SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ 1ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા સંત કબીર અને તેમના દોહાઓમાં ગુરુમહિમા - ડૉ. દલપત પઢિયાર ( ગુજરાત રાજ્યના નિવૃત્ત માહિતી નિયામક દલપતભાઈ, કબીર દર્શન અંતર્ગત અનુપ્રાણીત થઈને પ્રગટેલા રવિભાણ સંપ્રદાયના કહાનવાડીની જગ્યાના “ગાદીપતિ” છે. તેમણે “ગાંધીયુગના ગદ્ય” પર Ph.D. કર્યું છે. સંગત પ્રેરિત કવિશ્રી રમેશ પારેખ સન્માન “અનુષ્ઠાન” ૨૦૧૪ના પ્રથમ એવોર્ડ તેમને એનાયત થયો છે) કબીરઃ જીવન-દર્શન ભારતવર્ષની ચિરંતન સાધનાધારાના કાઠે સમયે સમયે બૌદ્ધો, જૈનો, સિદ્ધો, નાથો, આચાર્યો અને સંતો એમ અનેકરૂપે અનન્ય ચેતનાઓ પ્રગટી છે. આ પ્રગટ ચેતનાઓમાં સંતમતના આદ્ય પ્રણેતા તરીકે કબીરનો આવિષ્કાર અનોખો છે. તેઓ આપણા મધ્યકાલીન મહાન રહસ્યવાદી મરમી સંત-કવિ છે. એમના પ્રાગટય થકી ભારતીય સાધનાએ એક સાવ જ અલગ, અરૂઢ, અગ્નિમય અને તેજોમય પ્રતિભાના અનન્ય આવિષ્કારનો અનુભવ કર્યો. ‘કબીર’નો અર્થ થાય છે ‘મહાન’. કબીર જીવન-કાળ પરત્વે અનેક અભિપ્રાયો અને મતો પ્રવર્તે છે. અત્યાર સુધીના જુદા જુદા અભ્યાસો, સંદર્ભો અને અભિપ્રાયોના આધારે કબીરનો સમય પંદરમી સદીનો ઠરે છે. સાંપ્રદાયિક માન્યતા મુજબ સંવત ૧૪૬૫ જેઠ સુદ પૂનમે કાશીમાં તેમનો જન્મ થયાનું અને સંવત ૧૫૭૫ માગસર સુદ એકાદશીએ મગહરમાં તેમણે દેહ છોડયાનું મનાય છે. આમ કબીરની જન્મસાલ ઈ.સ.૧૩૯૮ અને નિર્વાણસાલ ઈ.સ.૧૫૧૯ પરત્વે સહમતી પ્રવર્તે છે. એમના જન્મ સમયે ભારતમાં ઈસ્લામિક શાસન હતું. તેમના વખતમાં દિલ્હીપતિ સિકંદર શાહ લોદી સાથે આમનેસામને થયાના ઘણા પ્રસંગો દંતકથાઓની જેમ પ્રચલિત છે. અકબરના દરબારના ઇતિહાસ લેખક અબુલ ફજલે ઈ.સ.૧૯૯૫માં કબીર અંગે લખ્યું છે કે તેઓ સિકંદર લોદીના સમયમાં જીવિત હતા. તેએ પુરાતન પ્રથાસંમત માર્ગના વિરોધી હતા. પોતાને જે સત્ય ઉપલબ્ધ થયું છે તેનો પ્રચાર કરવા માટે ઘણી ૩૫ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા બધી હિન્દી કવિતાઓ મૂકતા ગયા છે.' આ વિગતો જોતાં કબીર એક આખી પંદરમી સદી એટલે કે એ સદીનાં પૂરા સો વર્ષ અને તે પછીનાં કેટલાંક વર્ષ સુધી વિદ્યમાન રહેલાં. ૧૨૦ વર્ષનું તેમનું આયુષ્ય રહ્યું છે. કબીરના માતાપિતા કોણ એ વિષે પણ વિધિ વિધ મત છે. એક બહુ જાણીતો મત એવો છે કે તેઓ કોઈ બ્રાહ્મણ વિધવાના પુત્ર હતા. સામાજિક મર્યાદાઓને લઈને જનેતાએ બાળકને કાશીમાં લહરતારા તળાવને કાંઠે ત્યજી દીધું હતું. સંજોગવસાત્ નિરુ નામનો એક મુસ્લિમ વણકર એ રસ્તે જતો હતો, તેણે તાજા જન્મેલા બાળકને આ રીતે નિરાધાર દશામાં જોયું. તેના હૃદયમાં કરુણા પ્રગટી, દંપતીને કોઈ સંતાન ન હતું. બાળકને પોતાને ઘેર લઈ ગયો, તેની પત્નીનું નામ નીમા હતું, નિરુ-નીમાએ નવજાત બાળકને પોતાનું કરીને રાખ્યું, તેનું પાલન-પોષણ કર્યું. ‘કબીર’ નામ પાડયું. નિરૂ-નીમા બેઉ આણુ કરીને જતા હતાં. નીમાને તરસ લાગતાં તે તળાવે પાણી પીવા ગયાં હતાં અને ત્યાં નરાધાર બાળકને જોયું હતું. તેને લઈ લેવા માટે નિરૂને વાત કરી હતી. નિરૂએ સામાજિક મર્યાદાને લઈને શરૂઆતમાં આનાકાની કરી હતી પરંતુ નીમાની લાગણી અને તેના આગ્રહને વશ થઈ બાળકને તેઓ પોતાને ઘેર લઈ ગયાં હતાં એવી પણ માન્યતા છે. કબીર બાળક સ્વરૂપે લહરતારા તળાવેથી મળ્યા હતા એ વાત નિર્વિવાદ છે. તે પહેલાંની હકિકતનો કોઈ આધાર કે પત્તોપુરાવો નથી. પાછળથી કોઈએ કુંવારી કન્યાના કે વિધવા બ્રાહ્મણીના પુત્ર ઠરાવ્યા. કબીર કાશીના લહરતારા તળાવમાં એક કમળપત્ર ઉપર સ્વયં બ્રહ્મ કબીર રૂપે પ્રગટચા હતા એવી માન્યતા પણ જાણીતી છે. ભક્તો કે અનુયાયીઓમાં પોતાના ઈષ્ટ, આરધ્ય, ગુરુ માટે એક પ્રકારનું લોકોત્તરપણું સ્થાપિત કરવાનું વલણ અને ભાવના સ્વાભાવિક છે. વત્તેઓછે અંશે એક યા બીજા રૂપમાં બધા જ સંપ્રદાયો, ધર્મો, પરંપરાઓમાં આ વલણ જોવા મળે છે. કાશીમાં મૃત્યુ થાય તો મોક્ષગતિ થાય છે અને ‘મગહર’માં મૃત્યુ થાય તો સદગતિ થતી નથી એ લોકમાન્યતા અને અંધશ્રદ્ધાના ખંડન રૂપે કબીરે પોતાના મૃત્યુ માટે ‘મગહર’ સ્થાન પસંદ કરેલું એ કથા પણ પ્રચલિત છે. કબીર જે આત્મદર્શન અને રૂઢીભંજન વિચારધારાને વરેલા હતા તે જોતાં તેમનું આ અનુસરણ અસ્વાભાવિક નથી. તેમના મૃત્યુ પછી તેમના પાર્થિક શરીરને દાટવું કે તેનો અગ્નિસંસ્કાર કરવો તે બાબતે હિન્દુ મુસલમાન શિષ્યો વચ્ચે ઝગડો થયો હતો. દંતકથા એવી છે કે મૃતદેહ ઉપરથી ચાદર લઈ લેવામાં આવી ત્યારે નીચે શરીર નહોતું. ફૂલોનો ઢગલો હતો. બંને ધર્મના 39
SR No.034384
Book TitleBharatiya Sanskrutima Guru Mahima
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2015
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy