SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ૪. મહાપંથી પરબ્રહ્મ ઘટભીતર સ્વીકારે છે. જ્યોત પાટ ઘરની પ્રતીક છે ને તેમાં જ બ્રહ્માંડ સમાયેલું છે. ‘પિંડે સો બ્રહ્માડે'. ૫. મહાપંથીએ નિજારી થવાનું છે. એટલે કે કોઈ પણ પ્રકારની વાસના, ઈચ્છા, આસક્તિથી મુક્ત થવાનું છે. સ્ત્રીનો સંગ હોય છતાં મન, વચન, કર્મથી પવિત્ર રહેવાનું છે. ૬. આ પંથમાં વાચક, વચન અને ટેકનો મહિમા છે, એટલે કે મહાપંથી જ્યોતપાટનો ‘વાચક નિમંત્રણ આવે ને તે સ્વીકારે તો ગમે તેવા સંજોગો આવે છતાં જ્યોત માટે જવું જ પડે છે. બીજું, વચન આપ્યા પછી - બોલ્યા પછી ફરી શકાય નહીં તેમ જ જીવનમાં લીધેલી ટેક મૃત્યુ આવે તોપણ છોડાય નહીં. સને કારણે વેચાવું ૭. મહાપંથી સંસારી સ્પર્ધકો છે. સંસાર વચ્ચે રહીને, પરિવારની જવાબદારી નિભાવીને આ કઠોર ભક્તિ પાળવી પડે છે. ૮. મહાપંથની જ્યોત પાટ ઉપાસના જેવી ‘સવરામંડપ'ની ઉપાસના છે જેનું બાહ્યરૂપ લોકમેળાનું. પણ મંડળવિધિ મહાપંથી દર્શનની છે. ૯. મહાપંથી સિદ્ધ સાધકો મૃત્યુજીત રહ્યા છે તે મૃત્યુપૂર્વે તેનો સમય જણાવી તે પ્રમાણે આ સ્થૂળ દેહ છોડી સમાધિ લઈ શક્યા છે. મહાપંથી સંતો : મહાપંથનાં દર્શન, સાધનાને ભજનવાણીના મધ્યમે પ્રગટ કરતી મોટી સંતવાડી છે. આ પંથના સંતોની વિગતે વાત કરતો નથી, માત્ર તેમની યાદી મૂકું છું. આ યાદીમાં પ્રમુખ સંતો જ લીધા છે, જેમાં ગુરુ ઉગમશી, મેઘધારુ, રૂપાંદે-માલદેવ, જેસલદતોરલ, ખીમરો-દાળલદે, રામદેવજીમહારાજ, હરજી ભાટી, લાખમો માળી, દેવાયત પંડિત-દેવલદે, રાવત રણસી, લીરલબાઈ, લાખો-લોયણ, મૂળદાસ, અમરબાઈ, રાજા અમરસંગ, જેઠીરામ, તોરલપરી, અખૈયો, ગંગાસતી અને સવારામ વગેરે આ સંતોની વાણીમાં નામ મરણ, ગુરુમહિમા, સહજ યોગ સાધના, પ્રેમલક્ષણા ભક્તિ, ઉપદેશ,બાહ્યાચાર, અંધશ્રદ્ધાનો વિરોધ અને અનુભૂતિનું દર્શન જોવા મળે છે. આ દરેક સંતોએ ગુરુમહિમા વિશેષ ગાયો છે. મહાપંથી ગુરુ મહિમા : ભારતીય આધ્યાત્મિક સાધના ધારા અને સંતવાણીમાં સંત, સગુરુને તારણહાર કહ્યા છે. આવા સગરનો મહિમા ગુરમુખી વાણીમાં ગવાયો છે. સંતો wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા સરને પરમેશ્વર-અલખધણીની સમાન નહીં, પણ તેથી અધિક માન્યા છે. ગુરુ બ્રહ્મા, ગુરૂ વિષ્ણુ, ગુરુ મહેશ્વર, ગુરુ સાક્ષાત્ પરબ્રહ્મ કહીને તેને વંદના કરી છે. કબીરસાહેબ કહે છે: ગુરુ ગોવિંદ દોઉ ખડે, કાકે લાગુ પાય; બલિહારી ગુરુ આપને, જિન ગોવિંદ દિયો બતાય.’ ગુરુ અને ગોવિંદ બન્ને સાથે સાથે, ઊભા હોય તો પ્રથમ વંદના ગરુદેવને કરવાની, કરણકે ગુરુ હતા તો ગોવિંદનાં દર્શન થયાં. માનવજીવનનો અંતિમ ઉદ્દેશ ‘હુંની શોધ કરવાનો રહ્યો છે, સ્વની ઓળખ મેળવવાનો રહ્યો છે કે જો આ ઓળખ થાય તો તે પરમાત્માની જ ઓળખ છે. સંસારનાં મોહ, માયા છોડીને, મન ઉપર જીત મેળવીને, મયલા અહમ્, આવરણ, ભ્રમણાઓ, ભય ને ષડરિપુને મારી પરમાત્માની અનુભૂતિ, દર્શન કરવાનો રહ્યો છે. આ માટે સદ્ગુની અનિવાર્યતા રહી છે. આપણા વેદ અને ઉપનિષદ કહે છે કે ‘આચાર્યવાન પુરુષો વેદ' (છાંઉ ૬-૧૪-૨) અર્થાત્ ગુરવાળો પુરષ જ આત્માને જાણે છે. આચાર્યાહિએવ વિદ્યા વિહિતા સાધિષ્ઠ સાધયતિ’ (છાં ઉ૦૪-૭-૩) અર્થાત્ ગુર આચાર્યથી પ્રાપ્ત વિદ્યા જ મોક્ષને સિદ્ધ કરે છે. *મૂલ ધ્યાન ગુર રૂપ હૈ, મૂલ પૂજા ગુરુ પાંવ, મૂલ નામ ગુરુ વચન હૈ, મૂલ સત્ય સતભાવ.' ગુરુમૂર્તિનું ધ્યાન સર્વશ્રેષ્ઠ માન છે, ગરચરણની પૂજા સર્વશ્રેષ્ઠ પૂજા છે, ગુરવચનનું પાલન કરવું એ મૂળ નામ, મહામંત્ર છે અને સત્યસ્વરૂપ પામવું એ મોક્ષનું મૂળ રૂપ છે. જ્ઞાન અને વાણીના અમૃત ખજાનાની ચાવી સદ્ગરના હાથમાં છે. સદ્ગુરુની કૃપા વગર અંતરના તલભર તાળાં ને રજભર કૂંચીનો ભેદ સમજાતો નથી. ગરવા ગુજી જ્યારે જ્ઞાન અને વાણીનાં તાળાં ખોલી આપે છે ત્યારે ભીતરનું અજવાળું ઝોંકાર થઈ ઊઠે છે. એટલે જ દાસીજીવણે ગાયું કે, ‘અજવાળું હવે અજવાળું ગુરુ આજ તમ આવ્યે મારે અજવાળું.' જ્યાં સુધી સરનો ભેટો, સ્પર્શ થતો નથી ત્યાં સુધી ઘટડામાં ઘોર અંધારું પ૭
SR No.034384
Book TitleBharatiya Sanskrutima Guru Mahima
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2015
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy