SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા » રવિ-ભાણ સંપ્રદાયની ભજનવાણી અને તેમાં ગુરુમહિમાનું ગાન - ડૉ. નિરંજન રાજ્યગુર (સંત સાહિત્યના અભ્યાસુ ડૉ. નિરંજનભાઈ, ઘોઘાવદર (ગોંડલ)માં સંતસાહિત્ય સંશોધન કેન્દ્ર, ગોસંવર્ધન, ગૌશાળા અને ગૌસેવામાં પ્રવૃત્ત છે. આ વિષયમાં તેમના ચિંતન સભર લેખો પ્રગટ થતા રહે છે). Jભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા શિષ્ય એવો જોઈએ જે ગુરને પોતાનું સર્વસ્વ સોંપી દે. ગુરુ એવો જોઈએ જે શિષ્યનું કશુંય ન લે. એક બધું આપી દે. બીજો કશું લે નહીં. જીવ અને શિવ વચ્ચે પડેલા દેહ, સંસાર, માયારૂપીના આવરણને ખસેડી કાઢવાની આવી મોટી ‘જુગતિ’ કઈ હોઈ શકે? કબીરા તે નર અંધ હૈ ગુરુ કો કહતે ઔર, હરિ હે ગુર ઠૌર હૈ ગુર રૂઠે નાહીં ઠૌર. કબીર કહે છે કે જે લોકો ગુરુને પરાયા, જુદા ગણીને બીજું બોલે છે, તેમની નિંદા કરે છે તે લોકો આંધળા છે. આવા ગુરદ્રોહીઓનો કોઈ વાતે છૂટકારો નથી. ભગવાન રૂઠયા હોય, ભગવાનનો કોઈ ગુનો થયો હોય તો ગુરુ બચવાનું ઠેકાણું છે. પરંતુ ગુરુનો ગુનેગાર થયો, ગુરુ રૂઠયો તો ભગવાન પણ બચાવી શકશે નહીં, ભગવાનની કચેરી ગુરૂ વિના કોણ બતાડી શકે એમ છે? સર્વ વાતે ગુરુ જ કરવાનું ઠામ છે. ગુર મિલા ના સિખ મિલા લાલ ખેલા દાંવ. દોઉ બૂડે ધાર મેં ચઢિ પાથર કી નાવ. ગુરુ સાચા ન હોય અને શિષ્ય પણ દાવપેચ ને કપટવાળો હોય તો બંને જણ જૂઠડા અથડાયા જ કરવાના બેઉ જણ અજ્ઞાનરૂપી પથ્થરની નાવમાં બેસીને સાગર તરવા નીકળ્યા છે એમ જાણવું. ખાસ વહેણમાં, મજધારમાં બેઉ ડૂબી મરવાના. આપણે ત્યાં એક કહેવત છે ‘લોભી ગુરુને લાલચું એલા, દોનો નરકમેં ઠેલઠેલા સંત કબીર આપણા ધર્મજીવનના, આપણા સમાજ જીવનના અને સમસ્ત માનવજીવનના બહુ મોટા પ્રવક્તા છે. એમનું જીવન અને એમની વાણી આ બધાં ક્ષેત્રોમાં આજે નૂતન, ક્રાન્તિકારી પ્રકાશ પાથરી રહી છે. ગુજરાતમાં કબીરની વિચારધારા અને શબ્દસાધનાનો પ્રચાર-પ્રસાર કરનાર રામકબીર શાખાના સંતકવિ ભાણસાહેબ (જ.ઈ.૧૬૯૮ અવ.ઈ. ૧૭૫૫), તેમના પુત્રશિષ્ય ખીમસાહેબ (જ.ઈ.૧૭૩૪ અવ.ઈ.૧૮૦૧) અને તેજસ્વી શિષ્ય સંતકવિ રવિસાહેબ (જ.ઈ. ૧૭૨૭ અવ.ઈ.૧૮૦૪) દ્વારા સ્થપાયેલ રવિ-ભાણ સંપ્રદાયના કવિસંતોએ તળપદી લોકબોલીમાં જ્ઞાન, ભક્તિ, યોગસાધના, ગુરુમહિમા, વૈરાગ્ય ઉપદેશ અને પ્રેમલક્ષણા ભક્તિનાં વિરહ-મિલનના ભાવો વર્ણવતાં અસંખ્ય પદો-ભજનોનું સર્જન કર્યું છે, આ સંપ્રદાયના સંતોના નામ પાછળ “સાહેબ' શબ્દ લાગે છે, જે કબીરપંથનો પ્રભાવ દર્શાવે છે. ચરોતર પ્રદેશના કનખિલોડ ગામે લોહાણા જ્ઞાતિમાં કલ્યાણદાસ ઠક્કરને ત્યાં ભાણસાહેબનો જન્મ થયેલો. કબીરસાહેબની શિષ્ય પરંપરામાં પદ્મનાભથી ચાલી આવેલી એક શાખા ગુજરાતમાં ઉતરી અને તેમાં દૂધરેજના નીલકંઠસ્વામી, રઘુનાથસ્વામી, યાદવસ્વામી અને તેમના શિષ્ય થયા પદ્માસ્વામી, જેને લોકસમુદાય છઠ્ઠાબાબા કે આંબા છઠ્ઠાના નામથી ઓળખતા. તેમની પાસે ૨૬ વર્ષની વયે ભાણસાહેબે વિ.સં. ૧૭૮૦માં દીક્ષા લીધી. રામકબીર મંત્રની કંઠી બાંધ્યા પછી ભાણદાસ ‘ભાણસાહેબ' કહેવાયા. ભાણસાહેબે વધુ ભજનોનું સર્જન નથી કર્યું. એમના નામાચરણ સાથે ચૌદેક ભજનો મળે છે, પરંતુ ભજનિક સંતોની એક સુવિશાળ પરંપરા ઊભી કરવાનું શ્રેય ભાણસાહેબને જાય છે. કબીરના જ્ઞાનમાર્ગી અધ્યાત્મબોધ, વૈરાગ્ય અને યોગસાધના તથા ગુરુમહિમા વિષયક ભજનોમાં સતગુરુસાહેબ સોઈ મળ્યા જેણે અમ્મર નામ ઓળખાયો રે...', ‘તમે ફડ કાયાના કાઢો રે વીરા ! આપ્યો આષાઢો...', ‘મન તું
SR No.034384
Book TitleBharatiya Sanskrutima Guru Mahima
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2015
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy