ભોગ પણ થાય છે ત્યારે આત્મગુરુ નિરંતર પોતાના શુદ્ધ સ્વરૂપની મસ્તીમાં રમે છે, ખેલે છે. આ મનને કબૂતર સાથે સરખાવી કહેવામાં આવ્યું છે કે જે રીતે કબૂતર અહીં તહીં ૭૭ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ફરીને ચણ્યા કરે છે એ રીતે આ મનકબૂતર પણ ચારેબાજુથી મેળવ્યા જ કરે છે. તેની ભોગવાસના સમાપ્ત થતી જ નથી. ચેતન તો આત્મભાવમાં ખેલ્યા જ કરે છે. આ કડીનો બીજો અર્થ પણ થઈ શકે છે. જ આત્મવૃક્ષ પર સુમતિ ને કુમતિ એવા બે પક્ષીઓ બેઠાં છે. કુમતિ બાલ્યભાવનો ચારો ચર્યા કરે છે ત્યારે સુમતિ આત્મહિતનાં કાર્યોમાં રમ્યા કરે છે. સુમતિ ગુરુસ્થાને રહી અંતર આનંદમાં ખેલે છે. એ રીતે ચિંતન કરતાં કુમતિ, સુમતિની જેમ શુભ મન તથા અશુભ મન પણ લઈ શકાય. શુભ મન હિતમાર્ગ હોવાથી ગુરુસ્થાને વ્યવસ્થિત છે ત્યારે અશુભ મન વિષયવાસનાના કીચડમાં રાત-દિવસ ફર્યા કરે છે. જ્યાં આનંદ આવે ત્યાં હલકા અને ન કરવા યોગ્ય ભોગના દાણા ચણ્યા કરે છે. આમ વિચારતાં અનેક દૃષ્ટિએ બે પક્ષી થઈ શકે છે. પરંતુ કવિએ અહીં બે પક્ષી કહી આંતરવૃત્તિ તથા બાલ્યવૃત્તિનું શ્રંદ્ર બતાવ્યું છે. બે પક્ષી બતાવી જીવમાં ત્યાગ અને ભોગ બે કાર્યો બતાવ્યાં છે. જે સાધક આ બંને વૃત્તિને જોઈ દુષ્યવૃત્તિનો ઉપશમ કરે એ જ મારા ગુરુ છે, તેમ ભારપૂર્વક કવિ કહે છે. વિએ આ પદ દ્વારા ગુરુપદનું મહત્ત્વ બતાવેલ છે અને ધ્યાનનું નિદર્શન કરેલ છે. પિંડસ્થ ધ્યાનનું સ્વરૂપ સંતો બતાવે છે કે પિંડસ્થ ધ્યેય તરીક પાર્થિવ, આગ્રેયી, મારુતિ, વાણી અને તત્ત્વમ્ એમ પાંચ ધ્યેયની ધારણા કરવાની હોય છે, પણ આ ધારણાઓ ગુરુગમથી ગુરુના સાંનિધ્યમાં કરાય છે. કવિ આનંદઘનજીનાં કેટલાંક ઉત્તમ પદોમાંનું આ પદ ગણાય છે. અધ્યાત્મમાર્ગમાં ગુરુની આવશ્યક્તા અને ગુરુગમથી પ્રાપ્ત થતાં જ્ઞાનને કવિએ જુદાં જુદાં ચિત્રો દ્વારા પ્રકાશ્યું છે. કવિની કાવ્યશૈલી અજોડ છે જે આ પદમાં જોઈ શકાય છે. ७८
SR No.034384
Book TitleBharatiya Sanskrutima Guru Mahima
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2015
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy