SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ 1ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા સંતકવિ લખીરામ મેઘવાળ સમાજના સાગકિયા અટકના વણકર જ્ઞાતિમાં થઈ ગયા. તેમનો જન્મ ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાબાના ઈંગરોળા ગામે ઈ.સ. ૧૭૭૩માં થયો હતો. તેમની સમાધિ ‘લુવારા’ ગામે આવેલી છે. ઈ.સ. ૧૮૩૮માં સમાધિ લીધી હતી. લખીરામ નાના હતા ને તેમના પિતા અવસાન પામ્યા. માતાએ બે દીકરા ઉપર વૈધવ્ય પાળ્યું. ખેતમજૂરી કરતાં કરતાં લખીયો મોટો થયો. મેઘવાળ સમાજને અસ્પૃશ્ય રાખવાથી તેમણે પોતાની અલગ સમાજરચના ગોઠવી હતી. મેઘવાળ સમાજના જ સાધુ બ્રાહ્મણ, બારોટ, તૂરી, નટ, ભવાઈ વેશધારીઓ હતા, જે મેઘવાળ સમાજમાંથી જ પોતાનો અલગ વ્યવસાય ને સમાજની જરૂરિયાત પૂરી પાડી હતી. મેઘવાળ સમાજમાં તેમના તૂરી, બારોટ, ગરોળા બ્રાહ્મણ ગામડે ગામડે ભવાઈ વેશ ભજવવા જતા હતા. તેમાં ભવાઈનાં પાત્રો ઘટે ને જેમને શોખ હોય તેવા મેઘવાળ યુવાનો આ ભવાઈમાં જોડાતા હતા. લખીરામને નાનપણથી સાધુ-સંતોની સેવામાં જોડાવું ગમતું. જ્યારે ભવાઈ વેશધારીઓ આવે ત્યારે તેમાં જોડાઈ જતો. ભવાઈના શોખને કારણે લખીરામ ગામેગામ વેશ ભજવવા જતો હતો. તેની મહત્ત્વની ઘટના લખીરામ ભવાઈના મંડલા સાથે કરમણ ભગતને ગામ વાવડી આવે છે જ્યાં લખીરામે ધર્મની બહેન માની હતી તે પણ રહેતી હતી. વાવડી ગામમાં ત્રણ રાત્રિના વેશ ભજવાયા પછી આગળને ગામ મંડલું જવાની તૈયારી કરે છે ત્યારે તેની ધર્મની માનેલી બહેન સવારે પાણી ભરવા તે ગઈ ત્યાં પાણી ભરતી બહેનોએ મેણું માર્યું કે જો લખીરામ તારા સગા ભાઈથી વિશેષ હોય તો આ ગામમાં ચોથી રમત રમે. બહેને લખીરામને મેણાની વાત કરી. લખીરામ મૂંઝાયો ત્યાં બહેન બોલી: ‘ભાઈ ! આ ચોથી રમત મને કાપડામાં આપતો જો આમ લખીરામ ગામે ચોથી રમત રમવા રોકાયો. વાવડી ગામમાં વણકર કરમણ ભગત રહેતા હતા. ભગતભક્તિમાં પહોંચેલા લખીરામ તેમની પાસે સત્સંગ કરવાને રાત્રે ભવાઈવેશમાં મોટો દીવો કરવા માટે સૂતરની આંટી લેવા માટે ગયો. લખીરામ કહે છે, ‘બાપા’ ! આજ મારો અહીં ચોથો ખેલ છે તો તમે જોવા માટે આવો ને આજે તો હું રાજા ભરથરી બનવાનો છું.. કરમણ ભગત બોલ્યા ‘સારું ભાઈ, હું આવીશ, પણ આવા વેશ ક્યાં સુધી બદલીશ ! એક એવો વેશ ભજવ કે જે વેશ પાછો ઊતરે જ નહીં.' લખીરામ કરમણ ભગતનો ઈશારો સમજી ગયા ને ‘બોલ્યા ! આપ જેવા સંતની કૃપા ઊતરે તો સાચો વેશ ભજવવો છે.’ રાત્રિનો સમય થયો. વાસમાં રામાપીરના ઓટા પાસે ખેલ મંડાયો. સૌ ૬૫ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા પોતપોતાની જગ્યાએ ગોઠવાયા. મેતરિયા આવી ગયા ને આજે તો કરમણ ભગત આવ્યા છે તેમને ખાટલે બેસાડવામાં આવ્યા છે. આરંભે ગુણપત ગજાનંદને વંદના, માતાજીની આરતી થઈ. રંગલો - ડગલાએ આવી શ્રોતાઓને હસાવ્યા ને રાજા ભરથરીનો ખેલ નાખવાની જાહેરાત કરી. થોડાક સમયમાં લખીરામ રાજા ભરથરીના વેશમાં આવે છે. રાણી પિંગલા સાથેના મીઠા સંવાદો ચાર જુગની કથા કહેવાય છે ને ત્યાં પ્રથમ અંક પૂરો થાય છે. બીજા અંકમાં લખીરામ જોગી બની ગયેલા ભરથરીના વેશમાં આવે છે. માથે મોટી જટા, કાનમાં કુંડળ, ગળામાં રૂદ્રની માળા, કેડે આડબંધ, હાથમાં દંડ, ખુલ્લા ડીલમાં ભભૂતી લગાવી છે ને પડમાં આવતાંની સાથે બોલે છે: અલખ નિરંજન... અલખ નિરંજન... અલખ નિરંજન... શ્રોતાઓની સભા સ્તબ્ધ થઈ ગઈ, કાનમાં અલખનો ગુંજારવ થવા લાગ્યો, ધરતીમાં જાણે ધ્રુજારો આવ્યો, ને તબલાં પર થાપી લાગી, જાણે ડમરું વાગ્યું. જોગી ભરથરી બનેલા લખીરામના અવાજમયાં આજબનો રણકાર આવ્યો, ને બોલ્યા : ‘ભિક્ષા દેને મૈયા પિંગલા, જોગી ઊભો તારે દ્વારા મૈયા પિંગલા.' લખીરામ પોતાની ઓળખ ભૂલીને જોગીના રૂપમાં પરિવર્તિત થઈ ગયો. કરમણ ભગતે આ ક્ષણને પકડી લીધી ને સુરતાનો દોર લખીરામમાં જોડી દીધો આંખોમાં સુરતા કેરાણી ને કરમણ ભગતે જ્યાં બેઠા હતા ત્યાંથી જ હાકલ મારી : ‘એ લખીરામ ! જોગીના આ ભાવમાંથી નીચે આવતો નહીં, જા તારો આ આખરી વેશ, હવે આ વેશ ઊતરશે નહીં.’ સદ્ગુરુ કરમણ ભગતના શબ્દોની ચોટ, ક્ષણનું પાકવું ને લખીરામને અંતરમાં અજવાળું થયું. આ બધી જ પ્રક્રિયાઓ ક્ષણમાં થઈ ગઈ. લખીરામે ખોળામાં રામસાગર લીધો, હાથે મંજીરા બાંધ્યા ને ભીતરથી ભજનની સરવાણી દટી, જે આંતર અનુભૂતિ થઈ તે ગવાઈ ગયું. ‘બેની ! મુંને ભીતર સદ્ગુરુ મળિયા રે.’ હે બેની! હે મારી બાયું: મુંને ભીતર સદ્દગુરુ, પરમતત્ત્વની, પરમાત્માની અનુભૂતિ થઈ છે. ઘટભીતર એવું તો અજવાળું થઈ ગયું કે કોટિકભાણ દિલભીતર ઊગ્યા ને ઘટભીતરની સઘળી ભોમકા મેં ભાળી, નવાઈની વાત તો એ બની કે જે બ્રહ્માંડે વિલસી રહ્યું છે તે ઘટમાં દર્શાણું. ગૂઢ અનુભવજન્ય સર્જનશીલતાનો પરિચય આ ભજનમાં તદ્ન સાદા, સરળ શબ્દોમાં બ્રહ્માનંદની અનુભૂતિને વાચા આપી છે. આત્મસાક્ષાત્કાર થતાં ઘટભીતર 99
SR No.034384
Book TitleBharatiya Sanskrutima Guru Mahima
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2015
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy