SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા સતીસગુરુની શબ્દનાવડીએ ભવસાગર તરી ગયા છે. મહાપંથની દીક્ષવિધિ ભલે પુરુષ સંત કે સાધુ આપી ગુરુ બને છે, પણ જ્યોત પાટની છાયામાં પડદે બેઠેલી સતી સ્ત્રીને ચરણે પડી તેને ગર તરીકે સ્વીકારવા પડે છે. આમ મહાપંથમાં ગુરુસ્થાને સ્ત્રી બિરાજમાન રહી છે. મહાપંથમાં જે વ્યક્તિએ ગુરધારણ ન કર્યા હોય તેને ‘નગરો' કહેવામાં આવે છે. આવા ‘નુગરા'ને પ્રવેશ અપાતો નથી. તેવા લોકોનું મુખ જોવું તેને પાપ ગણે છે. મહાપંથી સંતકવયિત્રી તોરલ કહે છે: “નર રે નુગરાની સાથે નેણલો નવ કીજીએ '. જેસલને ઉપદેશ આપતાં સમજાવે છે કે, ‘ગુરુના ગુણનો નહિ પાર ભગતિ ખાંડાની છે ધાર, નુગરા શું જાણે રે સંસાર, એનો એળે ગયો અવતાર. ગુરુની ગતિ ગુરુની પાસ, જેવી કસ્તૂરીમાં બાસ, નિજિયા નામ તણો પરગાસ, દીનાનાથ પૂરે આપણી આસ.' મહાપંથી સતી સન્ગર રૂપાંદે રાજા માલદેવને કે જે પોતાનો પતિ છે છતાં કહે છે કે તમે મારાથી દૂર રહેજો, કારણકે ‘મારે જાવું ધણીને બારણે... રે'વું મારે નગરા સે ન્યારું રે.' મારે અલખધણીની જ્યોત પાટે દર્શને જવું છે, અલખને મોતીડ વધાવવા જવું છે, ત્યારે તમારે મારાથી દૂર રહેવાનું છે, કારણકે હજ તમે નુગરા છો. નગરાનો એક વિસ્તૃત અર્થ એ પણ વિચારી શકાય કે જેને સર મળ્યા નથી, જે તે કામ, ક્રોધી, લાલચી, અભિમાની ને અનેક વિકારોથી ભરેલો છે તે નુગરો છે. આવા નુગરાથી ન્યારું રહેવું. સદગુરનો મહિમા ને તેમની પાત્રતાના ગુણગાન ગાઈએ છીએ તેમ શિષ્યની પાત્રતા હોવી જરૂરી બને છે. સિંહણના દૂધને ઝીલવા સુવર્ણ પાત્ર જોઈએ, કૃષ્ણને ઝીલવા માટે રાધા નામનું પાત્ર જોઈએ તેમ મહાપંથના મહામંત્રને સતને ઝીલવા શિષ્યની પાત્રતા હોવી જરૂરી છે. માત્ર વિના વસ્તુ ઠેરાય શી રીત ! આ માટે તોરલ કહે છે: 'કાલર ખેતર (ભૂમિ)માં બીજ મત વાવીએ, પાતર જોઈ જોઈ પોંખીએ મારા વીરા રે.' પાત્રની પસંદગી એટલા માટે કે જો કુપાત્રના હાથમાં અમુલખ મોતી કે વિદ્યા આવી જાય તો તેનું મૂલ કોડીનું થઈ જશે, આ કીમતી ધન ગેરવલ્લે જશે, જેમ સ્વાતિ નક્ષત્રમાં વરસાદનું બિંદુ સાપના મુખમાં પડે તો વિષ પેદા થાય છે ને જો એ જ બિન્દ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા છીપના મુખમાં પડે તો મોતી નીપજે છે. મહાપંથી ગંગાસતીએ પાનબાઈને બાવન દિવસમાં બાવન ભજન રચી જે ઉપદેશ આપ્યો તેમાં સ્પષ્ટ કહ્યું છે : ‘કુપાત્ર આગળ વસ્તુ વાવીએ ને, સમજીને રહીએ ચૂપ રે; મરને આવને દ્રવ્યનો ઢગલો કરે ને, ભલે હોય મોટો ભૂ૫ રે.' શિષ્યની પાત્રતા હોય ને સદગુરુને મળવાની તાલાવેલી હોય, તેના અંતરમાંથી સતગુરુ મેળવવાનો આર્તનાદ જાગે તો સામેથી સર પણ આવા શિષ્યને મળવા તલસતા હોય છે. જેમ બાળક માને મળવા રાડ પાડે, રડી ઊઠે ત્યારે મા ગમે તેટલી દૂર હોય તો પણ તેને બાળક રડતો હોવાનો સંકેત મળી જાય છે ને તે દોડતી આવે તેવું સરનું પણ છે. મોટા ભાગના પંથ, સંપ્રદાયમાં ગુરુ શિષ્યને બોધ આપી દીક્ષિત કરે ત્યારે પ્યાલો પીવડાવે છે. આ પ્યાલામાં શું પિવડાવવું તે પંથ પ્રમાણે અલગ અલગ હોય છે. સામાન્ય રીતે ગુરુ પોતાના જમણા પગનો અંગૂઠો દૂધ અને પાણીથી ધોઈ તેની અંજલિ શિષ્યને પીવડાવે છે. આ પ્યાલો પિવડાવવાની સ્થૂળ ક્રિયા સાથે ગુરુ શબ્દસાન - ગુરુમંત્ર - શ્રવણે એવું કંઈક શબ્દરૂપે ચોટ મારે છે કે અજ્ઞાનનાં તાળાં ખૂલી જાય છે, સઘળી ભ્રમણાઓ ભાંગી પડે છે, માયલો - કલેજું વિંધાઈ જાય છે. આ ચોટ એક વિસ્ફોટ બની ઘટભીતર અજવાળું અજવાળું કરી આપે છે. આવો પ્યાલો પીધાનું પ્રમાણ જૈન મુનિ આનંદઘનજી પણ આપે છે. મન સા પ્યાલા પ્રેમ મસાલા, બ્રહ્મ અગ્નિ પર જાતિ, તન ભાઠી અઘટાઈ પીઅ કસ, જાગે અનુભવ લાલી. અગમ્ પીઆલા પીએ મતવાલા ચીન્ને અધાત્વાસા, આનંદધન ચેતન વહે ખેલે, દેખો લોક તમાસા.' આ પ્યાલો હરિરસનો - રામરસનો છે જે મોટા ભાગના સંતોએ પીધો છે ને તેને પાણીમાં વ્યક્ત કર્યો છે. કબીર કહે છે: ‘રામરસ પ્યાલા હે ભરપૂર પીવો કોઈ ઘટક ઘટક ઘટક.' નરસિંહ મહેતાઓ આ રસ ‘પસલી ભરીને પીધો' છે. નાથ યોગી ગોરક્ષનાથે કહ્યું: ‘પ્રેમના પિયાલા સંતોએ પાયા, ધાયાં મેં તો ધૂન ધણી.' મહાપંથી જ્યોત પાટ ઉપાસના સાથે જેનો વંશપરંપરાગત નાતો રહ્યો છે તેવા ત્રિકમસાહેબ કહે છે: “મારા સત્સુએ પાયો અગાધ, પિયાલો દૂજો કોણ પીયે રે.' દાસીજીવણ કહે છે: - ૬૧
SR No.034384
Book TitleBharatiya Sanskrutima Guru Mahima
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2015
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy