SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... વિષમ કાળમાં ગુરુ કોણ? - બકુલ નંદલાલ ગાંધી (મુંબઈસ્થિત બકુલભાઈ ગાંધી ચાર્ટર્ડ સેક્રેટરી છે. જૈદર્શનના અભ્યાસુ બકુલભાઈને દાર્શનિક સાહિત્યના સ્વાધ્યાયમં ઊંડો રસ છે) મનુષ્ય ભવ અમૂલ્ય છે અને આ ભવમાં આત્માના કલ્યાણ માટેના પ્રયત્નો પ્રમાદ વગર કરવા ગુરુ જ સહાય કરી શકે તેમ ધર્મમાં સમજાવ્યું છે. ગુરની મહિમા, શોધ અને ગુરુના લક્ષણોની સમજણ સંતો, મહાપુરુષો, બુધ્ધજીવીઓએ ધાર્મિક પરિષદ કે અધિવેશનમાં મૌખિક અને લેખિત રજૂઆત દ્વારા ધર્માનુરાગી સાધક, શ્રાવક સમક્ષ સમયસમય પ્રસ્તુત કરતાં આવ્યા છે. સૌ પ્રથમ મનુષ્યના વર્તમાનમાં જીવવાના સંજોગો ઉપર નજર કરવી આવશ્યક છે. એક પુદ્ગલ સાથે આત્મા અભિન્ન રીતે જોડાયેલો હોય ત્યારે જ તેની જીવ તરીકેની સમજ વર્તાય છે. મનુષ્ય સંદીપંચેન્દ્રિય જીવ છે. જીવની વિચાર શક્તિ અને વિવેક શક્તિ સંજ્ઞા છે. વિજ્ઞાન અને ટેકનોલોજીએ મનુષ્યની પંચેન્દ્રિયઓ (સ્પર્શ,રસ, થ્રાણ,ચક્ષુ અને શ્રવણ)ને ઘણી બધી શક્તિ અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. ભૌતિકશાન, રસાયણશાસ, જીવવિજ્ઞાન, કૃષિ વિજ્ઞાન, દૂરસંચાર વિ. ક્ષેત્રે પુરાવા અને સાબિતી સાથેની સમજણ વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ કરાવેલ છે. માનવનું જીવન આનંદ અને શાંતિમય બનાવવા ઉત્તરોઉત્તર સુખ-સગવડનાં સાધનો ખડકી દીધાં છે. દૂરદર્શન, દૂરધ્વનિ અને ઝડપી પરિવહન દ્વારા માનવને એકબીજાને સતત નજીક લાવવા અને રાખવા ૨૪x૭ ઉપલબ્ધ હોય છે. માનવને ઉચ્ચ શિક્ષણ, વ્યાપાર-વાણિજ્ય, નોકરી અને આર્થિક ઉપાર્જનનો વિશાળ ફેલાવો કરવા અનેક તકો મળેલ છે. વિકલાને જીવનને ગતીશીલ કરેલ છે. વિજ્ઞાને સાબિતીઓ સાથે ઉત્તરોત્તર માનવની દષ્ટિ વ્યાપક કરી છે. ખરેખર ભૌતિક દષ્ટિએ માનવજીવન અત્યંત આરામદાયક બની શકે તેમ છે. પરંતુ વિજ્ઞાન પાસે મનુષ્યને પાંચ ઇન્દ્રિયો ઉપરાંત જે મન એટલે કે વિચાર અને વિવેક શક્તિ છે તેના ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા પ્રશ્નોનો જવાબ કે ઉપાય નપી. કારણકે વિજ્ઞાન સ્થળ અને મૂઢ બાહ્યશક્તિ છે. વિજ્ઞાનને અદ્રશ્ય મન-આત્મા વિશે સમજવાનું અને નિયંત્રણમાં રાખવાનું ફાન નથી. મન-આત્માની મનોગ્રંથી, ચિત્તશક્તિ અને તેના નિયંત્રણ વિષે સમજણ, જ્ઞાન આપનાર વિદ્યાને આધ્યાત્મ જ્ઞાનનું નામ અપાયું છે. વાસ્તવિકતામાં વિજ્ઞાન અને આધ્યાત્મનું એક બીજા સાથે સંકળાયેલા રહેવું એ જ પંચેન્દ્રિય માનવ જીવનું વર્તમાનમાં અસ્તિત્વ અને જીવન મનુષ્યની મનોગ્રંથિની અસ્થિરતા કાબૂમાં ન રહેતા રાગ, દ્વેષ, ક્રોધ, સંપત્તિ અને સત્તાની લાલસા વિ. વૃતિઓ સ્વની અને સાથોસાથ આસપાસમાં સંપર્કમાં આવી જતાં મનુષ્યો માટે તંગદીલી ઊભી કરી દે છે. આવી વૃતિઓ ઉપર કાબુ મેળવવા અને સ્વના ભાવને સ્થિર રાખવા આધ્યાત્મિક વિઘા ધર્મનો માર્ગ અનુસરવા સમજાવે છે. જગતની મોટા ભાગ વસ્તી ધર્મમાં આસ્થા ધરાવે છે. હિંદુ ધર્મમાં આસ્થા ધરાવતો મનુષ્ય મંદિર, ઉપાશ્રયમાં જાય છે. મુસલમાન મજીદમાં નમાઝ પડવા જાય છે તો ખ્રિસ્તી ચર્ચમાં જાય છે. છતાં આ જગતમાં આજે સગીર વયની બાળકીઓ, સ્ત્રીઓ જ નહિ પણ સગી દકરીઓ પણ નિર્લજ બળાત્કાર અત્યાચારનો ભોગ બનતી રહી છે. લગ્ન વગર લીવ ઈન રિલેશનના નામ હેઠળ રહાછંદતાથી રહેવું. સાતિય સંબંધ કાયદાકીય રીતે સ્વીકારવા. સગીર બાળકો પાસે મહી કરાવવી. આવી વિકૃતિઓ ઉપરાંત પોત-પોતાના સ્વાર્થ અને આધિપત્ય બનાવવા અને જાળવવા સત્તા લાલસીઓની ઉશ્કેરણીઓને કારણે ભય, ઝનૂન, અશાંતિ, અસલામતી, અસંતોષ, અરાજકતાનું વાતાવરણ વધારે અને વધારે હાવી થઈ રહ્યું છે. મનુષ્ય શા માટે માનસિક તાણ, એકલવાયાપણું, ઉચાટ, અજંપો અને પરપર અવિશ્વાસ અનુભવી રહ્યો છે ? આવી પરિસ્થિત માનસિક અસ્થિરતા કે રોગોને કારણે હોય, શું આધ્યાત્મિક ધર્મ કે જેનું સંચાલન ધર્મગુરુઓ પાસે છે તેનો પ્રભાવ અસરકારક નથી રહ્યો? આદ્યાત્મિક ગુરુનું સ્થાન જીવનના બીજા કોઈ ક્ષેત્રના ગુરુ કરતાં ઘણું ઊંચુ છે. વિદ્યા ગુર, કલા ગુરુ, રાજ ગુર, રમત ગુરુ વિ. કોઈ એક ક્ષેત્રે એક ભવ પૂરતું શિષ્યને ઊંચે શિખરે પહોંચાડી શકે છે. એવું જરૂરી નથી કે ગુરુ પોતે તે ક્ષેત્રે પારંગત હોય. ક્રિકેટમાં રમાકાંત આચરેકર (કે જેઓ પોતે ટેસ્ટ મેચ નથી રમ્યા) અને સચીન તેંડુલકર આદર્શ ગુરુ-શિષ્યનું બિરુદ માટે જીવંત ઉદાહરણ છે. આચરેકર સરે વૈવિધ્ય રીતે શિષ્યને સોટીઓના એરણે સતત ચઢાવ્યો, પ્રોત્સાહન આપ્યું અને સચીન સમર્પણ, એકાગ્રતા, બૈર્ય, લગન, સખત પરિશ્રમ, સ્થિરતા, રમતના ચઢાવ-ઉતારમાં સમભાવ, પ્રચંડ ખ્યાતિ ૨૮
SR No.034384
Book TitleBharatiya Sanskrutima Guru Mahima
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2015
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy