SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા પછી જ તેઓ શું કહે છે તે જોવું જોઈએ. કારણકે પછી જ તે સાચો પ્રસારક પઈ શકે. જો ગુમાં જ આધ્યાત્મિક શક્તિ ન હોય તો તેઓ શું આપી શકે? ગુના ધ્યાનમાં આધ્યાત્મિકતાના લાયક સ્પંદન હોવો જોઈએ. જેથી સહાનુભૂતિપૂર્વક એ શિખનારના દિમાગમાં સફળતાપૂર્વક પાઠવી શકાય. ગુરનું કાર્ય શિષ્યને કાંઇક સંદેશ વહન કરવાનો છે, નહિ કે શિષ્યની બૌદ્ધિક અથવા અન્ય બળને ઉત્તેજીત કરાવવું. તેથી શિક્ષક શુદ્ધ હોવા જ જોઈએ. ગુરુ પોતાને અંગત પૈસા, નામ અથવા ખ્યાતિ મળે તેવા સ્વાસ્થય હેત સાથે શિખવવાનો ઉદ્દેશ ન રાખવો જોઈએ. તેમના કામ પ્રેમ થકી, મોટા પાયે માનવજાતનાં શુદ્ધ પ્રેમ માટે હોવા જોઈએ. ફક્ત પ્રેમના માધ્યમ દ્વારા જ આધ્યાત્મક બળ પ્રસારી શકાય. કોઈ સ્વાર્થી ફાયદા કે નામનાનો હેતુ પ્રેમના માધ્યમને તુરત જ નાશ કરશે. ભગવાન પ્રેમ છે અને જેણે ભગવાનને પ્રેમ તરીકે જાણ્યા અને સમજ્યા છે તેજ દૈવિભાવ સમજાવનાર ગુરુ બની શકે છે. આપણે ગુરુ ને કેવી રીતે જાણી શકીએ? સૂર્યને દશ્યમાન બનાવવા માટે કોઈ મશાલ જરૂરી નથી. આપણને તેને જોવા બીજા કોઈ પ્રકાશની જરૂર નથી. સૂર્ય ચઢે ત્યારે, આપણે સહજભાવે તે હકીકતથી પરિચિત બની જઈએ છીએ, આવી જ રીતે ગુર આપણને મદદ કરવા આવે છે ત્યારે આત્માને તરત જ સહજ ભાવે સમજાશે કે સત્ય તેના ઉપર પ્રકાશ પાડી રહ્યાનો અનુભવ મળે છે. સત્ય તેના પોતાના પુરાવા પર ઉભુ રહે જ છે. તે સાચું સાબિત કરવા અન્ય કોઈ પુરાવાની જરૂર નથી હોતી. તે સ્વ ચળકતું છે. તે અમારી પ્રકૃતિના આંતરિક ભાગના ખૂણામાં પેસી ગયેલ હોય છે. સાથોસાથ સ્વામી વિવેકાનંદ લાયક શિષ્ય શુદ્ધતા, જ્ઞાન માટેની તરસ અને સતત નિર્ધાર ધરાવનાર હોવાનું આવશ્યક જણાવ્યું છે. કોઈ અશુદ્ધ આત્મા ધાર્મિક બની શકે નહિ. ધાર્મિક બનવા અને રહેવા માટે વિચાર, વાણી અને આચારમાં શુદ્ધતા એકદમ જરૂરી છે. ધાર્મિક વ્યાખ્યાનો સાંભળવા અપવા ધાર્મિક પુસ્તકો વાંચવા એ ધર્મ પ્રત્યે સાથી સહદયની રુચી થવાના પુરાવા નથી. જ્યાં સુધી ઉંચી ઝંખના અનુભવાય નહિ અને જ્યાં સુધી સફળતા મળે નહિ ત્યાં સુધી સતત સંઘર્ષ કરવાની આવશ્યક્તા જરૂરી છે. આ એક કે બે દિવસ, મહિના કે વર્ષ અથવા જન્મનો પ્રશ્ન નથી. સંઘર્ષ સેંકડો જન્મોનો હોય શકે. સફળતા ક્યારેક તુરંત મળે પણ આપણે લાંબા સમય સુધીની પ્રતિક્ષા માટે તૈયાર રહેવાનું રહ્યું. wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા મહર્ષિ રમણ અને ગુરુ દત્તાત્રેય પ્રાચીનકાળથી ચાલતી આવતી ગુરુ-શિષ્ય પરંપરા જ સાધનાના માર્ગને સ્થિરતા પ્રદાન કરે છે અને આપ પણ એક મહાન સાધક છો તો આપની સાધનામાં ગુરુ કોણ? અને ગુરુ નથી તો આપે કોઈને ગુરુ કેમ નથી ધાર્યા ? આવા પ્રશ્નના ઉત્તર આપતાં મહર્ષિ રમણે ગુરુ દત્તાત્રેયના જીવનને સામે રાખી કહ્યું હતું કે, “તેઓને ચોવીસ ગુરુ હતા. ગુર દત્તાત્રેયે આ વિશ્વમાં વિલસતા તત્ત્વોમાંથી ઘણું ગ્રહણ કર્યું હતું. એ તત્વો, ગુણધર્મોમાંથી પોતે કાંઈ પામ્યા હતા. ધરતી, આકાશ, સમુદ્ર, વાયુદેવ, અગ્નિદેવ, સૂર્ય, ચંદ્ર ઉપરાંત એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય જીવો અને અજીવ એવા ચોવીસ ગુરુ માન્યા હતાં..." મહર્ષિજી રમણ ઘર છોડીને અરુણાચલના પહાડમાં વિચરતાં ઘણાં ગૂઢ રહસ્યો પામ્યા હતા. તેઓએ કહેલ છે કે તમને જડ દેખાતા પહાડોમાંથી મને સબળ પ્રેરણા મળેલ છે એટલે મારા માટે ચૈતન્યમય છે. ગુરની મહિમા, શોધ અને ગુરના લક્ષણો વિષેના ઉપર જણાવ્યા મુજબનાં વિચારો વાંચતાં સામાન્ય આત્માર્થી મુમુક્ષુ જીવ મૂંઝવણમાં અવશ્ય પડી જાય તેમ છે. એ સમજી શકતો નથી કે જીવતા-જાગતા મહપુરષઓ સંતો સિવાય પણ ગુર હોય શકે? વિષમ કાળમાં ગુરુ કોણ એ પ્રશ્ન ઉભો થાય તે સ્વભાવિક છે. અત્રે એ નોંધવું રહ્યું કે ૧૦૦થી વધારે વર્ષો પુર્વે થયેલ આત્મસિદ્ધિની રચના અને લગભગ તે જ સમય દરમ્યાનના ગાંધીના જીવનમાં ગુરનું મહત્વ" વિષેના વિચારો દર્શાવે છે કે પ્રમાણમાં સારો કાળ હોવા છતાં તે સમયે પણ સદ્ગુરુ મળવા મુશ્કેલ હતું. જો મહાત્માને ત્યારે જગત પાપી લાગતું હતું તો વર્તમાન સમયમાં પ્રવર્તતી ચારિત્ર શિથિલતામાં ગુરુ સાવ અશક્ય નહિ તો અત્યંત મુશ્કેલ છે. જો કોઈ આવા સદગુરુ હોય તો પણ તે સમાજથી ઘણે દૂર રહે. તેઓએ ગુરુની શોધ ચાલુ રાખવાની સાથે પોતે પોતાના ગુરુ તરીકે ગુણવત્તા વધારવાના પ્રયાસો કરતા રહ્યા. શ્રીમદ્ રાજચંદ્ર સદગુરુની અગત્યતા-અનિવાર્યતા સમજાવતા એમ પણ જણાવેલ કે સરુનો યોગ ન હોય ત્યારે શાસ્ત્રનો સહારો લેવો. તેમના કોઈ ગુર ન હતા. મહર્ષિ રમણને કોઈ ગુર ન હતા. સ્વામી દત્તાત્રેયે સમજાવેલ કે આત્મા એકલો મારો ગુરુ છે. છતાં સમગ્ર સૃષ્ટિમાંથી જે ૨૪ વ્યક્તિઓ મારફતે જરૂરી શાણપણ મેળવી છે તેઓ મારા ગુરુ. સદીઓથી ધર્મગુરના નામે ઘણા ધતીંગો ચાલતા આવ્યા છે. આ સંદર્ભે ૧૭મી સદીમાં કવિ અખા ભગતના છપ્પા છંદ "ગુર અંગ" દ્વારા જણાવે છે: ૩૧ ૩૨
SR No.034384
Book TitleBharatiya Sanskrutima Guru Mahima
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2015
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy